________________
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા દવ તો લાગેલ - મીરાંબાઈ
વ તો લાગેલ ડુંગરિયે
કહોને ઓધાજી, હવે કેમ કરીએ ? દવ તો લાગેલ ડુંગરિયે.
હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ, બેસી રહીએ તો અમે બળી મરીએ - આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,
પરવરતીની પાંખે અમે ફરીએ - સંસાર-સાગર મહાજળભરિયો, વહાલા,
બાહેડી ઝાલો નીકર બૂડી મરીએબાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર,
ગુરુજી તારો તો અમે તારીએ, દવ તો લાગેલ ડુંગરિયા.
આ ભજમાં આવતા ‘ડુંગરિયે દવ' વિશે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે તે ભગવદ્વિરહનો દાવાનળ છે કે સંસારની અસારતાનો ? આ ભજન વૈરાગ્યનું છે કે વિરહનું ? ભજનમાં ઓધાજીને સંબોધન છે એ જ દર્શાવે છે કે કૃષ્ણ-વિહરમાં વ્રજની જે અવસ્થા થઈ છે એનું અહીં વર્ણન છે. ઉદ્ભવના જ્ઞાન સંદેશ સામે ગોપીઓના પ્રેમાનલની કથની જાણીતી છે, પણ જ્ઞાનાગ્નિ, વિરહાગ્નિ કે પ્રાણાગ્નિ જાગે છે ત્યારે એકસરખી જ સ્થિતિ થાય છે. જ્ઞાનાગ્નિમાં આત્મચિંતન, પ્રાણાગ્નિમાં શક્તિતત્ત્વ અને પ્રેમાગ્નિમાં ભગવદ્-સ્વરૂપ સહાયક બને છે. વિરહમાં બધું ભસ્મીભૂત થઈ જાય ત્યારે એકમાત્ર અવલંબન ભગવાનનું સ્મરણ રહે છે. ‘કહોને, કેમ કરીએ ?’ એ પ્રશ્નમાં કેવી અસહાય આંખોનો પ્રાણપ્રશ્ન છે ? જગદીશ વિના જગત સ્મશાન બની ગયું છે અને જગદીશને તો કાંઈ બળજબરીથી બોલાવી શકાતા નથી. ગૌરાંગનું કથન છે : અંતે છેલ્લે મીરાબાઈ ગુરુનું શરણ લેતાં કહે છે કે, આ સંસારસાગરમાં હે ગુરુવર ! તમે તારો તો જ અમે તરી શકીએ તેમ છીએ. આ અગાધ મહાજલથી ભરપૂર સંસાર સમુદ્રને કોઈ પોતાના બાહુબળથી તરી શકતું નથી. માત્ર ગુરુકુપા હોય તો તરાય એવી ઉત્કટ ભાવના મીરાંએ વ્યક્ત કરી છે.
૨૩૫
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પથરા ભીતરા કોરા
– દેવાયત
ભાઈ પૂછો આપણા ગુરુજીને રૂડાં જ્ઞાન તો બતાવે લોભી આતમને સમજાવે સમજાવ્યું મન સમજે નહીં કેસર મેલીને કેસૂડા કોણ સેવે કેસૂડા રંગે રાતા ને મુખડે કાળા હંસલા મેલીને બગલા કોણ સેવે બગલા ઉપર ધોળા ને મનના મેલા
હીરલા મેલીને પથરા કોણ સેવે પથરા ઉપર ભીના ને ભીતર કોરા સુગરા મેલીને નુગરા કોણ સેવે નુગરા નિચે નરકે લઈ જાય કેળ મેલીને કાંટા કોણ સેવે કાંટા સેવા પત પોતાની જાય શોભાજીનો ચેલો દેવાહ બોલ્યા મારા સંતની મેળો સવાયો
જેને સેવન કરવાનું નથી તેનું સેવન અજ્ઞાની જન કરે છે અને સંસારની મૃગજળ સમી કષ્ટ આપનારી વસ્તુ પાછળ ભટકે છે. એવા લોભી આત્માને સંત ગુરુ સાનમાં સમજાવી એવી પ્રવૃત્તિઓને સન્માર્ગે વાળે છે. સંતોના મેળામાં એવા જન પુણ્યશાળી બને છે. ગુરુ વિનાના નુગરાને એ લાભ મળતો નથી. આવા નુગરાથી સતી લોયણ લાખાને પણ ચેતવે છે.
$
૨૩૬