Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 118
________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ભક્તિ વિના - હોથી. wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ડુંગરપરી કહે છે કે ગુરુ આપણને એવા અગોચર દેશનું દર્શન કરાવે છે, જ્યાં એવા સુકૃતના સર્જનની પ્રેરણા થાય ને કરમના દળીયા ખરી પડે છે આત્મ પ્રદેશનું અજવાળું દેખાય છે ગુરુના દિવ્ય શબ્દોના ધ્વનિના પ્રતાપે મારી ચર્ચા એવી બને છે કે મારા સઘળા પાપો નષ્ટ થઈ જાય છે સરએ જ મને પ્રમાદની મોહનિદ્રામાંથી જગાડી અટકર્મના કાલીનાગ રૂપી જમડાથી છોડાવી અમૃત મુક્તિમાર્ગનું દર્શન કરાવ્યું છે એવા ગુરને તો શરીરની ચામડીમાંથી મોજડી બનાવી પહેરાવું તોય ઓછું છે એમ કહી ગુરુનો મહિમા પળ પળ વખાણે છે. દર બંધ હોઠની ઋજુ ક્ષિતિજે, સ્મિતના સૂરજ ઊગ્યા ગુરુ, તારી આંખના અણસારા, મારી ઊરની ભોમમાં ઊગ્યા. ભક્તિ ભાવ વિના ના'વે ગુરુગમ કયું પાવે, કયું પાવે મનડાનાં મેલાં ને હાલે કરેલા તેને સતગુરુ શું સમજાવે મેલી મરજાદા હાલે ઉભેરા એ તો ભીંતેમાં ભટકાવે સલીલ ભક્તિના સપના આવે મર પાટે જઈ જ્યોતું જગાવે દલમાં દુબધા ભતીર નવ ભીંજ્યાં ફોગ પીર થઈ પૂજાવે પ્રમથ સંતની સેવા ન કીધી અનેક વાત મર લાવે ગુજ્ઞાન વિના, સંતના શબ્દ વિના પ્રેમ લગન વિના ગાવે કાગાની સંગતે કુબુદ્ધિ આવે સાન તો સંતની ના'વે દાસ હોથી કહે સંત સેવ્યા વિના નિચે ચોરાસીમાં જાવે મેલા મનડાં, કફેલી, અવિનવી વર્તાવ અ% ને અભિમાની વ્યવહાર આ બધું માનવીની નાવને ખરાડે ચડાવે છે અને નાના ચૂરેચૂરા કરી કરી નાખે છે. ભજનકીર્તન કરે પણ સપનાં તો વિષય-વાસનાનાં જાગતાં ને ઊઘતાં આવે છે. તેથી સંત કવિ હોથી કહે છે, ગુરુના સાન્નિધ્ય વિના ચોરાશીના ચક્કરની બહાર નીકળશો નહીં. - ૨૩૪ જ્યારે ગુરુ પ્રત્યે આત્મિક અહોભાવ હોય, ત્યારે ગુરુ સાથે પૂર્ણ કને ક્શન થાય. શિષ્ય એને જ કહેવાય, જેને ગુરના હિત કરતાં પણ ગુરુના હેતુ પ્રત્યે હેત હોય. ૨૩૩

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121