________________
Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... આચાર્ય વ્રજસેનનો જન્મ ચારણ કુળમાં થયો હતો. જૈન ધર્મમાં ‘વિદ્યા ચારણ” અને ‘જંધા ચારણ' નામની ઉપલબ્ધિઓ અંગે પણ માહિતી મળે છે. શિવમહિમ્ન સ્તોત્રના રચયિતા પુષ્પદંતજી પણ ચારણ હોવાની માન્યતા છે. તો મધ્યકાળે તો ચારણ વિદ્યાના મણિમંડપમાં સગીરવ સ્થાન પામ્યો છે. ક્ષત્રિઓને ક્ષાત્રતા અને માનવતાનો મહિમા સમજાવનાર ચારણને દેવીપુત્ર'નું બિરુદ મળ્યું છે, અનેક રાજા-મહારાજાઓએ તેને ભીખ-પશાળ - કરોડ પશાળ આપીને તેમની શબ્દોપાસનાનું પૂજન-અર્ચન કર્યું છે.
ચારણી સાહિત્ય નામકરણ સંબંધે વિદ્વાનોમાં મનૈક્ય નથી, પણ આ ક્ષેત્રના સંશોધોનું માનવું છે કે, ચારણી સાહિત્ય એટલે માત્ર ચારણોએ રચેલું સાહિત્ય જ નહીં, તે એક શૈલી વિશેષનું સાહિત્ય છે. તે ચારણો અને ચારણેતરોનું સર્જન છે, પરન્તુ જેમાં વિશેષ માત્રા ચારણોની છે. રાજસ્થાનમાં પણ તેને ચારણ સાહિત્ય કે હિંગળ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં અપભ્રંશ અને મારુ-ગુર્જર ભાષાનો પ્રયોગ થયો છે. તેમાંથી જ સમયાંતરે ગુજરાતી, રાજસ્થાની અને વ્રજ આદિ ભાષા છૂટી પડી છે. તેમાં અનેકવિધ સ્વરૂપો પ્રયોજાયાં છે, જેમાં આખ્યાન, વાર્તા, પ્રબંધ, વચનિકા, દવાવેન, કવિત, રાસો, જમાળ અને કુંડળિયા વગેરેને પ્રાધાન્ય મળ્યું છે. હિંગળ અને પિગળના છંદોનો તેમાં કલાત્મક વિનિયોગ થયો છે; એટલું જ નહીં તેમણે છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, શબ્દકોશ અને પર્યાયવાચી શબ્દકોશ, કથાકોશ અને સાહિત્ય સર્જન-વિવેચન સંદર્ભે ઊંડી વિચારણા કરી છે. ચારણી સાહિત્ય રજૂઆતની કથા (પરફોર્મિંગ આર્ટ) હોવાથી તેની રજૂઆતની વિવિધ તરાહો શિખવવામાં આવતી, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ભુજની રાઓ, લખપત પાઠશાળા. વળી, ચારણોને ઘરે ઘરે વિદ્યાની ઉપાસના થતી રહેતી, આથી તો તેને સરસ્વતીપુત્રનું બિરૂદ મળેલ; ચારણો વિશે કહેવાયું
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા તો એમ કહી શકાય કે, જેમાં ભક્તિની ભાગીરથી, સર્જનાત્મક અને સત્ય ઉપાસનાની સરસ્વતી તેમજ કરુણાની કાલિંદ્રીની ત્રિણેણીસંગમ થયો છે તે ચારણી સાહિત્ય.
ચારણને ત્યાં સરસ્વતીની ઉપાસના તો હોય જ, પરંતુ તેમાં ભક્તિ ભળે તો તેનું કેવું સુભગ પરિણામ આવે તેનું ઉજ્જવળ ઉદાહરણ છે ઇસરદાસજી રોહડિયા. ચારણી સાહિત્યમાં ભૂક્તિમૂલક કવિતાનું સર્વોચ્ચ ઈંગગૌરી શિખર ગણાયેલ ઈસરદાસ મૂળ તો રાજસ્થાનમાં બાડમેર સાસાજી તેમના કાકા થાય. કાકા પાસેથી કાવ્ય દિક્ષા મેળવીને પારંગત બનેલ ઈસરદાસજી કાકા સાસાચી સાથે કચ્છમાં જામ રાવળની રાજ્યસભામાં આવ્યા. વિદ્યોપાસક ચારણે કાવ્યરચના કરીને તેની રજૂઆતમાં પોતાની સઘળી કલા નીચોવી નાખી, મેદની ડોલી ઊઠી. રાજવીની છાતી ગજગજ ફૂલવા લાગી, તે કવિને લાખ પશાવથી નવાજવા ઉતાવળા બન્યા, પણ રાજપુરોહિતે ઈશારતથી મનાઈ ફરમાવી. રાજવીની મનની મનમાં રહી ગઈ, પણ ચતુર ચારણ પામી ગયો, તેણે અડગ નિર્ણય કરી લીધો. ખ લઈ સંધ્યા ટાણે બ્રાહ્મણના ઘરે જઈ તુલસીક્યારા પાછળ સંતાયો અને મોકો મળવાની વાટ જોવા લાગ્યો. આરતી-ઝાલર ટાણું થયું છે. ગોર-ગોરાણી વાતે વળ્યાં છે અને સભામાં આવેલ યુવાન ચારણની કવિત્વકલાના બ્રાહ્મણે વખાણ આરંભ્યા. ગોરાણી કહે, તો તો તે લાખપશાણ મળ્યો હશે ? પિતાંબર ભટ્ટ કહે ના, ગોરાણી મેં જ જામ રાવળને ના પાડી. ગોરાણી કહે, પણ કારણ શું? માત્ર તમારી ઇર્ષા જ ને ? અરે ! એક ચારણનું કલ્યાણ થતું હોય તો તમારું શું જતું'તું ? પિતાંબરજી કહે, ‘ગારાણીની તમે ખોટું સમજો છો. મારે તેને લાખ પશાળ આપાવીને વ્યક્તિ પ્રશંસાના માર્ગે ધકેલવો ન હતા, મારે તો તેને અધ્યાત્મના માર્ગે વાળવો છે. તે જો પરમની આરાધનાના કરે તો તેનો બેડો પાર થઈ જાય તેમ છે. ચારણ પછતાયો, ખૂલ્લી તલવારે જઈ બ્રાહ્મણતા પગે પડ્યો, તેને સઘળી વાત કરી અને પશ્ચાતાપના અદ્ભજળથી ગુનો ચરણાભિષેક કર્યો. તેમને જ ગુરુ બનાવીને ચીધ્યાત્મનો માર્ગ અપનાવ્યો અને જગપ્રસિદ્ધ ભક્તકવિ ઈસિરદાસ-ઈસરા-પરમેસરી - તર્રીકે પ્રસિદ્ધિ પામ્યા.
ભક્તકવિ ઈશ્વરદાસએ ‘હરિરસ’, દવિયાણ’, ‘ગુણ નિંદા સ્તુતિ', ‘હાલાઝાલા રા કુંડળિયા’, ‘ગુણ વેરાટ', ‘ગરુડ પુરાણ’, ‘ગુણ આગમ', ‘ગુણ ભગવંત હંસ', ‘ગુણ આપણ’, ‘ધ્યાન મંજરી’ ‘બ્રહ્મવેલ', 'કૃણ સ્તુતિ’, ‘બાળલીલા', 'દાણલીલા' અને ‘ગંગાવતરણ તેમજ અન્ય લઘુગ્રંથોની રચના કરી છે. ભક્તકવિ ઈસરદાસ પરમ વૈષ્ણવ પરંપરાના ઉપાસક હતા. તેમણે ‘હરિરસ’ ગ્રંથમાં ભગવાન વિષ્ણુની
“સૂર સત જ્યાં રી જીભે બસે, ભાખે ઘણાં ભેદ, દેવ્યા જગ વિચ્છમાં કરે, ચારણ મુખ ચહુ બેદ.'
કુળ પરંપરાથી જ ભગગતી શારદાની ઉપાસના કરનારા ચારણ કવિઓની દીર્થ પરંપરા જોવા મળે છે, જેમાં માવલ વરસડા, લુણ પાડ મહેડુ, આણંદ-કરમાણંદ, ઈસરદાસજી, આસાજી રોહડિયા, હરદાસ મિસણ, સાંસાજી ઝૂલા, હરસાજી આઢા, નરહરદાસજી, બાંકિદાસજી, સૂર્યમલ્લ મિસણ, દુલા કાગ અને કવિશ્રી ‘દાદ’ મુખ્ય છે. સહુ સહસ્ત્રાધિક ચારણ કવિઓ રચિત ચારણી સાહિત્યની ખરી ઓળખ આપવી હોય
Ron
૨૦૨