Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 121
________________ ભારતીય સંસ્કૃતિમાં ગરમહિમા Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... મન તણો ગુરુ મન કરશે તો સાચી વસ્તુ જડશે દયા દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે સાચી વસ્તુ એટલે ઈશ્વર. ઈશ્વર મળતા નથી. જ્યારે હરિના જન જોઈને હૈયું હરખાતું. નથી. પ્રભુની ગુણગાન હૈયું પુલક્તિ થતું નથી. કામવાસનાની ચટકી લાગી રહી છે ને ક્રોધથી આંખ તારી સદા રાતી જ રહે છે. પારકાના દુ:ખે તું દુઃખી થતો નથી. તારા હૃદયને એનાં દુઃખ દઝાડતો નથી ને પારકી પંચાતમાં અને પરની નિંદાથી, જરાય ડરતો નથી. સૌ કોઈની નિંદામાં આનંદ માણી રહે છે. પરોપકાર તરફ તને જરાય પ્રીતિ નથી ને નર્યો સ્વાર્થ જ તારાં હૈયામાં ભર્યો પડયો છે. તું જે કંઈ કહે છે તે પ્રમાણે વર્તન કરતો નથી, ભજન પ્રત્યે તને જરાય રુચી નથી ને તને જગતના સર્વે ઉપભોગની આસક્તિ છે ને તેથી કરીને તુંદાસછે, ગુલામ છે ને જગત તારો ગુરુ છે. ઈશ્વર ઉપર વિશ્વાસ નથી. શ્રી વિઠ્ઠલને ભજે છે તે પણ માત્ર ઉપરછલું છે. તારો પ્રભુપ્રેમ સાવ જૂઠો છે. સાચો પ્રેમ હશે તો જ શ્રી વિઠ્ઠલ તારો હાથ પકડશે. આ કયારે બનશે જ્યારે તું તારા મનને ગુરુ બનાવીશ. મનને દઢ કરીશ. મનને કાબૂમાં પણ મન જો માળવે ગયું તો સમજજે કે ફરીફરીને જનમ લેવાનો આવશે. ફરીફરી દુ:ખના દરિયામાં તરફડિયાં મારવાનું આવશે. મનને કાબૂમાં લઈશ ને સાચે રસ્તે જઈશ તો સાચી વસ્તુ સહેજે જડશે ને ત્યારે સુખ-દુ:ખનનાં સર્વે બંધનોથી મુક્ત થઈશ. તારા સંગે રહીને કોઈ જન વૈષ્ણવ થયો તો માનજે કે તું સાચો વૈષ્ણવ થયો છે. અહીં ગુરુની પ્રાપ્તિ માટે પોતાની જાતે જ સમ્યક પુરુષાર્થ કરવો પડશે એવી વાત અભિપ્રેત છે. પછી તો નરસિંહ કહે છે, પહેલો પિયાલો મારા સત્રએ પાયો બીજો પિયાલો રંગની રેલી અને, અખંડ હેવાતણ મારા સદ્ગુરુએ દીધાં અખંડ સૌભાગી અમને કીધાં ભલે ..... મહેતા નરસિંહના સ્વામી દાસી પરમ સુખ પામી એટલે આમ સારુ હાથ જાલે તો અંતે સાચી વસ્તુ જડશે એટલે ‘આતમ’ મળશે. એમ હૃદયના ઉમળકાથી નરસિંહે ગુરુનો મહિમા ગાયો છે. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફીકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર મુંબઈ - ઘાટકોપર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની વ્યુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોને સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રાભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભમાં પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ લલિતાબાઈ મ.સ.ના વિદ્વાન શિખ્યા પૂ. ડૉ તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ, મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર જૈન ફિલોસોફી એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટર ઉદ્દેશ આ પ્રમાણે છે : જૈન તત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. * જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. * જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. જૈન સાહિત્યતા અધ્યયન અને સંશોધનના માટે Work-shop કાર્ય - શાળાનું આયોજન કરવું. જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. * વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. * ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. * અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ - વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો.... Old Jain, Manuscript) 4244 જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D., M. Phill કરનારાં જિજ્ઞાસ, શ્રાવક, સંત-સતીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. * જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. * દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઈન્ટરનેટ પર વેબસાઈટ દ્વારા જૈન તત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આપના સહયોગની અપેક્ષા સાથે જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ટ્રસ્ટી અને માનદ્ સંયોજક અહંમ સ્પિરિટ્યુઅલ સેન્ટર ગુણવંત બરવાળિયા E-Imall : gunvant.barvalia @gmail.com મો. : 09820215542 239 - 240

Loading...

Page Navigation
1 ... 119 120 121