________________
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... આપે મારા હાથમાંથી ઝેરનો પ્યાલો આંચકી લીધો અને મને અમૃતપાન કરાવ્યું, મૃત્યુમાંથી મુક્તિ આપી.
Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... આ તપોધની સંતમાં તપ, જ્ઞાન સાથે નમ્રતાના ગુણનો ત્રિવેણીસંગમ જોવા મળે છે. આ ગુણની એક પંક્તિમાં જ સાંગોપાંગ દર્શન થાય છે. “પ્રાણસુર પ્રતાપથી કાલુંઘેલું ચીતર્યું કામ" ગુરુદેવે રચેલ દુહાની આ પંક્તિમાં કરેલી માર્મિકતા ભરી છે. પોતાને મહાન નહિ માનતા, પણ ગુરુદેવને મહાન માની આ કૃતિની રચના કરી છે. અહીં પોતાના ગુરુ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણલાલજી મ.સા. પ્રત્યેના તેમના સમર્પણભાવનું દિવ્યદર્શન થાય છે.
| ‘ઋષભચરિત્ર મહાકાવ્ય'ની રચના પહેલાં મંગલાચરણ પછી “ગુરુવંદના'ના દોહાઓની રચના કરી છે.
પરમ દાર્શનિક નેત્રજ્યોતિપ્રદાતા પૂ. જયંતમુનિજી મ.સાહેબે આ દોહાનું સરળ છતાંય રસાળ અને તત્ત્વસભર શૈલીમાં રસદર્શન કર્યું છે તેનું આપણે પાન કરીશું.
“ગુરુવંદના” પ્રથમ નમું ગુરુદેવને ચિત્ત સ્મરણ તાજાં થાય અન્ય બદલા બીજા વળે ગુરુ બદલો નહિ વળાયા ગુરુ આપ ચરણ તળે પદ્ગલ થઈ પથરાઉં છતાં તેથી ત્રણ કાળમાં ગુણ ઓશિંગણ ના થાઉં.
સર્વ પ્રથમ હું ગુરુદેવને યાદ કરું છું ત્યારે મારા મનમાં આપના બધા ઉપકારનું સ્મરણ તાજું થાય છે. હકીકત એવી છે કે સંસારમાં ઉપકારનો બદલો વાળવામાં આવે છે, પરંતુ ગુરઉપકારનો બદલો વાળવો મુશ્કેલ છે. આપ ગ્રુભગવંતનો મહિમા એટલો બધો છે કે મન કહે છે કે આપનાં ચરણની રજ બનીને રહું અને ઘણા જન્મ સુધી ચરણોમાં રહ્યા છતાં હું આપનો “ઓશિંગણ" અર્થાત્ આપની સેવા માટેનું એક ઓશીકું પણ ન બની શકું. આપના ઉપકારના બદલામાં એક નાની વસ્તુ પણ અર્પણ કરવી સંભવ નથી.
મિથ્યા દશ્ય મિટાવીને ઓળખાવ્યા અરિહંત સુકાની બની બચાવિયો સુમને બતાવ્યા સંતા વળી વહેતો નર્ક નિગોદમાં કર્યો શિવપુર સન્મુખ સુખ સ્થાન બતાવીને ભાંગ્યું ભવાંતર દુઃખ. (૩)
આગળ ચાલીને કવિશ્રી ગુરુદેવનો ઉપકાર અભિવ્યક્ત કરતાં કહે છે કે, આપે માયાવી મિથ્યા ઝાળને મારી નજરમાંથી હટાવી દીધી. અરિહંતપ્રભુને ઓળખાવ્યા, માનું તો આપ ડૂબતી નાવના સુકાની બન્યા અને શાંતિપૂર્વક સંતનો પરિચય આપ્યો. હું તો નરક નિગોદ તરફ લક્ષ રાખી ઊંધે રસ્તે જતો હતો, પરંતુ આપે મારી દિશા બદલી શિવપુરી તરફ સન્મુખ કર્યો, અર્થાત્ મુક્તિ તરફ વાળ્યો. ખરેખર, જે સત્ય સુખનું સ્થાન હતું તે બતાવીને ભવાંતરના ભયંકર દુ:ખનો અંત કરાવ્યો.
લખે લલકારા જીભના નહીં અણુમાત્ર ઉપકાર મિથ્યા માફી માગવી નહીં આપ ઉપકારનું ભાન લખે બદલો જો વળે તો, ચીતરું પૃથ્વી પહાડ બોલ્યાથી બદલો જો વળે ત્રણ લોક પોંચાવું ત્રાડ. (૪)
માણસ એમ માને છે કે સારું બોલવાથી કે શબ્દો દ્વારા ઉપકારનો બદલો વાળી શકાય છે, પરંતુ કવિશ્રી આ વાત પર તીખો કટાક્ષ કરે છે. બોલીને બદલો વાળવો એ જીભના લલકારા છે. બોલવા માત્રથી એક અણુ જેટલો પણ બદલો વળતો નથી અને એ રીતે ઉપકારનું ભાન કર્યા વિના મિથ્યા માફી માગવી તે પણ ઉચિત નથી. આગળ ચાલીને કવિશ્રી કહે છે કે જો બોલવા માત્રથી કે લખવા માત્રથી બદલો વળી શકતો હોય તો હું પૃથ્વી અને પથ્થર પર લાંબી લાંબી કવિતાઓ કોતરાવી દઉં, પરંતુ આ લખાણની કોઈ કિંમત નથી તેમ જ જોરજોરથી જો ઉપકારનો બદલો પોકારી શકાતો હોત તો ત્રણ લોક ગજાવી દઉં, પરંતુ હકીકતમાં બોલી કે લખીને બદલો વાળવાનું પર્યાપ્ત નથી.
અઘોર અટવિ સંસારની, ભવભમણ અનંતોકાળ કર ઝાલી પ્રભુ કાઢિ ચો, લઈ સેવક તણી સંભાળ ભૂલ્યા ભાન સંસારમાં, ભૂલ્યાને આપ્યું જ્ઞાન ઝેર પ્યાલો ઝડપી લઈ, કરાવ્યું અમૃતપાન. (૨)
ગરદેવ અનંતકાળથી આ સંસારની ઘનઘોર અટવિમાં રઝળપાટ કરતો હતો, પરંતુ આપે હાથ પકડી આ અટવિમાંથી બહાર કાઢી મારી સંભાળી લીધી. હું તો સંસારમાં ભાન ભૂલ્યો હતો, પરંતુ મારા જેવા ભૂલ્યાને આપે જ્ઞાન આપ્યું. ખરેખર
• ૧૭૯
૧૮૦