________________
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
...
ચારણી સાહિમાં ગુરુમહિમા
- ડૉ. અંબાદાન રોહડિયા ( રાજકોટસ્થિત અંબાદાનભાઈ, ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના સભ્ય રૂપે સેવા આપે છે. લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં તેમના સંશોધનસંપાદનના ગ્રંથ પ્રગટ થયા છે અને એવૉર્ડ પ્રાપ્ત થયા છે. સૌરાષ્ટ્ર યુનિ.માં Ph. D.ના ગાઈડ તરીકે સેવા પ્રદાન કરે છે)
મધ્યકાળે પશ્ચિમ ભારતમાં પ્રગટેલી ભારતીય સાહિત્યની અનેકવિધ ધારામાં એક મહત્ત્વની ધારા છે ચારણી સાહિત્ય. ચારણી સાહિત્યને યથાર્થ રીતે સમજવા માટે પ્રારંભે આપણે ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિનો ખરો પરિચય મેળવવાની જરૂર છે. કેમકે, આજે આપણે ભારતીયતાને સંકુચિત અર્થમાં પ્રયોજવા લાગ્યા છીએ, પરનું ભારતીયતા એ માત્ર કોઈ એક સીમિત પ્રદેશ, પ્રજા, ધર્મ કે સંપ્રદાયના વાડામાં કેદ થયેલ નથી, પણ એ વિશ્વની સૌથી પ્રાચીન અને જીવંત સાંસ્કૃતિક પરંપરા છે. માનવમાત્રના કલ્યાણની જ વાત નહીં પણ જીવમાત્ર - પશુ-પંખી-પ્રાણી- અરે ! સકલ સૃષ્ટિના અસ્તિત્વનો સ્વીકાર કરીને તેનાં જતન માટે કૃત સંકલ્પ બની, એ માટે અપનાવેલાં જીવનમૂલ્યોનું જેમાં પાલન થાય છે જે ભારતીય સંસ્કૃતિ. આ સાંસ્કૃતિક વિચારધારા જેમાં સમુચિત રીતે નિરૂપાય છે તે ભારતીય સાહિત્ય. આમ, ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ એકેમકનાં પૂરક બન્યાં, એટલું જ નહીં અવિનાભાવિ બની રહ્યા.
ભારતીય સાહિત્ય પર મુખ્ય ચાર ધારાનો પ્રભાવ દષ્ટિગોચર થાય છે, જે વૈદિક સાહિત્ય, જૈન સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય અને લોકસાહિત્ય તરીકે ઓળખાય છે. આ ચારે ધારા પર પોતપોતની ધાર્મિક વિચારધારાઓના પ્રભાવ જણાય છે, તેનો લંડાણથી અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે ચારણી સાહિત્ય પર વૈદિક ધારાનો પ્રભાવ છે. ચારણોએ વૈદિક ધારાને આત્મસાત્ કરીને તેને લોકપરંપરા સાથે જોડવાનો બળકટ અને સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. ખરા અર્થમાં ચારણોએ ભય ધારાને જોડવા સેતુ બંધનું કાર્ય કર્યું છે.
૧૯
અભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સત્ય, શક્તિ અને સરસ્વતીની ઉપાસના કરનારા ચારણો ઋષિ પરંપરાનું ઊજળું અનુસંધાન છે. ભારતીય ઋષિઓની પરંપરાને અનુસરનારા ચારણો અરણ્યવાસી છે. તેઓનો નિવાસ હિમાલય, કેલાસ, જંબુદ્વીપ, નાક-સ્વર્ગ અને ગંધમાદન પર્વતમાં હોવાની માહિતી મળે છે. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, શિવપુરાણ, ગણેશપુરાણ, પદ્મપુરાણ અને શ્રીમદ્ ભાગવત આદિ પૌરાણિક ગ્રંથોમાં ચારણોનો ઉલ્લેખ મળે છે. વૈદિક પરંપરાની ઉપાસના કરનારા, ચારણો વિશે ‘યજર્વેદ'ની એક ઋચામાં કહ્યું છે કે,
'यथे मा वाचं कल्याणी भावहानि जनेभ्यः। ब्रह्म राजन्याभ्यां शूद्राय चाय च स्वाय चारणाय।'
| ('યજુર્વેદ' અધ્યાય-૨૬, મંત્ર-૨) વાલ્મીકિ ‘રામાયણ’માં ચારણોને હિમાલયમાં વસી તપ કરનારા અને આકાશ માર્ગે વિહાર કરનારા દર્શાવ્યા છે. લંકાદહન પછી પણ સીતાજી સલામત છે એ સમાચાર ચારણોએ જ હનુમાનજીને આપ્યા હતા. હનુમાનજી જે માર્ગે લંકા ગયા તેને ચારણ માર્ગ - ચારણે પરિત પંથા તરીકે ઓળખાવ્યો છે, તેમજ ભગવાન રામચંદ્રજીના રાજ્યાભિષેક થયાને ચારેય વેદ ચારણોનું રૂપ ધરીને સભામાં આવ્યા અને તેમની મંગલ રસ્તુતિ કરી હતી. ‘મહાભારત'ના આદિ પર્વ પછી પાંડવો અને કુંતીજીને લઈને હજારો ચારણઋષિઓ હસ્તિનાપુર તેમને મૂકવા આવ્યા. તો કુરુક્ષેત્રનું યુદ્ધ આરંભાયું એ પૂર્વે શ્રીકૃષ્ણ અજુનને કહે છે કે, 'તું વિજય માટે શક્તિ ઉપાસના કર. ચારણે પણ એ દેવીની ઉપાસના કરે છે. “શ્રીમદ્ ભાગવત'માં ચારણોનો સમાવેશ દેવસર્ગમાં કર્યો છે તેમજ “ચારણ” વિશે કહ્યું છે કે, ચારન ર્તિ ત ચાર જે સ્વયં ધર્મના પથ પર આરૂઢ થઈને બીજાઓને પણ ધર્મોત્થાન માટે પ્રવૃત્ત કરે છે તે જ સિદ્ધ ચારણ. ‘ચારણ' શબ્દમાં જ કાવ્ય પ્રતિભા અને સિદ્ધિ-સમ્યન્તતાનો ભાવનિહીત હોવાનું વિદ્વાનો માને છે.
‘પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે, પ્રથ રાજાએ કરેલ મહાયજ્ઞમાં દેવો સાથે ચારણો પણ આવ્યા અને પ્રથ રાજાએ તેમને દક્ષિણમાં આવેલ ‘તેલંગ’ દેશ દાનમાં આપ્યો. ચાર તત: TETêન હેશનુમા એ સમયે તેલંગમાં આવીને વસેલા ચારણો ધીમે ધીમે ભારતમાં બધા રાજ્યોમાં પ્રસર્યા. સિકંદરે ભારત પર આક્રમણ કર્યું એ વખથે આઈશ્રી હિંગળાજે ચારણો અને ચારણેતર સમાજ એકત્ર કરીને તેનો પ્રતિકાર કરેલા. ‘પ્રબંધ ચિંતામણિ'માં ઉલ્લેખ છે કે શ્વેતાંબર જૈન જ્યારે સંપ્રદાયમાં દીક્ષિત
Roo.