Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 109
________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । હોય તેને કસવું ન પડે. એમ ગુરુ દ્વારા જ જ્ઞાનની કસોટી થાય છે. આમ ગુરુ શિષ્યની કસોટી કરતો હોય છે. હોય હેમ લોહ કરું રે, જેને પારસ પરશે; થાય મહા મુગતાફળે રે, જળસ્વાતિ વરશે. ગુરુથી જીવનની કેવી ધન્યતા સાંપડે એને કવિ પ્રીતમ સરળ રીતે સમજાવે છે. આપણે કલ્પના કરી શકીએ કે મધ્યકાલીન સમયમાં ભક્તિની નાડીમાં જ્યારે સમગ્ર જીવન વહેતું હતું, ત્યારે પ્રીતમની આ પંક્તિઓને સાંભળનારને કેટલી ઊંડી સમજ આપી હશે! શ્રોતાઓને સમમય એવી સરળ અને પ્રસાદિક ભાષામાં પ્રીતમ કહે છે કે ‘સદ્ગુરુ એટલે પારસનો સ્પર્શ” એનો સ્પર્શ થતાં ભક્તનું હૃદય ઊંચી ભાવનાઓથી ઝાકમઝોળ થઈ જાય. સદ્ગુરુની કૃપા વરસતી હોય અને ભક્તનું હૃદય ભીંજાતું હોય તે સ્થિતિનું ચિત્રણ આપતાં કવિ પ્રીતમ કહે છે કે સ્વાતિ નક્ષત્રમાં વરસાદનાં બિંદુઓ પડે અને જેમ મોતી પાકે એમ સદ્ગુરુની વાણીનો સ્પર્શ થતાં જીવન ધન્ય બને છે. છીપ રહે સાગરમાં રે, માય મોતી નીપજે; જ્ઞાન મીનકા પરસે રે, તેને રીતું ઊપજે. જેમ સાગરમાં છીપલાં હોય છે અને એ છીપલાંમાં મોતી બને છે. માછલીને પણ સ્પર્શ થાય તો તેને પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેને ઊપજે ઋતુ સત્સંગ નર સમજે રે, સૌ દુગ્ધા જાશે; પ્રીતમ તો પ્રાણીનું રે, સૌ કારજ થાશે. મનુષ્ય જો સત્-સત્સંગ કરે તો તેની બધી પીડા, મુશ્કેલી, જંજાળ જતી રહે છે. એટલે જ માણસે જીવનની મોહ-માયા, સંસારની માયા બધામાંથી મુક્ત થઈ જવું જોઈએ. પ્રીતમ કહે છે સહુ કાર્ય તો થવાનાં જ છે. કવિ પ્રીતમે આ પદમાં સદ્ગુરુના સંગને પરિણામે શિષ્યમાં થતાં પરિવર્તનની અને એને થતી પ્રાપ્તિની વાત કરી છે. એની સઘળી શંકાઓ તો સદ્ગુરુના સંગમાં ટળી જાય છે અને આપણે દશ દિશાઓને જાણીએ છીએ, પરંતુ સદ્ગુરુનો સંગ મળતાં એના જીવનમાં અગિયારમી દિશા ઊઘડે છે. ૨૧૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શ્રી રમૂજીલાલ વિરચિત ‘ગુરુગીતા’માં ગુરુ)||સાય : - રેશ્મા ડી. પટેલ (આણંદસ્થિત રેશ્માબહેન ઓઝ વડોદરાની શિક્ષણસંસ્થા સાથે સંકળાયેલાં છે. તેમણે M.A., M. Phi. અને ભોપાલ યુનિ.માં ફાઉન્ડેશન કોર્સ કરેલ છે જેઓ ભાષા સજ્જતા પ્રશિક્ષણના કાર્યમાં વ્યસ્ત છે) રમૂજીલાલનો જન્મ સંવત ૧૯૬૩ના આસો સુદ ૧ના રોજ બપોરે ૧૨ કલાકે થયો હતો. તેમના પિતાશ્રી વલ્લભરામ સૂર્યરામ વ્યાસ, માતાનું નામ ડાહીબા. જન્મસ્થળ અમદાવાદ રાયપુર, પખાલીની પોળમાં થયો હતો. તેમના ઉછેરમાં વલ્લભરામ વિશેષ કાળજી રાખતા હતા. તેઓને આધ્યાત્મિક વારસો મળી રહે એવો યુગ જોઈતો હતો. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. રમૂજીલાલને સંસ્કૃતના અભ્યાસ માટે ઘરે શાસ્ત્રી રોકી અભ્યાસ કરાવ્યો હતો. વેદો, પુરાણો, ઉપનિષદોનો અભ્યાસ આરંભ્યો. લગભગ ૧૩-૧૪ વર્ષની ઉંમરે ધાર્મિક કેળવણી તથા ધર્મમાં જોડાયા. શાસ્ત્રી શ્રી ગિરજાશંકર તેમના વિદ્યાગુરુ હતા. તેમનો તેમના વિશેનો ઊંચો મત હતો. તેઓ અદ્ભુત મતના હતા. શિરહસ્યાંક લખ્યો ત્યારે તેઓ સ્તબ્ધ બની ગયા. રમૂજીલાલના બીજા ગુરુ શાસ્ત્રી જગન્નાથભાઈ હતા. તેઓ ન્યાયશાસ્ત્રના આચાર્ય હતા. ન્યાયશાસ્ત્ર ભણતાં ૧૨ વર્ષ લાગે તે રમૂજીલાલે સવા બે વર્ષમાં પૂરો કરેલો. દ્વૈત, દ્વૈતાદ્વૈત અને અદ્વૈત, બ્રહ્મ, પરબ્રહ્મ અને પૂર્ણબ્રહ્મનું જડાત્મા, જીવાત્મા, આત્મા, મહાત્મા ૐ ખ બ્રહ્મ ‘શબ્દ બ્રહ્મો' ને વિભૂતિ આત્મા વગેરે ગહન વિષયો જે શાસ્ત્રીજી પણ જાણતા ન હતા. સંસ્કૃતના પ્રખર પંડિત શ્રી આવદશંકરે તેમના વિશે ઊંચો અભિપ્રાય આપ્યો. ગુરુના જ્ઞાનનો છેડો તે શિષ્યના જ્ઞાનનો એકડો હોય છે એટલે કે, ક્રમાનુસાર વધતું જ જાય, પરંતુ સાચા ગુરુ-શિષ્યનું મિલન થાય તો શિક્ષણનો જ્ઞાનયોગ અદ્ભુત ઉન્નતિએ પહોંચે છે. સાચો શિષ્ય એ જ છે કે તે ગુરુ બનતો નથી અને સર્વદા શિષ્યભાવે જ વર્તે છે. જ ૨૧૬

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121