Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 120
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા દર્શન વિના બાવરી - ધરમદાસ બિન દરશન ભઈ બાવરી ગુરુ દ્યો દીદાર ઠાડિ જો હી તોરી વાટ મેં સાહેબ ચલિ આવી ઈતની દયા હમ પર કરી નિજ છબી દરસાવી કોઠારી રતન જડાવકી હીરા લાગે કિવાર તાલા કુજી પ્રેમ કી ગુર ખોલિ દીખાવો બંદા ભૂલા બંદગી તુમ બકસનહાર ધમરદાસ અરજી સુની કર ધો ભર-પાર Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા મન તણો ગુરુ મન કરશે - તો સાચી વસ્તુ લડશે - નરસિંહ વૈષ્ણવ નથી થયો તું રે શીદ ગુમાનમાં ઘૂમે હરિજન નથી થયો તું રે હરિજન જોઈ હઈડું ન હરખે દ્રવે ન પરિગુણ ગાતાં કામ ધામ ચટકી નથી ટકી ક્રોધે લોચન રાતાં તુજ સંગે કો વૈષ્ણવ થાએ તો તું વૈષ્ણવ સાચો તારા સંગનો રંગ ન લાગે તાંહાં લગી તું કાચો પરદુ:ખ દેખી હદે ન દાઝે પર નિંદાથી ન ડરતો વાહાલ નથી વિઠ્ઠલસું તારે હઠ ન હું હું કરતો પરોપકારે પ્રીત ન તુજને સ્વારથ છૂટ્યો છે નહીં કહેણી તહેવી રહેણી ન મળે કહાં લખ્યું એમ કહેની ? ભજવાની રુચિ નિકે નથી હરિનો વિશ્વાસ જગત તણી આશા છે જાહાં લગી જગત ગુરુ તું દાસ - ૨૩૮ હે ગુરુ, તમારી વાટ જોઈને ઊભી છું. તમે આવો, મારા ઉપર દયા કરો ને તમારાં દર્શન કરાવો. તમારે માટે મારા આ દેહને મેં અત્યંત સ્વચ્છ રાખ્યો છે. તમે તમારા પ્રેમથી એ દેહનો ઉદ્ધાર કરો. અમે તો તારું નામ ભૂલ્યા છીએ. તારી બંદગી પણ કરવાની અમને આળસ છે, છતાંય તું અમારા આ ગુના માફ કરનાર છો. તું જ બકસનહાર છો ને તું જ ઉગારનાર છો. તું જ અમને ભવસાગર પાર કરાવી શકવા સમર્થ છો. તારા વિના આ જીવનને, આ સંસારને ધિક્કાર છે. માટે મારી અરજી સુની હે ગુરુવર, મને ભવપાર કરાવી દો. ૨૨૯

Loading...

Page Navigation
1 ... 118 119 120 121