Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 105
________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કરે છે તથા ધરમની ધૂણી ચેતવંતી રાખે છે. ગુરુદત્તની આ જગ્યામાં દેવીદાસના શિષ્ય તરીકે આહિર સ્રી અમરબાઈ, કાઠી યુવાન શાર્દુળ ભગત તથા મેર યુવાન જીવન મોઢવાડિયો પણ જોડાય છે. આ સંતધારામાં અમરબાઈની શિષ્યપરંપરા પણ વિકસે છે. અમૂલાબાઈ, હીરબાઈ, સાંઈશેલાની, શાર્દુળ શિષ્ય કરમણવીર અને દાનોબાવો પણ એમાં જોડાય છે. વંથલીના ધણાકૂલિ ગામની વાલ્મીકિ જ્ઞાતિનો દાસ હમીરો પણ સંત દેવીદાસની શિષ્યપરંપરામાં જોડાયેલ છે. પરબના આ સંત-ભક્તકવિઓની રચનામાં ગુરુમહિમાનું આલેખન પ્રબળ રીતે થયું છે. મહાપંથમાં નાથ-ઈસ્લામનો સમન્વયઃ મહાપંથી સંતપરંપરામાં અન્ય ધારામાંથી સમન્વય પામેલા પણ ઘણા છે. દેવીદાસ મૂળ શિષ્ય તો વૈષ્ણવી પરંપરાના લોહલંગરી જીવણદાસના હતા. એમણે પરબધામમાં જ્યાં આશ્રમ સ્થાપ્યો એ મૂળ સ્થાનક તો નાથપરંપરાનું છે. રક્તપિત્તિયાની સેવા કરતા દેવીદાસે અઢારેય વર્ણ અને મુસ્લિમોને પણ સમાન ગણ્યા છે. એમનાં સમાધિ-કબર પર લીલી ધજા અને નામ પાછળ પીરનું સંબોધન પણ થાય છે. નાથપરંપરાના જેસો અને વોળાંદાન જેવા કાઠી સંતોની બાજુમાં દેવીદાસ અને અમરબાની સમાધિ આવેલી છે. મહાપંથમાં દેવીદાસનું ખૂબ જાણીતું ભજન છે. “આતમા ! ચડે પદ નિરવાણ, બંદા ! ચડો પદ નિરવાણ, શબદ પાળો, સાચ વોરો, જુગતીએ નર જાગ્ય, વણજ સદ્ગુરુ સાથે કીજે, મુગતિયે ફળ માગ્ય...’ અહીં સત્યરૂપી મૂડી ગુરુને સાથે રાખીને મુક્તિના ફળરૂપે માગવાનું સૂચન કર્યું છે. દેવીદાસની વાણીમાં ગરુમહિમા: સંત દેવીદાસનો જન્મ અમરેલીના મુજિયાસર ગામે જીવા રબારીને ત્યાં થયો હતો. જીવા રબારીને ગુરુ જયરામ ભારથીના અને સાંઈ નૂરશાહ હતાં આશીર્વચન મળેલાં એના પ્રતાપે જ એમના ઘરે દેવામાંથી સંતદેવીદાસ તરીકે ખ્યાત પુત્રરત્ન પ્રાપ્ત થયેલ. સંત મૂળદાસના ગુરુ લોહલંગરીના આશીર્વાદ પણ મળેલા. ગુરુ જયરામ ભારથી અને સાંઈ નૂરશાહે પરિવારની મમતાનો દોર કાપી જનમની સાધના પૂર્ણ કરવા દેવીદાસને આદેશ કર્યો-ગુરુના આદેશ મુજબ પરબધામમાં દીનદુઃખીયા રોગીઓની સેવા અને ભક્તિની સુવાસ ફેલાવી. એમની એક રચના જોઈએ. ઊઠ રે, ખડા મન, ચેતી લે ને પ્યારા રે, શાન રે સમજ સત્તગુરુ કેરી રે... ૨૦૭ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા જેમ રે દીવાની માથે પવન ઝપેટે રે, કાળ રે ખડા તેરા શિર પર વેરી રે... છોટી રે ઊંમર તેરી, બડા મનસૂબા રે, જ્યારે રે લાગે રે સમંદરમાં લેરી રે... ધિક ધિક જનમ તારો જાય છે અકારજ રે, આયુષ્ય ઘટે છે બંદા અહોનીશ તેરી બાળપણ તારું બંદા, ખેલમાં ખોયું રે, જાય છે જુવાની તારું તનડું હેરી રે વૃદ્ધ ભયોને અંગે આળસ આવી રે, ભ્રષ્ટ થઈ બુદ્ધિ, માનવ તોરી રે એક દિન જમડા શહેરમાં ઊમટશે રે, દશેય દરવાજા લેશે ઘેરી રે એક રે પલકમાં તને પકડીને પછાડે રે, ત્યાં નંઈ રેવે તેરા જીવડા ઠેરી રે સંત તો સદાય તને ઉપદેશ દેવે રે, માની લે શિખામણ મનવા મેરી રે કહે દેવીદાસ તું તો રામને ભજી લે રે, તીન રે ભવનમાં નહીં કોઈ વેરી રે. અષાઢી બીજના દિવસે સંત દેવીદાસ અને અમરબાઈએ જીવતા સમાધિ લીધી હતી અને અનંતયાત્રાએ સિધાવ્યાં હતાં. આજે પણ પ્રત્યેક બીજના દિવસે આ જગ્યા પર ભજનવાણી થાય છે. અમરબાઈની વાણીમાં ગુરુમહિમા: સંત દેવીદાસની સેવા-ભક્તિભાવને નજરે નિહાળી અમરબાઈ યુવાવસ્થામાં જ સંસારની મોહમાયા ત્યાગીને દેવીદાસના સેવાધરમના ધામમાં જોડાઈ જાય છે. અમરબાઈનું મૂળ ગામ જેતપુર પાસેનું પીઠડિયા હતું. પતિ અને સાસુ સાથે સાસરે જતાં રસ્તામાં પરબની જગ્યાએ ઊભાં રહ્યાં. સાસુ માળા ફેરવતાં હતાં અને અમરબાઈ બાજુમાં રોગથી કણસતી સ્ત્રીનો અવાજ સાંભળી એ દિશા તરફ વળે છે. ત્યાં જઈને જુએ છે તો સંત દેવીદાસ રક્તપિત્તનાં રોગી ડોસીમાની વત્સલભાવથી સેવા કરી રહ્યા છે. દેવીદાસના પરદુ:ખભંજક વ્યક્તિત્વને જોઈને અમરબાઈ ભક્તિના રંગે રંગાઈ જાય છે. દેવીદાસને ગુરુ તરીકે સ્થાપી, સિદ્ધ જાણીને સેવે છે. એમની આ પ્રસિદ્ધ રચનામાં ગુરુ મહિમાનું આલેખન થયું છે. મેં તો સિધરે જાણીને તમને સેવિયા મારે રુદિયે દિવસ ને રાત જીવન ભલે જાગિયાં ... ટેક. મેં તો પુન્યના પાટ મંડાવિયા પાટે પધાર્યા પીર જસો ને વેવોળાંદાન, જીવન ભલે જાગિયા ... મેં તો કરુણાના કળશ થપાવિયા ૨૦૮

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121