Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 106
________________ બદલ ** wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા જ્યોત જગાવે દેવીદાસ જીવન ભલે જાગિયાં ... સતિયું મળિયું મારા સમતણી સતી અમર, અમૂલાં, માંગલબાઈ જીવન ભલે જાગિયાં ... નૂરીડાં મળ્યાં હરિજનનાં નિરમળાં કોળી પાવળ પીર શાલને હાથ જીવન ભલે જાગિયા ... ગરવા દેવંગી પરતાપે અમરબાઈ બોલિયાં તમારા સેવકું ને ચરણુમાં રાખ જીવન ભલે જાગિયા ... આ ભજનવાણી સંદર્ભે ડૉ. બળવંત જાની નોંધે છે કે, ગુસેવા, ગુશરણે જ રહેવાનું મૂળભૂત કારણ ગુના સિદ્ધ સ્વરૂપની પ્રતીતિ છે. આ પ્રતીતિ થાય પછી બધું સામાન્ય લાગે એ સ્વાભાવિક છે. સંત અમરબાઈ દેવીદાસને સિદ્ધ જાણીને સેવે છે, ઉપાસે છે. એનો સહજ ઉદ્ગાર આ ભજન છે. અહીં જ્યોત પ્રગટાવનાર સ્વયં ગુરુ દેવીદાસ છે. અહીં ગુરુભગિનીરૂપે શિષ્યાઓ અમૂલાબાઈ અને માંગલબાઈ છે. પીર શાદુળના હાથમાં કોળી પાવળ છે. અહીં અમરબાઈ ગુરુના ચરણે સર્વેને રાખવાનું માગે છે. આ રચના દેવીદાસે અમરબાઈને શિષ્યા તરીકે સ્વીકાર્યા ત્યારની છે. એમાં પ્રબળ ગરુમહિમા અભિવ્યક્ત થાય છે. - સંત દેવીદાસ અને અમરબાઈની સેવાભક્તિની સૌરભ આ પંથકમાં પ્રસરવા લાગે છે. અમરબાઈની રચનામાં જ્ઞાન, વૈરાગ્ય અને બીજમાર્ગી ઉપાસનાની વિગત પણ મળે છે. અમરબાઈ વિશે ભક્ત શાર્દુળે પણ વાણી રચેલી. દેવીદાસે અમરબાઈને રક્તપિત્તિયાની સેવા કરવાને બદલે એના માટે ગામનાં અઢારેય વર્ણ પાસથી રોટલો માગી લાવવા ઝોળી આપેલી. એ સમયે સમાજના વાંકદેખા માનવીઓ અમરબાઈની નિંદા કરતા, કવેણ કાઢતાં છતાં પણ અમરબાઈ ‘સંત દેવીદાસ' કહીને ભજનની મસ્તીમાં પરબ તરફ પ્રયાણ કરતાં. અમરબાઈની ભક્તિના પ્રતાપે પરબના પરમધામમાં અનેક દુરાચારીઓ પણ આદરભાવે આવવા લાગ્યા. 'કોણ તો જાણે રે બીજું કોણ તો જાણે મારી હાલ રે ફકીરી, દેવંગી વિનાનું બીજું કોણ તો જાણે. ૨૦૯ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ‘બાવાજી તમારા હશે તે તમને ભજશે રે, એ છે જેને આંચ નૈ આવે લગાર...' - ૦૦૦ ‘અમે રે પરબના ઓળગુ, અલખ દેવાગી ! તમારા ઓળગુ પરગટ દેવીદાસ અમે પરબના ઓળગુ...' અઢારે વરણ જમે એમ ઠામે ભોજન કરે રે દુવાર નામ રે તણા નેજા રોપિયા...' 000 મારી આંખ્યુંનાં સકજ ચોઘડિયાં રે, મુંને દેખતી કીધી રે દેવીદાસ, સામૈયાં કરજ સંતના..." વગેરે અમરબાઈની રચનાઓમાંથી ગુરુમહિમાની અભિવ્યક્તિ થઈ છે. શાર્દુળ ભગતની વાણીમાં ગુરુમહિમા સંત દેવીદાસના કાઠી શિષ્ય શાર્દુળ ભગત પણ મોટા ભજનિક હતા. ભેંસાણના કાઠી આલા ખુમાણના પુત્ર શાર્દુળ ભગત ભજનગાનમાં ખાટલો ભાંગતા, સંતો પાસે પરચા લેવા, અમરમા પર શંકા કરવી વગેરેને કારણે ચલાળાના આપા દાનાએ ચેતવેલા, પરંતુ અંતરની સાધનામાં મન લાગતા શાળપીર તરીકે ખ્યાત થયા. એમની એક રચના જોઈએ. એવા પશ્ચિમ રે ધરાના ખેતર ખેડિયા એના ખેડનાર જસો ને વોળાંદાન, દેજો રે દેવંગીમાની ચૂંદડી, સાચી રે અમરમાની ચૂંદડી. દેજો....૧ અહીં શાર્દુળપીર પરબની જગ્યાની આરંભથી લઈને આજ સુધી વિગતો રજૂ કરી છે. દાસ હમીરાની વાણીમાં ગુરુમહિમા : પરબની સંતધારામાં દાસ હમીરાનું સ્થાન પણ મહત્ત્વનું છે. જ્ઞાતિએ વાલ્મીકિ આ ભક્ત દાસ હમીરાની વાણીમાં સર પ્રત્યેનો અનર્ગળ સ્નેહ વ્યકત થાય છે. ‘મારો હંસલો ગંગાજીમાં ન્હાય ગુરૂજી મારા ભૂલ્યા નર ભીત્યુમાં ભટકાય મુજ ગરીબ પર મહેર કીધી, દાસના દુ:ખ દૂર થાય, હીરા સાંઈ ચરણે બોલ્યો હમીરો, મીઠાં મીઠાં અમીરસ પાય.’ ૧૦૦ ૨૧૦

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121