________________
...
આભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા બધા જ દોષો આવરી લેવાય એ રીતે ભાષા સાથે કામ પાડ્યું છે.
ભાવ જગત :
સામાન્ય રીતે સ્તુતિ કે સ્તવન જેવી રચનામાં વિષયવસ્તુને અનુરૂપ ભાગજગત વિષ્યન્ન કરવામાં સર્જક સફળ થતો હોય છે. જ્યારે સજઝાયમાં સામાન્યતઃ કથાતત્ત્વ અથવા કોઈ ગુણ-લક્ષણને ધ્યાનમાં રાખીને ઉપદેશાત્મક શૈલીમાં સર્જક રચના કરે છે, તેથી કાવ્યાત્મકતા ઓછી લાગે છે. અહીં કથા નથી. વળી કોઈ ગુણ-લક્ષણ નથી. ૩૨ દોષોને સરળ શૈલીમાં વ્યક્ત કર્યા છે. એટલે કાવ્યશાસ્ત્ર અનુસાર કે ભાષા દ્વારા નિષ્પન્ન થતા વિવિધ રસ કે તેવી સર્જાતા ભાવવિશ્વ વિશે અહીં વિશેષ કહી શકાશે નહીં -
પરંતુ ખાસ નોંધપાત્ર બાબત એ છે કે - - જે ૩૨ દોષો જણાવાયા છે, એ મુજબ આપણી નજર સમક્ષ વંદન કરનાર વ્યક્તિ પ્રત્યક્ષતાદશ્ય થાય અને આવા દોષો પણ નજરે પડે એવું તાદૃશ્ય વાતાવરણ કે એવું દશ્યાંકન અહીં સર્જાય છે. આ બાબત રચનાકાર માટે વિશેષ ઉલ્લેખનીય છે.
ઉપસંહાર - આમ તો આ રચનાને હજુ પણ વિશેષરૂપે સ્પષ્ટ કરી શકાય, પરંતુ અહીં સ્થળમર્યાદાને ધ્યાનમાં રાખીને વધારે વિચાર કર્યો નથી. રચનાકારને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ હૃદસ્ય હોય એવું લાગે છે, કારણ કે અંતિમ ગાથામાં તેમને યાદ કર્યા છે. ગુરુમહિમા વિશે અનેક રચનાઓ જૈન પરંપરા સાથે અન્ય દર્શનોમાં અનેક સર્જકોની છે.
‘ગુરુગુણમાળા' (પૂર્વાચાર્યકૃત) પ્રાકૃતમાં રચાયેલી સુંદર કૃતિ છે, જેમાં ગુરુના ૩૬ ગુણોને દરેક શ્લોકમાં દર્શાવાયા છે. આવા ૩૬ શ્લોકો છે, તેમાં ૩૪માં ગુરુગુણ છત્રીશીમો શ્લોક પણ ગુરુવંદના દોષરહિત કરવા વિશે જણાવાયું છે.
"बत्तीसहोसविरहिय - वंदणदाणस्स विच्चमहिगारी ।
રવિવાવિતો, છત્તીસગુન ગુરુ ગય૩ રૂકો” અંતમાં અજ્ઞાનતિમિરને હરનારા સર્વ સુગરુઓને વંદના સાથે.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગુરુએ દેશ દેખાડ્યો
– ડુંગરપરી ધન ગુરુ દેવાને, ધન ગુરુ દાતાને સતગુરુના શબદ સુણાવજી ગુરુજીનો મહિમા પળ પળ રે વખાણું તો પ્રાચિત સઘળી જાય છે દેશ દેખાડ્યો ગુરુએ સૂતો જગડ્યો ને અલક પુરુષ ઓળખાયો છે બૂડતાને હાથથી છોડાવ્યા છે શરીર તણી હું તો ખાલ પડાવું ને સોનેરી રંગ ચડાવું છે મોજડી સિવરાવી મારા ગુરુને પેરાવું ગુણ અવગુણ કેમ થાઉં છું અન્નદાન દીધાં ને ભૂમિદાન રે કંચન મોલ લુટાયાજી કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દીધાં ને તો યે નાવે મારા ગુરુની તોલે છે સતગુરુ મળિયા ને સંશય ટાળિયા ને લખ રે ચોરાસી છોડ્યાજી ડુંગરપરી રૂખડિયા વાઘનાથ-ચરણે બોલ્યા ને મુક્તિનો મારગ બતાવ્યો
સંદર્ભ :
(૧) સઝાયાદિ સંગ્રહ, ભાગ : ૨ સંપાદક – નગીનદાસ કે. શાહ (૨) ગુરુગીત ગુંહલી સંગ્રહ : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી (૧૯-૨૧) (૩) ગુરુગુણમાળા : અનુ. મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજ | (મૂળ લેખક - શ્રી રત્નશેખરસૂરિ) (૪) શ્રી પંચપ્રતિક્રમણ સૂત્રો : (સ્વ) પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ
- ૨૩૨