________________
1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ।
ગુરુદેવના પ્રકાર :
ગુરુ ચાર પ્રકારના વર્ણિત છે: (૧) કાગ ગુરુ (૨) મત્સ્ય ગુરુ (૩) કાચબ ગુરુ અને (૪) આકાશપક્ષી ગુરુ. (૧) કાગ ગુરુ: કાગડા વગેરે પક્ષીઓ પોતાનાં ઈંડાંને રોજ વારંવાર સેવે છે અને વારંવાર સેવવા માટે ઈંડાની પાસે બેસી રહે છે, તેમ જે ગુરુ ઈંડાંરૂપી શિષ્યને પોતાની પાસે રાખીને સત્કર્મના માર્ગે ચઢાવે છે તે કાગ ગુરુ છે (૨) મત્સ્ય ગુરુ: જેમ માછલાં દિવસમાં બેથી ત્રણ વખત પોતાનાં ઈંડાં પાસે જઈ તેને સેવે છે, તેવી જ રીતે ગુરુ દિવસમાં બે-ત્રણ વાર શિષ્યોના ધ્યાનયોગની સંભાળ રાખે છે તે મસ્ત્યગુરુ છે (૩) કાચબ ગુરુ: કાચબી પોતાના ઇંડાંને નદી અથવા દરિયાકિનારે રેતીમાં ઢાંકીને મૂકી જાય છે અને તેની દશ-પંદર દિવસે ખબર લેવા આવે છે. દૂર રહીને તે ઈંડાને નજરથી સેવે છે, પણ તે ઈંડાને બહાર કાઢી તેના પર બેસીને સેવતી નથી, તે રીતે જે ગુરુ પોતાના શિષ્યને દશ-પંદર દિવસે આત્મિકદષ્ટિથી યોગશક્તિ આપે છે તે કાચબ ગુરુ છે અને (૪) આકાશપક્ષી ગુરુ: ગરુડ પક્ષિણી (માદા) જ્યારે પોતાનું ઈંડું મૂકે ત્યાર તેનો નર (પુરુષ) પક્ષિણીથી ઘણે નીચે ઊડતો અને ઈંડાને એકીનજરે જોતો રહે છે. તે પ્રમાણે આકાશપક્ષિણી ઈંડું મૂક્યા પછી ઈંડાંને અનિમિષ નેત્રે જોતી રહે છે, તેથી તે પક્ષીઓની નજરથી ઈંડું આકાશમાં પડતાં ઊડતું થઈ જાય છે, તેને ઊડતાં શીખવવું પડતું નથી પણ તે માઈલોના માઈલો સુધી ઘણી ઝડપે જનાર આકાશપક્ષી (ગરુડ) થાય છે. તે પ્રમાણે જે સમર્થ સદ્ગુરુ છે તે દૂરથી પોતાની યૌગિક અને આધ્યાત્મિક શક્તિ શિષ્યને આપી ઉત્કૃષ્ટ માર્ગે ચઢાવે છે અને બ્રહ્મશક્તિ તથા આત્મશક્તિથી એવા બળવાન બનાવે છે કે તે શિષ્ય પરમાત્માના સ્વરૂપમાં નિમગ્ન થઈ જાય છે અને મોક્ષપદનો અધિકારી બને છે. જોકે, શિષ્ય અમુક પ્રમાણમાં પોતાનું કલ્યાણ કરવા શક્તિમાન તો હોય છે, આમ છતાં સદ્ગુરુ પોતે ક્યાંયના ક્યાંય દૂર રહી માત્ર આધ્યાત્મિક દૃષ્ટિથી બ્રહ્મશક્તિ આપે છે તેને ગરુડ પક્ષી ગુરુ કહેલા છે. અર્થાત્ અલ્પેસમયમાં ભવપાર કરાવી શકે અને જેમની થોડીક કૃપાદૃષ્ટિ સાંપડે તો સર્વકાર્ય સિદ્ધ થાય તેમને સદ્ગુરુ કહેલા છે.
ગુરુગીતાના શ્લોકાંશ સંસારવૃક્ષમારુઢા: પતંતિ નરકાવે
YY
યસ્તાનુદરતે સર્વાન્ તસ્મૈ શ્રીગુરવે નમઃ
સંસારરૂપી વૃક્ષ પર ચઢેલા જીવો નરકરૂપી સમુદ્રમાં પડે છે. જે સદ્ગુરુ તે સર્વ જીવોનો ઉદ્ધાર કરે છે એવા સદ્ગુરુને નમસ્કાર છે.
૨૨૧
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અજ્ઞાનતિમિરાંધન્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરન્મીલિત યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ। આજ્ઞાનરૂપી અંધકારમાં આંધળા થઈ ગયેલાને જ્ઞાનઅંજનરૂપી સળી વડે જેણે ચક્ષુ ખોલી આપ્યાં છે, એવા સદ્ગુરુને નમસ્કાર છે. અખણ્ડમણ્ડલાકાર વ્યાપતં યેન ચરાચરમ્
તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ।। -
જે અખંડ ગોલાકાર (અનાદિઅનંત) છે અને જેનાથી આ સ્થાવર જંગમ
YE
વ્યાપ્ત છે તે બ્રહ્મરૂપ પદ જેમણે બતાવેલું છે તે સદ્ગુરુને નમસ્કાર હો. ં પિતા ત્યં ચ માતા ત્યું બન્ધુરૂં ચ દેવતા ॥
૫૩
સંસારપ્રીતિભંગાય તસ્મૈ શ્રીગુરવે નમઃ ।
તમે પિતા છો, તમે મારી માતા છો, તમે બંધુ છો અને તમે દેવતા છો. સંસારમાંથી પ્રીતિ છોડાવનાર તે સદ્ગુરુને મારા પ્રણામ હો.
ગુરુ દૂર હોય નહીં, દૂર લાગે નહીં, કારણ ગુરુ તો ગુરુત્વદેહે શિષ્યના હૈયામાં હોય
ગુરુનું સાંનિધ્ય એ આત્મજ્ઞાનને પ્રગટ કરવાનો પાવન અવસર છે
૨૨૨