________________
Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
...
કવિ પ્રીતમનાં કાવ્યોમાં સલ્લુરુ શરણભાવ :
અગિયારમી દિશાનો ઉઘાડ
- ડૉ. નલિની દેસાઈ (અમદાવાદસ્થત ડૉ. નલિનીબહેન દેસાઈએ ગુજરાતી સાહિત્યમાં ડૉક્ટરેટ કર્યું છે. તેઓ ગુજરાતી વિશ્વકોશ અને જેન વિશ્વકોશ સાથે સંકળાયેલાં છે
પ્રીતમ અઢારમા શતકમાં થઈ ગયો. તેનું આયુષ્ય બોતેર કે તેથી વધારે વરસનું હતું. તેનો જન્મ બાવળામાં થયો હતો. તેનું અવસાર ૧૯૭૮માં થયું અને જો તેણે બોતેર કે તેથી વધુ વરસનું આયુષ્ય ભોગવ્યું હોત તો ૧૭૨૦ થી ૧૭૨૫માં તેનો જન્મ થયો હોય તેમ માની શકાય. એ બારોટ જ્ઞાતિનો હતો. તે જન્મથી અંધ હતો. તે પંદર વર્ષનો હતો, ત્યારે રામાનંદી સાધુઓની જમાતના મહંત પાસેથી ગુરુમંત્ર અને ઉપદેશ મેળવ્યા હતા. ભક્તિ વૈરાગ્યના સંસ્કારો પ્રીતમને જન્મજાત મળેલા હતા. પ્રીતમ વેદાંતી અને યોગમાર્ગનો અભ્યાસી પણ હતા.
પ્રીતમની મુખ્યત્વે રચના પદ અને સાખીના સાહિત્યપ્રકારની છે. તેણે કૃષ્ણભક્તિ અને જ્ઞાનવૈરાગ્યનાં પદો લખ્યાં છે. આ પદોની ભાષા ગુજરાતી અને હિંદી છે. પ્રીતમ વિવિધ ભાવોને પદોમાં પ્રયોજ્યાં છે.
‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ’, ‘ચેતવણીઓ', “બ્રહ્મલીલા', ‘જ્ઞાનપ્રકાશ,' ‘સપ્તશ્લોકી ગીતા’, ‘વિનયસ્તુતિ,’ બોડાણાના શ્લોકો’ વગેરે કૃતિઓ પ્રીતમે આપી છે. ‘સરસગીતા'માં ઉદ્ધવ-ગોપી-સંવાદ નિરૂપાયો છે. જ્ઞાનગીતા'માં ગુરુ શિષ્યસંવાદની શૈલી પ્રયોજાઈ છે. જેમાં જીવ, ઈશ્વર અને માયાના સ્વરૂપને યોગમાર્ગની પરિભાષામાં વર્ણવે છે.
જ સશુરને શરણે રે, સૌ સંશય હરશે: જીવ દશાને ટાળી રે, હરિ સરખો કરશે. ઉગ્ર દશા અનુભવી રે, છે સમજણ મોટી: મન કંચનને કસવા રે, ગુરુ જ્ઞાન કસોટી.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... હોય તેમ લોહ કેરું, જેને પારસ પરશે; થાય મહા મુગતાફળે રે, જળસ્વાતિ વરશે. છીપ રહે સાગરમાં રે, માંય મોતી નીપજે, જ્ઞાન મીના પરસે રે, તેને રીતું શિપજે. સગે નર સમજે રે, સૌ દુગ્ધા જાશે;
પ્રીતમ તો પ્રાણીનું રે, સી કારજ થાશે. ગુનો મહિમા વિશેની રચનાઓ મધ્યકાલીન સાહિત્યમાં મળે છે.
મધ્યકાલીન કવિઓ - નરસિંહથી માંડીને અખા સુધીના કવિઓએ ગુરુમહિમાની રચના કરી છે. પ્રીતમનાં કાવ્યોમાં જ્ઞાન અને ભક્તિનો સમાંતર મહિમા ચાલે છે.
પ્રીતમના આ પદમાં સના શરણના મહિમાનું ગાન કરવામાં આવ્યું છે. પારસમણિનો સ્પર્શ થાય અને લોહ જેમ કાંચન બની જાય એ રીતે સરથી શિષ્યના હૃદયમાં જાગતી જાગૃતિનું સરળ અને સર્વગમ્ય રીતે વર્ણન કરવામાં આવ્યું છે.
જા અ ને શરણે રે, સૌ સંશય હરશે,
જીવ દશાને ટાળી રે, હરિ સર કરશે. આ સદ્ગુરુનું શરણ એવું છે કે જેની પાસે રહેતાં સર્વ સંશય ટળી જાય છે. પ્રીતમ કહે છે કે માનવીના મનના સંશયો તો સરૂના જ્ઞાનપ્રકાશની આગળ દૂર થઈ જાય. પણ એથીયે વિશેષ સરુ જીવદશાને ટાળે છે. એનો અર્થ એ કે માનવીને સંસારના ભવ-ભ્રમણમાંથી મુક્ત કરે છે અર્થાત્ એને એની ‘જીવદશામાંથી દૂર કરીને હરિદશાનું પ્રદાન કરે છે. સંસારના સંગને બદલે સંસારના સંગ છૂટી જાય છે અને હરિના સંગે એ હરિ સમાન બની જાય છે અર્થાત્ સદ્ગરનું શરણ મળે એટલે જીવનનું પરિવર્તન થતું નથી, પરંતુ એની સમગ્ર ચેતનાનું રૂપાંતર થાય છે. અહીં પ્રીતમ ‘હરિ સરખો કરશે' એમ કહીને સદ્ગરના પ્રભાવથી અનુભવતી હરિરસની હેલીને વરસાવતો લાગે છે.
ઉગ્ર દશા અનુભવી રે, છે સમજણ મોટી;
મન કંચનને કસવા રે, ગુર જ્ઞાન કસોટી. જ્યારે માણસ ઉગ્ર દશામાંથી પસાર થાય છે, ત્યારે તેમાંથી પાર ઊતરવા માટે સમજ હોવી જરૂરી છે; જેમ કે કોઈ વ્યક્તિને એમ કહીએ કે ચોરી ન કરશો. ચોરી કરવાથી એનું પરિણામ સારું નથી આવતું, પણ જ્યારે એવી સમજણ આવે કે આ કાર્ય ખોટું કર્યું. માટે જ સમજણ બહુ મોટી વસ્તુ છે. સોનું ચોખ્ખું હોય, શુદ્ધ સોનું
૨૧૩
૨૧૪