________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... કબીરના ગુરુમહિમાના દોહા
ગુરુ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગાં પાય;
બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય. ગુરુ અને ગોવિંદ બેઉ સાથે ઊભા. હું પગે કોને લાગું? ગુરુદેવને જ ! કેમ કે ગોવિંદની ઓળખ એમણે કરાવી. ગુર સિવાય આ બલિહારી કોઈ કરી શકે તેમ નથી.
સબ ધરતી કાગદ કરું લેખનિ સબ બનરાય, સાત સમુંદર કુ મસી કરું ગુરુ ગુન લિખા ન જાય.
આખી ધરતીનો કાગળ બનાવું. બધી વનરાઈ કલમ બનાવું. સાત સમુદ્રની શાહી બનાવીને લખવા બેસું તો પણ ગુરુના ગુણનું લખાણ કે ગાન થઈ શકે તેમ નથી.
યહ તન બિષ કી કેલરી ગુરુ અમૃત કી ખાન, સીસ કટારે ગુરુ મિલે તો ભી સસ્તા જાન.
શરીર વિષની વેલ છે. ગુર અમૃતની ખાણ છે. માથું કાપી આપતાં પણ જે ગુરુ મળી જાય તો વસ્તુ સસ્તામાં મળી, સોદો સસ્તામાં પત્યો એમ માનજે..
સતગુરુ સમ કો હૈ સગા સાધુ સમ કો દાત, હરિ સમાન કો હિત હૈ હરિજન સમ કો જાત.
સદગુર ન હોય તો ત્યાં અજવાળું કઈ રીતે હોઈ શકે? ઘર એટલે જીવન. ચોસઠ દીવા અને ચૌદ ચંદ્રની રોશની એટલે બહારની, ભૌતિક સોયબી. સતનું અજવાળું જુદું છે.
જબ મેં થા તબ ગુરુ નાહીં અબ ગુરુ હૈ હમ નાહીં
પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાહિં જ્યાં સુધી હું હતો ત્યાં સુધી ‘ગુરુ ન હતાં અર્થાત્ જ્યાં સુધી અહંકાર હતો ત્યાં સુધી પરમાત્મા ન હતો. હવે કેવળ ગુરુ જ છે, હું નથી. આ તો પ્રેમની ગલી છે અને એ એટલી બધી સાંકડી છે કે એમાં બે જણ સમાઈ શકે તેમ નથી. પ્રેમના દેશમાં ‘બે જણની ઉપસ્થિતિ સંભવ જ નથી. એ તો એક માત્ર અદ્વૈત એકાકારની સ્થિતિ છે. ત્યાં તો પ્રેમ એ જ પ્રવેશ છે. પ્રેમ એ જ પંથ છે અને પ્રેમ એ જ પ્રાપ્તિ છે.
અબ ગર દિલ મેં દેખિયા ગાવન કો કુછ નહીં,
કબીરા જમ હમ ગાવતે, તબ ગુરુ જાના નાહીં હવે ગુરને દિલની અંદર નિહાળી લીધા., હવે ગાવાનું. બોલવાનું, વર્ણવવાનું. કહેવા-કથવાનું કશું જ રહ્યું નહીં. કબીર કહે છે કે જ્યારે હું ગાતો, બોલતો હતો,
- ૩૯
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... ગાવા બોલવા અને કહેવા કથવામાં પડેલો હતો ત્યાં સુધી ગુર અજાણતા હતા. ગુરુ એ બહારનો, બોલવાનો કે બીજે બતાડવાનો વિષય નથી. ખુદમાં ખોવાઈ જવાનો વિષય છે. બોલવા માટે બહાર આવવું પડે અને એમ કરવા જતાં અંદરનો દેશ છૂટી જાય
સતગુરુ પારસ કે સિલા દેઓ સોય વિચાર
આઈ પડોસિન લે ચલી દીયો દિયા સંવાર. વેળાસર વિચાર કરી લેતી જજે. સદગુર પારસમણી છે. કાળરૂપી પડોશણ અર્થાત્ મૃત્યુ આવીને તને ઉપાડી જશે ત્યારે સદગુર વિના કોણ તારો દીવડો થશે.
ગુર સિંકલીગર કીજીયે મનહિ. મસ્કલા દેય.
મન કી મૈલ છુડાઈ કે ચિત દરપન કરિ લેય. સિંકલીગર એટલે સરણીયો. તું એવા ગુરુ કરી લે. તેઓ સરાણીયાની જેમ મિલનતાઓ ઘસી નાખી ચિત્તના દર્પણને ચોખ્ખું કરી દેશે.
સદગુરુ સોઈ દયા કર દીન્હા, તાતે અનચિન્હાર મૈ ચીન્હા,
બિન પગ ચલના બિન પંખ ઉદ્ધના, બિના ચંચકા યુગના. સદગુરુ એ જ દયા કરી. જેના થકી અણજાણ વસ્તુને હું જાણી શક્યો છું. પણ વગર ચાલવાનું. પાંખ વિના ઊડવાનું અને વિના ચાંચે ચણવાનું એમણે જ શીખવાડ્યું.
ગુર કુમાર સિષ કુંભ હૈ પલ પલ કાઢે ખોટ,
અન્તર હાથ સહાર કે બહાર મારે ચૌટ. ગુરુ કુંભાર છે. શિષ્ય ઘડો છે. ઘડો ઘડતી વખતે કુંભાર બહારથી ટપલા વડે ખૂબ ટીપી ટીપીને એને ઘાટ આપે છે. ગુરુ ઘડવૈયા છે. શિષ્યની ખામીઓને ટીપીટોકીને દૂર કરે છે. આ ટીપવાનું કે ટોકવાનું ઘડતર માટેની રીત છે. કુંભાર જ્યારે ઘડો ઘડે છે ત્યારે એક હાથ વડે બહારથી ટીપે છે પણ બીજા હાથ વડે અંદરથી આધાર આપે છે.
સિષ શાખા બહુત કિયે સતગુર કિયા ને મિત્ત,
ચાલે થે સતલોક કો બીચ અટકા ચિત્ત. શિષ્યો, શાખાઓ બહુ વીતર્યા, વધાયાં પણ સદગુર પરમાત્માની નિર્ભેળ હૃદયમૈત્રી, એકતા બની નહીં તો નીકળ્યા હતા સત્યલોકમાં જવા, પણ ચંચળ ચિત્તે સંસારમાં જ અટકાવી દીધા
સિષ તો ઐસા ચાહીએ ગરકો સરબસ દેય. ગુર ઐસા ચાહીએ સિષ કા કછુ ન લેય.
YO