SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા દીર્ઘકાળ સુધી ચલાવે છે. આ વાત કવિએ બહુ સુંદર રીતે આ કૃતિમાં આલેખી છે, ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ‘ગુરુનું પાટિઓ મોહન ગારો રે, સહુ સંઘ નઈ લાગે છે પ્યારો રે'. તીર્થંકર પરમાત્માની વાણી શાસ્ત્રોમાં છે, પરંતુ તે શાસ્ત્રોનાં રહસ્યોની ચાવી તો ગુરુ પાસે રહેલી હોય છે. વળી સૂતેલા ભાગ્યને જગાડવાનું સત્ય પણ ગુરુની અમીભરી નજરમાં હોય છે. આમ જીવાત્માને પરમાત્મા તરફ પરમતત્ત્વ તરફ લઈ જનાર ગુર જ છે. કવિ સમયસુંદર પણ આ કૃતિની અંતિમ ગાથામાં ગુરુનો મહિમા દર્શાવતાં કહે ‘ગુરુની વાણી તે અમિય સમાણી રે, જાણી મોક્ષ તણી નીસાણી રે. ઈમ વિનય શું નમો અતિ ભવિ પ્રાણી રે, ઈમ સમયસુંદર વદે વાણી રે.' સદ્ગુરુ ‘પારસમણિ'થી પણ વિશેષ સ્થાન ધરાવે છે. પારસમણિનો જેને સ્પર્શ થાય તે સુવર્ણ બની જાય છે, એટલે કે પારસમણિનો સ્પર્શ થવાથી તે તે વસ્તુ સુવર્ણમય બની જાય, પરંતુ પારસમણિ તેને ખુદના જેવો પારસમણિ બનાવી શકતો નથી. જ્યારે સરના સ્પર્શથી શિષ્ય ગુરથી પણ મહાન બની શકે છે. ગુરૂત્ત્વનું મૂલ્ય પારસમણિ જેવા રનથી પણ અધિક છે અને એવા ગુના ગુણોનો મહિમા કવિ સમયસુંદર આ ગહુંલી દ્વારા રચે છે, જે કીમતી રત્નોથી પણ અધિક મૂલ્યવાન છે અને સહ સંઘ સાથે મળીને આનંદથી આ ગહેલી ગીતને વધાવે છે, ગાય છે જેમ કે, ‘ઈમ ગહેલી માંહે ગાઈ રે, રયણ અમુકથી સવાઈ રે, ઈજા સમક્તિથી ચિતલાઈ રે, સહ સંધ મિલી નઈ વધાઈ રે...' આમ કવિ સમયસુંદર રચિત આ ‘ગઈલી ગીતમાં ગુરુ પ્રત્યેની અનન્ય ભક્તિ, સરના પ્રભાવ, ગુરનું દર્શન, ગુરુવંદન, ગુરુમહિમા વગેરેનું ભાવપૂર્ણ અલંકારયુક્ત તેમ છતાં સરળ ભાષામાં સુંદર આલેખન કર્યું છે, જે ભક્તકવિ સમયસુંદરના હૃદયમાંથી પ્રગટેલી ગુરુભક્તિનું પ્રતિબિંબ જાણે ઊપસી આવ્યું છે. શ્રી ચિઘનંદજી પદ લે ગુગમ જ્ઞાનવિચારા'માં ગુરુમહિમા - પ્રા. ડૉ. કોકિલા હેમચંદ શાહ (પ્રા. ડૉ. કોકિલાબહેન મુંબઈ યુનિ.નાં પ્રોફેસર, કે. જે. સોમૈયા સેન્ટર ફૉર સ્ટડીઝ ઈન જેનિઝમમાં ઑનરરી પ્રોફેસર અને Ph.D. નાં ગાઈડ તરીકે સેવા આપે છે). "यस्य स्मरणा मात्रेण ज्ञानमुत्यद्यते स्वम्। ज्ञानस्य कारणं साक्षात् तस्मै श्री गुरवे नमः। धायनम्त्म गुरोर्मूतिः, पूजामलं गुरों पायम्। मन्त्रमूल गुरो वाक्यं मोक्षमूलं गुरोः कृपा"। સંસ્કૃતમાં ચારે શ્રી ચિદાના શ્રી કપુરચંદજી - અપરનામ શ્રી ચિંદાનંદજી મહારાજ વીસમી સદીમાં વિદ્યમાન હતા એમ તેમની કૃતિઓ પરથી જણાય છે. તેઓશ્રી અધ્યાત્મશાસ્ત્રના રસિક અને અધ્યાત્મતત્ત્વમાં નિપુણ હતા એ વાતની તેમની કૃતિઓ સાક્ષી પૂરે છે. તેઓશ્રી અષ્ટાંગયોગના સારા અભ્યાસી હતા તેથી તેમનામાં ઉત્તમ પ્રકારનું યોગબળ હતું તેમ જ કોઈ અજબ પ્રકારની શક્તિ-સિદ્ધિ વિદ્યમાન હતી એમ કહેવાય છે. તેઓ તીર્થ પ્રદેશમાં વિશેષ વાસ કરતા હતા એમ અનુમાન થાય છે. શત્રુંજય અને ગિરનારમાં તો અમુક ગુફા કે સ્થાન તેમના પવિત્ર નામથી અત્યારે ઓળખાય પણ છે. આ મહાપુરુષ આત્મા અને પરમાત્મા વચ્ચેના અભિસંધાન માટેની સેતુરૂપ બાબતોના અંગુલિનિર્દેશક, યોગશાસ્ત્રમાં પારંગત, અજબ સિદ્ધિ અને શક્તિના સ્તોત્ર તેમ જ ઉત્તમ સાધક હતા. શ્રી સમેતશિખરજી પર તેમનો દેહાંત થયો છે એવી દંતકથા સંભળાય છે. તેઓ નિઃસ્પૃહી હતા એમ તેમના સંબંધી સાંભળવામાં આવતી દંતકથા પરથી સિદ્ધ થાય છે. લોકપરિચયથી તેઓ અલગ રહેતા અને પોતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન છે. એમ લોક ભાગ્યે જ જાણી શકે એવી સાદી રીતે પોતાનું જીવન ગાળતા હતા. તેમ છતાં કાકતાલીય જ્યારે જ્યારે કોઈને તે વાતની જાણ થતી ત્યારે પ્રાય: પોતે તે સ્થાન તજી જતા હતા. તેમને અનેક સશાસ્ત્રોનો ગુરુ ભાષા નથી ભાવ છે. ભાવને ક્યારેય શબ્દમાં વ્યક્ત ન કરી શકાય ૯૧ - C
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy