Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 110
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સી એષ : પૂર્વષામયિ ગુરુ કાલેના તે વચ્છેદાતા. જે કાળના કામ વડે પણ છેદાય નહીં તે જ ગુરુ છે. આમ, શ્રી રમૂજીલાલ જેમણે મોક્ષધર્મી સંપ્રદાય સ્થાપ્યો ‘ પરમાત્મા’ના નાદ સાથે ધ્વનિત થયેલ છે. મોક્ષદાતા દિવ્ય સદ્ગુરુ વલ્લભરામ હતા. રમૂછલાલ એ, એમના દરેક ગ્રંથમાં ગુરુમહાત્મને મુક્તકંઠે ગાયો છે. જેમણે પોતાનું સમગ્ર જીવન કર્મસેવામાં અર્પણ કર્યું. મોક્ષમાર્ગીઓને સનાતન ધર્મનું તત્ત્વજ્ઞાન આપ્યું. પરમનિવાસી પરબ્રહ્મનિષ જ્ઞાનદાતા સર વલ્લભરામ સૂર્યરામ વ્યાસ પ્રાણવાધિકતા મોક્ષમાર્ગાચાર્ય ગુરુદેવ રમૂજીલાલની આ ગુરુગીતા ગુરુના મહિમાને ગૌરવાન્તિ કર્યું છે. રમૂજી-સ્મૃતિ'માં ઉધૃત ‘ગુરુગીતાના શ્લોક - ૨૮૦ જેટલા છે. એમાંથી નિયતાંશ ભાગને જોઈશું. સદ્ગુરુ વલ્લભરામે સ્વેચ્છાથી રમૂજીલાલને ગુરુગાદીએ બેસાડયા હોવાથી રમૂજીલાલ સાક્ષાત્ ગુરુ હતા અને છે, છતાં તેઓએ જીવનપર્યત બહુ ઉચ્ચ કક્ષાનો શિષ્યધર્મ પાળ્યો હતો તે તેઓએ શિષ્યો પર લખેલા પત્રોમાંથી તારવી શકાય છે. શિષ્યનું સર્વસ્વ સર જ હોય છે, તે સત્ય છે. સદ્ગુરુ અને પરમાત્માને એક જ માનવા જોઈએ અને જે બિલકુલ અશક્ય કાર્ય હોય તે પણ માત્ર સરુની ભક્તિથી અને સરની શક્તિથી પાર પડે છે. એક ભક્ત કે શિષ્ય સરુનો જ બને છે, ત્યારે સદ્ગરની સર્વ શક્તિઓ તેનામાં ઊતરે છે. સંસારમાં સાંસારિક એટલે વ્યવહારનું જ્ઞાન પણ જે તે વિષયના જ્ઞાન કુશળ મનુષ્ય વિના પોતાની મેળે પ્રાપ્ત કરી શકાતું નથી, તો આત્મકલ્યાણ (મોક્ષ)ની સિદ્ધિ માટે પારમાર્થિક જ્ઞાન સ્વત: પ્રાપ્ત કરવું સર્વથા અસંભવિત જ છે. વેદાંત, યોગ કે ભક્તિના ગ્રંથો વાંચી જવાય તોપણ તેમાં રહેલું ગુપ્ત રહસ્ય વાચકથી ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ સર વિના સમજી શકાતું નથી. શ્રીમદ્ ભાગવતના દશમ સકં ધમાં વેદસ્તુતિના પ્રસંગમાં કહ્યું છે કે: વિજિતકુપીકવાયુબિરદાંતમનડુરાં, ય ઈહ યતંતિ યંત્મતિલોકમુપાયખિદ: I વ્યસનશતાવિતા: સમવાય ગુરોથરણું વણિજ ઈવાડજ સંત્યકૃતકર્ણધરા જલધૌ હે અજન્મા ! અતિચંચળ મનરૂપી ઘોડો, ઈન્દ્રિયોનો નિગ્રહ તથા પ્રાણનો જય કરનારાઓથી પણ વશ કરાયો નથી; તેને વશ કરવા જે પુરુષો સદ્ગરના ચરણકમળનો ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આશ્રય લીધા વિના પોતાની મેળે પ્રયત્ન કરે છે, તે જેમ કોઈ મોટો વ્યાપારી વહાણ ચલાવવામાં કુશળ નાવિક (ખલાસી)નો આશ્રય લીધા વિના પોતાની મેળે વહાણ ચલાવી સમુદ્ર પાર કરવા જતાં સમુદ્રમાં જ પડયો રહે છે તેમ અનેક દુઃખોથી વ્યાકુળ થઈ ભવસાગરમાં જ પડ્યા રહે છે. જે જે માણસો પાસેથી કાંઈ પણ જ્ઞાન યા શિક્ષણ લેવામાં આવે છે તે તે સર્વને સુજ્ઞ પુરુષો ગુરુ માની તેમના પર પૂજ્યભાવ રાખે છે. પણ જે જીવનમુક્ત સપુરુષ પાસેથી બ્રહ્મવિદ્યા યા આત્મકલ્યાણનાં સાધનો પ્રાપ્ત કરાય છે એવા અકારણ કૃપાના સાગર પ્રત્યક્ષ ઈશ્વરરૂપ સત્પષો વિશે તો ગુરુ નહિ, પણ સદ્ગભાવ રાખી તન, મન, ધન અને આત્માથી તેમની સેવા કરતાં તેમના નિરંતરના આભારી થઈને રહે છે. આવા સરપદને યોગ્ય સપુરુષ કોઈને શોધ્યા જડતા નથી, કારણકે પરમેશ્વરનો જે જીવ પર અનુગ્રહ થયો હોય તેને જ સદ્ગરનો લાભ મળે છે. યાવન્નાનુગ્રહ: સાક્ષાજજાયતે પરમેશ્વરા તાવન સદ્ભર કશ્વિત્સચ્છાä વાપિ નો લભેત્ | કોઈ પણ માણસ પર જ્યાં સુધી સાક્ષાત પરમેશ્વરની કૃપા થતી નથી, ત્યાં સુધી તેને સાસ્ત્રની કે સદ્ગુરુની પ્રાપ્તિ થતી નથી. શિષ્યનાં સંકટ ભાંગનારા સરુ જગતમાં બહુ વિરલ હોય છે. સદ્ગર એ નામ સર્વને માટે નથી. સદ્ગુરુ કોને કહેવાય? આ સંબંધમાં ગુરુગીતામાં કહ્યું છે કે: કરુણાખડગપાતન ચ્છિક્તા પાશાષ્ટકં શિશો. સમ્યગાનંદજનક: સર: સોડભિધીયતા (શ્લોક. ૧૧૪) કરુણારૂપી પગપાત વડે શિષ્યના આઠ પાશો (પશુ ભાવરૂ૫ બંધનો) (તિરરકાર), લજા, ભય, શંકા, નિંદા, કુલાભિમાન, શીલસ્વભાવ અને જાતિઅભિમાન) કાપી, સ્વરૂપાનંદ પ્રકટાવે છે તે સદ્ગુરુ કહેવાય છે. ગુરુ શબ્દમાં ગુ અંધકારવાચક છે અને રુ તેનો નિરોધકર્તા છે, એમ અંધકારનો વિનાશ કરનાર તે સદગુરુ એ પ્રમાણે કહેવાય છે. ગુરુ શબ્દમાં ગુ એ અંધકારવાચક છે અને સુ તેજવાચક છે, એમ અજ્ઞાનનો નાશ કરનારા તે સાક્ષાત્ પરબ્રહ્મ-નારાયણ જ છે એમાં શંકા નથી. ગુરુ શબ્દમાં ‘ગુકાર”ગુણાતીત અને રુકાર રૂપાતીત છે, માટે માયિક ગુણ અને રૂપના વિહીનપણાથી સદ્ગુરુ એ પ્રમાણે કહેવાય છે. (ગરુગીતા, શ્લોક ૩૧, ૩૨ અને ૩૩). શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ અને પરમકરૂણાવાન પુરૂષ જ સર થવાને યોગ્ય છે. ૨૧૮ ૨૧૭

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121