________________
...
Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગુરુનાનકની અન્ય રચનાઓ જોઈએ તો તે આ પ્રમાણે છે :
આરંભમાં પરમેશ્વરના ગુણોનું વર્ણન છે. તેમાં પરમાત્માની સર્વ વ્યાપકતા તેમ જ તેના અજર, અમર, અલખ, અગમ સ્વરૂપનો મહિમા ગાયો છે. આધ્યાત્મિકતાનાં લગભગ સર્વ મુખ્ય પાસાં પર ગંભીરતાથી વિચાર દર્શાવ્યા છે. અંતમાં દર્શાવ્યું છે કે સાચા પરમેશ્વરની પ્રાપ્તિ કેવળ ગુરુની દયામહેરથી જ થઈ શકે છે.
આસા દી વાર: નાનકસાહેબની પ્રાત:કાળમાં ગવાતી વાણીનો સંગ્રહ છે. આ રચનામાં જીવ પોતાની વર્તમાન નિમ્ન અવદશામાંથી ઉપરની ઊંચી આત્મિક અવસ્થા શી રીતે પ્રાપ્ત કરી શકે અને પરમાત્માની પ્રાપ્તિ માટે કેવી રીતે તૈયાર થઈ શકે છે તેની ચર્ચા કરવામાં આવી છે.
૨હરાસ: શીખોની સંધ્યાની પ્રાર્થનાનો એક ભાગ છે. એમાં નાનકની વાણીનાં બે પદ છે. તેમાં પરમાત્માના નામની સાચી લગની બતાવી છે. કહ્યું છે કે પરમાત્માના નામમાં જીવન છે અને તે નામને ભૂલવામાં મૃત્યુ છે. પરમાત્માના સાચા નામની આરાધના ઘણી કઠણ છે.
આરતી : શીખોની રાતના સૂતાં પહેલાં ગાવાની પ્રાર્થના છે. તેમાં નાનકજી આરતીના ઈષ્ટ પરમાત્માનો મહિમા કરતાં કહે છે કે તેને કોઈ રંગ, રૂપ કે આકાર નથી. તેને કોઈ આંખ, કાન, હાથ-પગ નથી, પરંતુ તે સર્વ રંગ, રૂપ, આંખ, કાન, હાથ-પગમાં સમાયેલો છે. તેનું કોઈ રૂપ નથી, પરંતુ અનંતરૂપ તેના જ પ્રકાશને પ્રગટ કરે છે. ઘટઘટમાં તેની જ્યોત જલી રહી છે, પરંતુ એ જ્યોતનાં દર્શન સરના ઉપદેશ મુજબ ચાલવાથી થાય છે. આ વિસ્મયકારક આરતીનું જ્ઞાન પણ હરિઇચ્છાથી થાય છે.
સોહલા : તેને પ્રશંસાગત પણ કહે છે. આ દિવસની અંતિમ પ્રાર્થના છે. જે રાત્રે સૂતી વખતે ગવાય છે.
પ્રહર : આમાં મનુષ્યજીવનને ચાર ભાગમાં વહેંચવાની પરંપરા બતાવી છે. નાનકજીએ જીવનની ચાર અવસ્થાઓને રાત્રિના પ્રહારો સાથે સરખાવી છે. દરેક પ્રહરનું વર્ણન ગૂઢ આધ્યાત્મિક રહસ્યથી પૂર્ણ કરવામાં આવ્યું છે.
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
પટ્ટી : આવાં કાવ્યોમાં લેખક બારાખડીના દરેક અક્ષરનો આધાર લઈ પોતાના વિચારો રજૂ કરે છે. ગુરુ નાનકે આ પટ્ટી નાનપણમાં જ પોતાની શાળામાં લખવાની સ્લેટ પર લખી હતી.
બારમાહા : આ કૃતિમાં દરેક મહિનાને મનુષ્યજન્મની ઉપમા આપી તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે..
દકખણી ઓંકાર : આ કૃતિમાં ૫૪ કડીઓ છે. એનો મુખ્ય વિષય સૃષ્ટિની રચનાનું સ્વરૂપ તથા પરમાત્માનો મહિમા છે.
નાનકની વાણીમાં ગુરુમહિમા ગુરુ નાનકનું સંસારમાં આવાગમન એવા સમયે થયું જ્યારે સંસારમાં સાચો ધર્મ લુપ્ત થઈ ગયો હતો. લોકો અંધવિશ્વાસ, પાખંડ, કપટ, આડંબરના સડાથી પીડાતા હતા. તે સમયે નાનકે લોકોને વિવેક અને તર્કની સાથેસાથે આશા તથા આનંદનો એક સંદેશ પણ આપ્યો, જે અજ્ઞાન, અવિશ્વાસ અને નિરાશાથી ચારેતરફ ફેલાયેલા અંધકારને દૂર કરવામાં સમર્થ હતો, પરંતુ આ અજ્ઞાન અને અંધકારને દૂર કરવા માટે મનુષ્યને ગુરુની આવશ્યક્તા છે. ગુરુ વિના મનુષ્ય અપૂર્ણ-અધૂરો છે. મનુષ્ય માયાની જાળમાં ફસાયેલો છે તેમ જ જન્મ-મરણનાં ચક્રમાંથી છૂટી શકતો નથી, પરંતુ પરમાત્માને મનુષ્યની આ મુશ્કેલીની ખબર છે તેથી તે સંસારમાં પૂર્ણ ગુરૂને દરેક કાળ અને સમયમાં મોકલે છે. સરુ તે પરમાત્માનું પ્રગટરૂપ છે, જેને પ્રેમ કરી શકાય છે.
નાનકજીએ કહ્યું છે કે ગુરુ એ એક એવા મહાત્મા છે, જેમણે પોતાની આત્મિક ચઢાઈ દ્વારા પરમાત્માની સાથે મેળાપ કરી લીધો છે અને બીજા જીવોને પણ પરમાત્માની સાથે મેળાપ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે,
ગુર કુંજી પાહૂ નિવલ મન કોઠા તન છત || નાનક ગુરુ બિન મન કા નાક ન ઉઘડે અવર ન કુંજી હત્યા (આદિગ્રંથ પૃ. ૧૨૩૭)
સર ચાવી છે, જીભ તાળું છે, મન કોઠો છે અને તન છત છે. ગુરૂ વિના આ તાળું ખૂલી શકતું નથી અને ગરુ સિવાય કોઈ બીજાની પાસે તેની ચાવી નથી. ગુરુ માટે નાનક કહે છે કે,
- ૮૨ -
૮