________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અવતાર લીલાનું ગાન કર્યું છે. સાંપ્રદાયિક-ધાર્મિક વિચારોથી ઉપર ઊઠીને તેમણે માનવતાનો મહિમા સમજાવ્યો. એ ‘હરિરસ’ની શરૂઆતમાં જ કવિએ પિતાંબર ભટ્ટની વંદના કરીને ગુરુમહિમાનું ગાન કર્યું છે :
લાગા હું પહેલો લળ, પિતાંબર ગુરુ પાય; ભેદ મહાસ ભાગવત, પાયો જિણ પસાય...૪
ઈસરદાસ રોહડિયાની ભક્તિભાવના અને કવિત્વકલાના સુહાગ સમન્વય રૂએ રચાયેલ હરિરસ ખરા અર્થમાં કાલજયી રચના છે. ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીમાં તેનાં પ્રકાશનો થયાં છે. હરિરસની ખ્યાદિ દેશ-વિદેશમાં પ્રસરી છે.
- ભક્તકવિ ઈસરદાસજી રોહડિયાનું જીવન પરિવર્તન કરવાનો યશ પિતાંબર ભદ્રને ફાળે જાય છે તો તેવું જ ઉદાહરણ મળે છે સદ્ગર બ્રહ્માનંદ સ્વામીનું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી જ્યારે સદેહે આ પૃથ્વી પર વિચરણ કરતા હતા ત્યારે તેમના સંપર્કમાં આવેલ ખાણ ગામના ચારણ લાડુદાનજી આશિષ ગુરુમંત્ર સ્વીકારીને બ્રહ્મમુનિ બન્યા અને અધ્યાત્મ માર્ગે પ્રયાણ કરી સુખ્યાત
બનેલા.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... આજની ઘડી રે ધન્ય આજની ઘડી; નેણે નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી
ટેક. // કામ, ક્રોધ ને લોભ વિષય રસ ન શકે નડી, માવજીની મૂર્તિ મારા રૂદિયામાં ખડી રે...
ધન્ય...૧ જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી સન્નુરની દષ્ટિ જોતાં, વસ્તુ એ જડી રે
ધન્ય...૨ ચોરાસી સહુ ખાણમાં હું તો, થાક્યો આથડી, અંતર હરિ હું એકતા ત્યારે, દુગ્ધા દૂર પડી રે... ધન્ય...૩ જ્ઞાનકુંચી, ગુરુ ગમસે, ગયાં તાળા ઉઘડી; લાડુ-સહજાનંદ નિરખતાં, ઠરી આંખડી રે...
ધન્ય...૪ આત્મા અને પરમાત્માનો સંબંધ તો અનંતકાળથી જ હોય છે, પરન્તુ દુન્યવી માયાને કારણે આત્મા મૂળ છોડીને કસ્તુરી મૃગની જેમ અન્યત્ર ભટક્યા કરે. તેને પરમથી સાચી ઓળખ ન થાય. એ સ્થિતિમાં જો સદુગર મળી જાય તો તેને સાચો રાહ બતાવે, તેના માયાના અવતરણો દૂર કરી, અંધકારને બદલે પ્રકાશનો - તેજનો પરિચય કરાવે, પરતુ ફરી તેને ભૂલાવી દિયે. વસ્તુતઃ તો પરમ દરેક જીવને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. અરે ! કર્મના બંધનો પણ તે જ લખાવે છે, પણ જો સલ્લુરુ મળી જાય તો તેની યથાર્થ ઓળખ થઈ જાય છે. આથી તો ભક્તકવિ ઇસરદાસજીએ "હરિરસ'માં કહ્યું છે કે, અખિલ બ્રહ્માંડમાં ચરાચરમાં વિચરનાર પરમત્ત જન્મ અને મરણ, રૂપ અને રેખા, વૈશભૂષા અને વાડાબંધીથી પર છે. અનંત બ્રહ્માંડમાં અનંત પરાક્રમો કરનાર એ નિરંજન, નિરાકારની સાચી ઓળખ થયા પછી પણ એ માયાના આવતરણમાં છુપાઈ જાય છે, પણ ઈસરદાસજીએ તો ચારણ સહજ રીતે સ્પષ્ટ વાત કરી દીધી કે, હે પ્રભુ! મેં તો તમને બરોબર ઓળખી લીધા છે. વૃક્ષની શાખા અને પર્ણને ઓળખી લઈએ તેમ તમારા રહસ્યોને સમજી લીધા છે. અજાણ્યા આગળ છુપાઈ શકાય, પણ જાણકાર પાસે છુપાવું અઘરું છે. વળી મેં તો તમારા અકળ રૂપનું યથાર્થ વર્ણન કર્યું છે. ભક્તોને વારંવાર છેતરનારા હે પ્રભુ ! હવે પડદો દૂર કરીને આપણે એકમેકમાં મળી જઈએ :
“જાગ્યો હળ ઓઝલ છોડ જીવન ન, પેખાં તુળ શા આંય ડાળખાંપન્ન, અજાણ રિ આગળ રે તુ અજાણ, જાણિતાય ખાસ નકો દ્વિપ જાણ...૩૧૫
૨૦૪
વિ.સં. ૧૯૨૮, મહા સુદ-૫, તા. ૮-૨-૧૭૭૨ના દિવસે શંભુદાનજી આશિયાને ઘેર તેમનો જન્મ થયો. વ્રજભાષા પાઠશાળામાં અભ્યાસ કરીને પિંગળાચાર્ય, મહામહોપાધ્યાય અને સહસ્ત્રા-વિદ્યાના આર્યની પદવી મેળવી. રાજકવિ તરીકે માનપાન પામ્યા. ભૂજથી ફરતા ફરતા ભાવનગર આવ્યા, ત્યાં ભગવાન સ્વામિનારાયણ વિશે સાંભળ્યું. કસોટી કરવાનો નિર્ણય કર્યો. જતી વખતે સંકલ્પ કર્યો કે જો તેઓ પ્રભુ હોય તો મેં અંતરમાં કરેલ સંકલ્પની તેમને જાણ થાય. એમ જ બન્યું. મહારાજશ્રીએ લાડુદાનજીને જોતાં જ તેમને નામથી બોલાવ્યા. તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતાં અને ગળામાં તાજા ગુલાબના હાર હતો. કવિને ઊભી થઈને ભેટચા તેમજ રાઓ, લખપત પાઠશાળામાં મૂકવા આવનાર પણ પોતે જ હતા, એમ કહીને તેમનાં જીવનની અથથી ઇતિ સુધીની વાત કરી. તેઓને કહ્યું કે, ‘તમે તો અનાદિથી જ અમારા જ છો ને અમારા જ થઈને રહેશો. લ્યો ઓળખો, અંતર અજવાળો, અગમ્ય અગોચર, અવિનાશીની અક્ષરલીલા ઉચારો'. આમ કહી તેઓ એ રીતે બેઠા કે લાડુદાનજી તેમના ચરણાવિંદ જોઈ શકે. લાડુદાનજી જ્યોતિષશાસ્ત્રના જ્ઞાતા હોવાથી એ બધા શુભ ચિન્હો જોતાં જ ભાવવિભોર થઈને ગાવા લાગ્યા કે
- ૨૦૩