________________
1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
સંત કવિ અખાની રચનામાં
ગુરુ ગોવિંદનું એકત્વ
- ડૉ. પ્રીતિ શાહ
( અમદાવાદસ્થિત ‘નવચેતન”ના પૂર્વ પ્રીતિબહેને “સમૂહ માધ્યમો અને સાહિત્ય પર Ph.D. કર્યું છે. વર્તમાન પત્રો અને સામયિકોમાં વિવિધ વિષય પર તેમના લેખો પ્રગટ થાય છે. તેઓ આર્ટ્સ કૉલેજમાં લેક્ચરર છે)
‘ગુરુ-ગોવિંદ દોનો ખડે' એવી સંત કબીરની પંક્તિ જાણીતી છે. વારાણસીના વણકર સંત કબીરની જેમ જ રૂઢાચાર અને ધર્માંધતા પર પ્રહાર કરનાર અખાનું ગુરુ અને ગોવિંદ વિશેનું દર્શન એનાથી સાવ ભિન્ન છે. કબીર કહે છે કે ગુરુ આંગળી ચીંધીને ગોવિંદને બતાવે છે જ્યારે ગુજરાતનો કવિ અખો કહે છે કે ગુરુ વડે એટલે કે જ્ઞાની સંતની સહાયથી શિષ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે અને એ અર્થમાં અખાએ એક નવી જ વાત કરી છે અને તે ગુરુ-ગોવિંદની એકતાની.
ભારતીય સંત પરંપરામાં પરંપરાગત રીતે ગુરુમહિમાનું ગાન કરવામાં આવ્યું છે. સંતોએ પોતાના જ્ઞાનદાતા કે અધ્યાત્મદાતા ગુરુઓનાં ચરણો સેવ્યાં છે અને સ્વજીવનમાં ગુરુકુપાના અનુભવની કે ધન્યતાની વાત કરી છે.
પરંતુ આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જ્ઞાનીકવિ અખાએ આ વિચારનું ગતાનુંગતિક કે ચીલાચાલુ અનુકરણ કરવાને બદલે પોતાની આગવી રીતે ગુરુ વિશેની
વિભાવના આપી છે. ચાલી આવતી એક ધારા કે પરંપરાનો સાહજિક રીતે સ્વીકાર કરવાને બદલે અખો પોતાના અનુભવને એરણ પર મૂકીને એને ચકાસે છે અને એ પછી પોતાની અનુભવપૂર્ણ મૌલિક દષ્ટિ અને પોતાની આગવી રીતે એનું આલેખન કરે છે. ભાવના, ચિંતન, વિચાર કે દર્શનની બાબતમાં કેટલાક લોકો અગાઉના ચીલે ચાલનારા હોય છે, ત્યારે કેટલાક પોતાના મૌલિક દર્શનથી નવી કેડી કંડારનાર હોય છે. આ સંદર્ભમાં સંત કબીર અને અખાને યાદ કરી શકાય.
અખાએ કરેલું આગવું દર્શન એ માત્ર એક ગુરુતત્ત્વ સુધી જ સીમિત નથી. એના મુક્તિ કે ભક્તિ, જ્ઞાન કે ચિત્ત, ઈશ્વર કે ઐશ્વર્ય આ બધા વિશે એના ખ્યાલો આગવા
૨૨૩
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
છે, એથી અખાએ કોઈ એક વિચાર આચાર કે પરંપરામાં ક્રાંતિ કરી નથી પરંતુ એની સર્વસ્પર્શી નજર સઘળે ફરી વળે છે અને સર્વત્ર એ પોતાની આગવી દષ્ટિએ એનું ‘અખેગીતા’ કે એના છપ્પાઓમાં આલેખન કરે છે. વર્ષોથી સમાજમાં પેસી ગયેલી
માન્યતાઓ અને વિવાદો પર એ આકરો પ્રહાર કરે છે. અસ્પૃશ્યતા અંગે અથવા તો કશું સમજ્યા વિના કથાશ્રવણમાં ઉભરાતા ટોળાંઓની અખો ‘ખેર લઈ લે' છે દંભ, આડંબર અને રૂઢાચાર પ્રત્યે અખાના હૃદયમાં તીવ્ર આકોશ છે, પરંતુ એ હસતાં એને વ્યંગ્ય કટાક્ષની વાણીથી પ્રગટ કરે છે.
સંતોની પરંપરામાં જોઈએ તો અખાની ગુરુ વિશેની વિભાવના એ કોઈનીય સાથે સામ્ય ધરાવતી નથી. આમાં અખાની પોતીકી મુદ્રા જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં ગુરુ વિશે યશોગાન સાંભળવા મળે, પણ અખાના જીવન અને વનમાં તો પળે પળે પગલે પગલે જાગૃતિ અનુભવવા મળે છે. એ પહેલાં સોનીની ઝીણી નજરે સુગુરુ અને ફુગુરુનો ભેદ પારખે છે અને પછી ગુરુની વાત કરે. એને ગુરુ કરવાની સહેજે ઉતાવળ નથી, બલ્કે એ તો ગુરના જ્ઞાનની સઘળી કસોટી કરીને ચાલનારો છે. અંધ બનીને ગુરુભક્તિના કૂવામાં પડનારો નથી. એ કોઈપણ વિચાર કરતો હોય, તે પહેલાં એનો સર્વાંગી ખ્યાલ મેળવે છે
y
અને તેથી જ એ પહેલી વાત તો એ કહે છે કે એવું થવું ન જોઈએ કે જ્યાં ગુરુ અભિમાની હોય અને ચેલો દંભી હોય. જ્યાં ગુરુમાં અનાચાર હોય અને ચેલામાં અજ્ઞાન હોય. ગુરુશિષ્યના આવા ‘અનિષ્ટ યોગ’ને અખો ‘શિષ્ય ગર્દભ અને ગુરુ કુંભાર' એ રીતે વર્ણવે છે. વળી, ગુરુ વિશે એમ પણ કહે છે કે માત્ર જગત-વ્યવહારનું જ્ઞાન આપે, તે પણ પૂરતું નથી. શિષ્યએ તો એની પાસેથી બ્રહ્મતત્ત્વ-કૈવલ્યનું જ્ઞાનદર્શન પ્રાપ્ત કરવાનું છે. આનો અર્થ એ કે વ્યવહારજીવનની વિદ્યાઓ શીખવતા ગુરુની શક્તિ મર્યાદિત હોય છે. ખરેખરૂ તો એમણે શિષ્યને તત્ત્વજગતની વિશેષતા દર્શાવવાની હોય છે.
જેમ કોડીથી કોઈ વસ્તુની લે-વેચ થઈ શકે છે પણ એનાથી સિક્કો પણ પડતો નથી. એ જ રીતે વ્યવહારની વિદ્યાઓ જાણતો ગુરુ એ કોડી સમાન છે. એનાથી શિષ્યને કોઈ આત્માનુભૂતિ સાંપડતી નથી. પોતાના સમયના ગુરુઓને એ જુએ છે અને એ વેશધારી ગુરુની ટીકા કરે છે, પણ સાથેસાથ સદ્ગુરુનો સ્વીકાર કરે છે. આ સદ્ગુરુ
પાસેથી જ બ્રહ્મતત્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે તેમ એ કહે છે.
જેમ સૂર્યને સીધેસીધો જોઈ શકાય નહીં, પરંતુ જલનું પાત્ર માંડીને એમાં પ્રતિબિંબિત થતા સૂર્યને જોઈ શકાય, એ જ રીતે ગુરુ દ્વારા ગોવિંદ અર્થાત્ પરમાત્માને જોઈ શકાય છે. પણ એનો અર્થ તો એ કે ગોવિંદ એ બિંબ છે અને ગુરુ એ પ્રતિબિંબ છે. સૂર્ય આકાશમાં છે અને એનું પ્રતિબિંબ પૃથ્વી પર છે, તેમ છતાં અખો એક બીજો
૨૨૪