________________
1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
બાયું રે... બેની ! મુંને ભીતર સતગુરુ મળિયા રે...'
(૧) સદ્ગુરુ સાહેબ સોઈ મળ્યા જેણે, અમ્મર નામ ઓળખાયો રે... (ભાણસાહેબ)
સદ્ગુરુ સાહેબ સોઈ મળ્યા જેણે, અમ્મર નામ ઓળખાયો રે...
ગુરુ પ્રતાપ સાધુકી સંગત, ભગત પદારથ પાયો.. મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦
કથતાં બકતાં ભયો કિનારો, ઉનમુનિ કે ઘર આયો રે,
નગર લોક સબ નિક ચલાયા, જીત નિશાન ઘુરાયો.. મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦
ચાર મળી ચૈતન ઘર આયો, પકડ પાંચ બુલાયો રે,
શબ્દ એક ટંકશાળ પડે ત્યાં, નિરભે નામ સુણાયો... મેરે સતગુરુ.. અમ્મર નામ
ઓળખાયો રે...૦
ઉસ ઉદ્દબુદા ધૂમ મચાયો, માંહી શમી હે માયો રે,
નદી નાવ સબ નીક ચલી હૈ, સાયર નીર સમાયો... મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦
અક્ષર એક સે જુગ ઉપાયા, સારૂં નામ સવાયો રે,
અકળ પુરુષ અવતાર ધરે ત્યાં, ભાણે ભેદ જ પાયો.. મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦
(૨) અમને ગુરુજી વહાલા અંતરમાં જોગણ થઈ લડાવું રે મારા
જંતરમાં (અક્કલદાસ)
અમને ગુરુજી વહાલા અંતરમાં, જોગણ થઈ લડાવું મારા જંતરમાં,
એ વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં....
જળના સૌ જીવ, કોઈનું બીજ નથી ઝૂઝવું વહાલા !
હે.. એનું તાલકું વધી જાય ગુરુના તંતરમાં...
જોગણ થઈ.., વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં..... અહીંની કમાણી સૌને અહીં આડી આવશે વહાલા !
હે.. સત્ય વહોરી લેજો ગુરુજીના છત્તરમાં... જોગણ થઈ.., વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં..... નારીએથી નર મોટા અમુલખ હીરા નીપજે વહાલા !
૫૩
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
ઈ પરભોમે પૂજાય ગુરુના પત્તરમાં..
જોગણ થઈ.., વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં..... સિધ્યા રે અક્કલદાસ ગુરુ ભીમ કેરે શરણે વહાલા ! હે... મારું મનડું મોયેલ મૈં માયાના મંતરમાં જોગણ થઈ.., વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં.....
(૩) અમારા અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા.. (દાસીજીવણ) અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે જી;
ગુરુજી ! અમારા અવગુણ સામું મત જોય... -અમારામાં અવગુણ રે...૦
ગુરુજી મારો દીવો રે, ગુરુજી મારો દેવતા રે જી; ગુરુજી મારા પારસમણિને રે તોલ...
-અમારામાં અવગુણ રે...૦
ગુરુજી મારા ગંગા રે, ગુરુજી મારા ગોમતી રે જી; ગુરુજી અમારા કાશી અને છે કેદાર... -અમારામાં અવગુણ .....
ગુરુ મારા ત્રાપા રે, ગુરુજી મારા તુંબડાં રે જી; ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર... -અમારામાં અવગુણ રે...૦ જાળીડાં મેલાવો રે ગુરુગમ જ્ઞાનના રે જી; ઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ...
-અમારામાં અવગુણ રે...૦
ભીમ ગુરુ શરણે રે દાસીજીવણ બોલીયા રે જી; દેજે અમને સંતચરણમાં વાસ...
-અમારામાં અવગુણ રે...૦
૫૪