________________
• સાઈ
Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... દષ્ટિએ વિચાર કરવાની ભૂમિકા રચી ગુરુતત્ત્વના વિચારમાં તે બંને દષ્ટિનો ઉપયોગ ઉપાધ્યાયજી કરે છે. પ્રથમ ઉલ્લાસમાં આખા દાખલા-દલીલો સાથે ઉપાધ્યાયજીએ વ્યવહારનિશ્ચયનું સ્વરૂપ વર્ણવ્યું છે.
બીજા ઉલ્લાસમાં આરંભે જ ગુરનું લક્ષણ દર્શાવતાં ઉપાધ્યાયજી કહે છે કે સાધુના શુદ્ધ આચરણને જાણે છે પ્રરૂપે છે અને સ્વયં તેનું પાલન કરે છે તેને જ ગુના ગુણથી યુક્ત હોઈ ગુર જાણવો. ત્યાર બાદ વ્યવહારનું નિરૂપણ કરતાં ઉપાધ્યાયજી કહે છે કે જેમ જ્ઞાનના નિરૂપણમાં જ્ઞાની અને શેય એ બંનેનું નિરૂપણા આવશ્યક છે. તેમ વ્યવહારનું સ્વરૂપ બતાવતાં વ્યવહારી (વ્યવહારકર્તા) અને વ્યવહર્તવ્ય (વ્યવહારનો વિષય) એ બંનેનું સ્વરૂપ બતાવવું પણ જરૂરી છે, આમ કહી તેઓ વ્યવહાર, વ્યવહારી અને વ્યવહત્ત્વવ્યનું સ્વરૂપ વર્ણવે છે.
આ પ્રમાણે ત્રણેયનું સ્વરૂપ બતાવી ઉપાધ્યાયજીએ આગળ ધૃત, આશા, ધારણા અને જીત એમ વ્યવહારના પાંચ પ્રકારો વર્ણવ્યા છે. આ પ્રત્યેક પ્રકારના સંબંધમાં તેઓએ ઘણું જ શાસ્ત્રીય તત્ત્વ વ્યવસ્થિત રીતે આલેખેલું છે.
ત્રીજા ઉલ્લાસમાં પ્રારંભે ઉપાધ્યાયજી ચતુર્ભાગી બતાવી કહે છે કે અમુક પ્રકારનો ગુરુ ત્યાજ્ય અને અમુક પ્રકારનો ગુરુ અત્યાજ્ય છે. આ ચતુર્ભાગી નીચે પ્રમાણે છે.
(૧) વસ્ત્રપાત્રાદિ સાધન પૂરું પાડનાર અને સંયમમાં સીદાતાને સાટણા ન કરનાર એવો ઈહિલોક હિતકારી છતાં પરલોક હિતકારી નહિ (૨) વસપાત્રાદિ સાધન પૂરું ન પાડનાર અને પ્રમાદમાં પડતાને સારણા આદિથી સાવધ કરનાર એવો દહિલોક હિતકારી નહિ છતાં પરલોક હિતકારી (૩) ઈહલોક હિતકારી તથા પરલોકહિતકારી.
(૪) ઈહલોક હિતકારી પણ નહિ અને પરલોકહિતકારી પણ નહીં. આવા ચાર પ્રકારના ગર ઓમાંથી બીજા અને ત્રીજા પ્રકારના ગ્રઓની સંગતિ કોઈ પણ રીતે છોડવી ન ઘટે. ખાસ કરીને ત્રીજા પ્રકારના ગુરની સંગતિ શિષ્ય માટે હિતાવહ હોવાથી તેનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે.
આ રીતે બીજા અને ત્રીજા પ્રકારના ગુરુઓની સંગતિ કોઈ પણ રીતે છોડવી ન ઘટે, અર્થાત્ પ્રથમ અને ચતુર્થ ભગવર્ના ગુરુઓ લુગુરુ હોઈ તેમનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આ કુરઓના પાર્શ્વસ્થ, અવસન, કુશીલ, સંસક્ત અને યથાછુન્દ એ પ્રમાણે પાંચ પ્રકારનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે.
ચતુર્થ ઉલ્લાસમાં સેવા કરવા યોગ્ય સુગરનું સ્વરૂપ બતાવવામાં ઉપાધ્યાયજીએ મુલાક, બફશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચ પ્રકારનાં ભગવતીઅંગ વર્ણિત નિગ્રંથોનું વર્ણન આપ્યું છે. આ વર્ણન છત્રીસ દ્વારમાં વહેંચાયેલું હોઈ તેનાથી જ એ
૧૯૭
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ઉલ્લાસનો મોટો ભાગ રોકાયેલો છે. એ પાંચ નિગ્રંથોનાં લક્ષણો, તેઓના ભેદ-પ્રભેદો અને અવાન્તર ભેદ-પ્રભેદોનાં લક્ષણો વગેરે બધું વિસ્તારપૂર્વક આપેલું છે.
ઉપાધ્યાયજી મહારાજે પોતાના ગુરવરને પોતાના ગ્રંથોના પ્રારંભે મંગલાચરણમાં કે ગ્રંથના અંતે આપવામાં આવતી પ્રશિસ્તિમાં માનપૂર્વક યાદ કર્યા છે.
“શ્રી નવિજય ગુરતણો, નામ પરમ છે મંત, એહની પણ સાંનિધ કરી કરીશું એ વિરતંત" (જંબુસ્વામી રાસનું મંગલાચરણ)
‘ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથના મંગલાચરણમાં શ્રી નવિજયજી ગુરુવર માટેની હૃદયની લાગણી પ્રદર્શિત કરી છે. પ્રારંભની ૧થી ૧૦ ગાથાઓમાં ગુરુને બહમાનપૂર્વક યાદ ર્યા છે તેમાંની ૧૦મી ગાથા નીચે પ્રમાણે છે..
सक्का वि णेव सक्का गुरुगुणगणकित्तणं करेएं जे। भतीइ पल्लियाण वि अण्णेसिं तत्थ का सत्तत्ती ॥१०॥
ભક્તિથી પ્રેરિત થયેલા શક્ક-ઈન્દ્ર પણ આવા ગુરુના ગુણનું કીર્તન કરવા સમર્થ નથી તો બીજાની શક્તિની તો શી વાત કરવી !”
સમગ્ર જીવનની વિદ્યોપાસનાના પરમ ફળસ્વરૂપ અનુભવજ્ઞાન - જ્ઞાનદશાની પ્રાપ્તિ થઈ તે પણ ગુર મહારાજની કૃપાથી થઈ છે એવું તેઓ કહે છે." ૧
મારે તો ગુરુચરણ પસાથે અનુભવ દિલમાં પેઠો, ઋદ્ધિ સિદ્ધિ પ્રગટી ધરમાંહિ આતમરતિ હઈ બેઠો (શ્રીપાલ રાસ - ખંડ ૪). સંદર્ભ : * યશોવિજયજી પ્રવચનમાળા : આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ
ગુરુતત્ત્વ વિનિશ્ચય - યશોવિજયજીગણિ જૈન ગુર્જર કવિઓ- મો. દ. દેસાઈ
.
સૂરજ એક હોય છતાં, કિરણો સર્વત્ર હોય તેમ :
કૃપા ગુરુદેવની સર્વ ભક્ત પર હોય.
૧૯૮