________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કરવાની પ્રણાલી આપણા ભજનિક સંતોનાં ભજનોમાં જોવા મળે છે. પ્રીતમ કહે છે. ‘અંતરજામી ગુરુ આત્મા, સબ ઘટ કરે પ્રકાશ, કહે પ્રીતમ ચર અચરમાં, ગુર નિરંતર વાસ.' ગુરુશરણભાવ અથવા ગુમહિમા એ મધ્યકાળના તમામ સંતો, કવિઓ અને પરમભક્તોનું સર્વસ્વ છે. ‘ગુરુની સેવાયે અભેપદ પામીએ,’ એમ કહીને ગુરનું જે અંતરતમ સ્વરૂપ આપણી સામે સંતો ખડું કરે છે.
ગુરુમુખથી જે ‘વાણી’ નીકળીને શિષ્ય પાસે પહોંચે છે એમાં એક જાતની વિલક્ષણ વિદ્યુતશક્તિ હોય છે અને એક ક્ષણમાં જ એ શક્તિ સાધકશિષ્યને થીરમાંથી કંચન બનાવી દે છે. ગરપાથી જ અજ્ઞાની અને અપૂર્ણ મનુષ્ય દેવત્વ પ્રાપ્ત કરી શકે છે. ઉપનિષદકાળથી લઈને ભક્તિકાળ સુધીની વિવિધ સાધનાઓ તરફ નજર કરીએ તો જાણવા મળે છે કે સાધનાના પ્રત્યેક માર્ગમાં ઉચિત પથપ્રદર્શકની સદાને માટે અને પ્રત્યેક સાર પર જરૂર રહી છે. ગુરુ વિના એમાં સફળ થવાતું નથી એટલે જ્ઞાનપ્રાપ્તિ કે મોક્ષપદની પ્રાપ્તિ માટે ગુનો સાથ મેળવવો સાધકને માટે પહેલી શરત છે. | દીન દરવેશે કહ્યું છે : ‘ગુરુ બિન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય જય શ્રી ગુરદેવ.' ગુરની ખોજ કરીને એમણે શરણે એકવાર સાધક પહોંચી જાય તો અવિદ્યારૂપી તાળાં ઊઘડી જાય, જ્ઞાનકબાટ ખૂલી જાય ને અજવાળાં પથરાઈ જાય. સંતોએ ગુરને સાધનામાર્ગનો ભોમિયો કહ્યો છે અને ગુરૂ વિના સાધના કરનારને નુગરો કહીને ગાળ ફટકારી છે. ‘નુગરો એ તો સંતસમાજમાં ભારેમાં ભારે, છેલ્લી કોટિની ગાળ છે. સંસારની મોહિની માયાના આકર્ષણ સામે ટકી શકવાની શક્તિ સાધકને ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય ને લોઢામાંથી કંચન સરખા તેજસ્વી બનવાનું સૌભાગ્ય પણ ગુરૂની કૃપા હોય તો જ મળે, નહીંતર સામાન્ય માનવી કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે સાધનાના ભયંકર શત્રુઓ સામે ક્યાંથી ઝઝૂમી શકે?
જેવી રીતે કુંભાર માટીનાં વાસણોને પોતાનો મનચાહ્યો આકાર આપે છે. બનાવતી વખતે ઉપર તો ટપલાનો માર મારે છે, પણ અંદર કોમળ હાથનો સહારો આપે છે એમ ગુએ પોતાના શિષ્યના વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું હોય છે. કબીરે પોતાની સાખીમાં કહ્યું છે : “ગર કુમ્હાર શિષ કુંભ હૈ, ગઢિ ગઢિ કાઢે ખોટ, અંતર હાથ સહાર દે, બાહર બાહે ચોટ.' આ રીતે શિષ્યને પોતાના કઠોર જણાતા શાસન નીચે રાખીને કડક નિયમોનું પાલન કરાવીને સાથેસાથે પોતાની કૃપા અને ઉદારતા, હૃદયની કોમળ જતાથી પીઠ પસવારતા જઈને યોગ્ય માર્ગદર્શન આપ્યા કરે છે અને પછી સંતકવિ ગાય છે કે: ‘મારા સરની કૃપાથી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ
પ૧
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આ પાંચ મહાભૂતોના પદાર્થોથી પર એવા પ્રેમપદમાં મને બ્રહ્મતત્વની પ્રાપ્તિ કરાવી છે. જ્યાં આનંદની હેલી થાય છે ત્યાં બધી બ્રહ્માકાર વૃત્તિઓ રૂપી સાહેલીઓ એકઠી મળી છે, મેરુદંડનો મંડપ છે, તેની મધ્યમાં તે વૃત્તિઓ બ્રહ્માનંદ ઝીલે છે. આ પિંડની ત્રણે મુખ્ય નાડી-ઈડા, પિંગલા અને સુષુમ્યા, ગંગા, યમુના અને સરસ્વતી-જ્ઞાન, ભક્તિ,યોગ એકાકાર થાય છે અને બ્રહ્માનંદ ઝરે છે. માથે સતગુર સંતનો પ્રતાપ હોવાથી વૃત્તિ-મારી સુરતા તેમાં સ્થિર થાય છે. અધઃમાં અને ઊર્ધ્વમાં સંસારના અને પરમાર્થના ઘાટે અલખ પરબ્રહ્મનો જ અનુભવ થાય છે તે જોઈને હું આનંદવિભોર બની જાઉં છું. ત્યાં શૂન્ય મંડલની મધ્યમાં ‘સોહમ'-હું તે છું-તે અનુભવની સાથે તે વૃત્તિ ઘેરી રમણાઓ રમે છે. એવી બાહ્ય-ભીતર બ્રહ્માકાર વૃત્તિની સાન કોઈ વિરલા અનુભવીઓ જ જાણે છે.'
પણ અહીં મહિમા ગુરુપદનો છે, કોઈ પણ મનુષ્ય ગુરુ જીવંત તરીકે તો સાંસારિક જીવનમાં પાંચ તત્ત્વના પિંડમાં બંધાયેલો હોવાથી તેને આધિવ્યાધિ ઉપાધિ કે જન્મ, જરા અને મરણના બંધનમાં રહેવું પડે છે. તેને ભૂખ લાગે, તરસ લાગે, તાવ આવે, કામ-ક્રોધ-મોહ-લોભ-તૃષ્ણ-અપેક્ષા જાગે, એ તમામ મર્યાદાઓ પિંડની કે દેહની છે, પણ શિષ્ય માટે એમની દેહાતીત દશા જ અગત્યની છે, જ્યારે ગુરુપદની ભૂમિકાએ બિરાજીને એ ઉપદેશ આપતા હોય ત્યારે એ મર્યાદાઓ ગૌણ બની જાય, કારણકે કોઈ ગુર પોતાના કોઈ શિષ્યને ખભા પર બેસાડીને અધ્યાત્મની યાત્રા કરાવી શકતો નથી. એ તો કેડી બતાવે, માર્ગ ચીંધ, પંથ દેખાડે, એ પંથે ચાલવાનું તો હોય સાચા સાધકે અને પોતાની ભીતરમાં જ વસી રહેલા સની ઓળખ કરી એની પ્રાપ્તિ કરવાની હોય.
આ રીતે ગુરૂપદ એ સૌથી મોટી ચીજ છે. ગુરુ દત્તાત્રેય ચોવીશ ગુર કરતા હોય, દાસીજીવણસાહેબને સત્તર ગુર છોડ્યા પછી અઢારમા ભીમસાહેબ મળે અને અંતરમાં અજવાળું થાય ત્યારે આગળના સત્તર ગુરુઓએ જે વિધવિધ પ્રકારની સાધના કેડીઓ બતાવેલી એ સૌનો પણ એટલો જ ફાળો હોય, શ્રીફળ પાંચમા ઘાએ વધેરાય, પણ અગાઉના ચાર ઘા એને ખોખરું કરનાર હોય તેથી એનું મૂલ્ય પણ ઓછું ન અંકાય.
આમ દરેક મનુષ્યના જીવનમાં એક્ઝી વધારે ગુઓ આવે - એમ કરતાં કરતાં પોતાનાં પિંડ પ્રકૃતિ પ્રાણને અનુકૂળ અનુરૂપ સાધના બતાવનારો એનો સતગુર મળે જેણે બતાવેલી કેડીઓ ચાલતાં ચાલતાં શિષ્ય પોતાની અંદર જ બિરાજમાન પરમગુર સુધી પહોંચી શકે અને જ્યારે પરમગુર મળે ત્યારે જ પોતાના આત્માની ઓળખ થાય. પછી એ સાધક સંત લખીરામની માફક ગાઈ ઊઠે : વરતાણી છે આનંદ લીલા મારી
પર