________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ન્યાય યાને તર્કશાસ્ત્ર :
તર્કભાષા - આ સંસ્કૃત કૃતિનો પ્રારંભ એક પધથી અને એનો અંત ચાર પદ્યની પ્રશસ્તિથી કરાયેલ છે. જ્યારે બાકીનું લખાણ ગદ્યમાં છે. ન્યાયસિદ્ધાંત મંજરી અને એની ટીકા, સપ્તભંગી-નય પ્રદીપ, નય રહસ્ય, નયોપદેશ, નયામૃત તરંગિણી, તરગિણીતરણી, સીમંધરસ્વામીને વિનંતી, જ્ઞાનપ્રક્રિયાની સઝાય, કુરની ઝાટકણી અને માફીપત્ર, સમભંગી તરંગિણી, અનેકાન્ત વ્યવસ્થા યાને જૈન તર્ક, સ્યાદ્વાદ રહસ્ય, સિદ્ધાંતતર્ક પરિષ્કાર, વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય વગેરે.
પદાર્થ પરમાર્થ યાને દ્રવ્ય વિચારણા :
તસ્વાર્થ સૂત્રની અને એના ભાગની ટીકા, તત્ત્વાર્થસૂત્રનો બાલાવબોધ અને કર્તા, તત્ત્વાલોક અને એનું વિવરણ, ત્રિસાલોક, ઉપાદાદિસિદ્ધિ અને એની ટીકા. દ્રવ્ય અનુયોગ વિચાર યાને દ્રવ્યગુણ પર્યાયનો રાસ, ચૌદ ગુણસ્થાનક સઝાય, ઉપશ્રમશ્રેણિની સરુઝાય, સંયમશ્રેણી વિચાર, પાતંજલ યોગદર્શન અને એની વ્યાખ્યા, વેદાન્ત દર્શન, કાયસ્થિતિનું વર્ણન આદિ.
પ્રતિમા શતક (વિ.સં. ૧૭૧૩) આ સંસ્કૃત કૃતિમાં ૧૦૪ પદ્યો છે. એ જાતજાતના અલંકારોથી વિભૂષિત છે.
જિનપ્રતિમાસ્થાન સઝાય, જિનપ્રતિમા સ્તવન, દેવધર્મ પરીક્ષા (૪૫૦ શ્લોક જેવડી સંસ્કૃત કૃતિ).
અધ્યાત્મ : અધ્યાત્મસાર (૯૪૯ પદ્યમાં રચેલી સંસ્કૃત કૃતિ) અદાયાત્મોપનિષદ, જ્ઞાનસાર, અષ્ટપ્રકરણ કિવાં અષ્ટક દ્વાત્રિશત્ (આ સંસ્કૃત કૃતિમાં આઠ આઠ પદ્યનાં બત્રીસ અટક છે). અધ્યાત્મોપદેશ, અધ્યાતમબિન્દુ, યોગવિદ્યાન વિંશિકા અને એનું વિવરણ, સમાધિશતક, અધ્યાત્મિક પદો.
જીવનશોધન : તેર કાઠિયાનો નિબંધ, ષોડશક પ્રકરણ, સમકિતસુખલડીની સઝાય, હેતુગર્ભ, પાતંજલ યોગલક્ષણ વિચાર, યોગભેદ, યોગવિવેક, યોગાવતાર, યોગ માહાભ્ય, તત્ત્વાર્થદિપિકા, ગુતત્ત્વવિનિશ્ચય, સુગુરની સઝાય, કુગુરુની સઝાય, ગુરુ સ હણા સઝઝાય, ભાષા રહસ્ય, ઉવસ રહસ, નયરહસ્ય સ્યાદ્વાદ રહસ્ય, આહાર-અનાહારની સઝાય યાને ચતુર્વિધ આહારની સઝાય.
પ્રકીર્ણક યાને અવશિષ્ટ સાહિત્ય : પિસ્તાળીસ આગમોનાં નામની સઝઝાય, અગિયાર અંગની સઝાય, સ્થાપના કલ્પની સઝાય, સટિક નયચક્રના આદર્શની રચના અને શ્રુતભક્તિનો નમૂનો.
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગુરુતત્ત્વવિનિશ્ચય : ગ્રંથનો ટૂંકસાર :
મહોપાધ્યાય યશોવિજયજી મહાપુરુષ, જ્ઞાનકુંજ, પ્રખર વિદ્વાન થઈ ગયા તે નિઃશંક છે. શ્રીમદ્ હરિપ્રિયસૂરિ જેવા વિદ્વાન જૈન શાસનમાં એક જ છે અને તેમના પછી લગભગ એક હજાર વર્ષ બાદ આ યશોવિજયજી પણ જૈન શાસનના સભાગ્યે અઢારમી સદીમાં થયા.
વિવિધ વિષયોના સેંકડો ગ્રંથોનું ઉપાધ્યાયજી મહારાજે સર્જન કર્યું છે. તેમાં ગુતત્ત્વ વિશે એમણે એમના ગ્રંથોમાં સારો એવો પ્રકાશ પાડયો છે. છતાં એક ગ્રંથ એટલે ‘ગુરુતત્ત્વવિનિશ્ચય'માં ગુરનું માહાભ્ય અને ગુરુ અંગેનાં અનેક પાસાંની વિશતાથી વિચારણા કરી છે.
ગુરુતત્ત્વવિનિશ્ચય ઉપરાંત ગુરુને કેન્દ્રમાં રાખીને અન્ય સર્જનો કયાં છે. દા.ત. સુગુરુની સઝાય ગુરુસદ્દણા સઝાય, કુગુરુની સઝઝાય વગેરે.
ગુરુતત્ત્વવિનિશ્ચય (વિ.સં. ૧૭૩૩) કૃતિ ચાર ઉલ્લાસમાં રચાઈ છે. એની પવસંખ્યા અનુક્રમે ૨૦૮, ૩૪૩, ૧૮૮ અને ૧૧૬ છે. આમ એકંદરે ૯૦૫ ગાથાઓમાંથી કેટલીક તો પૂર્વાચાર્યોએ રચેલી કૃતિઓમાંથી અહીં વણી લેવાઈ છે અને એનો ઉલ્લેખ સ્વયજ્ઞ વૃતિમાં કરાયો છે.
પ્રથમ ઉલ્લાસમાં સૌથી પ્રથમ ઉપાધ્યાયજી મહારાજ ગુરનું માહાન્ય બતાવતાં કહે છે કે ગુરુની શુદ્ધ સમાચારીરૂપ આજ્ઞાને અનુસરવામાં આવે તો મોક્ષ સુધ્ધાં પ્રાપ્ત થાય છે. ગુરુના પ્રસાદથી આઠ સિદ્ધિઓ મળે છે. ગુરુની ભક્તિથી જ વિદ્યા ફળે છે તેમ જ આ દુનિયામાં પ્રાણીઓને ગુરૂ વિના બીજું કોઈ કારણ નથી. દીપક પોતાની દીપ્તિના પ્રભાવે પોતાને તથા બીજા પદાર્થોને પ્રકાશે છે, તેમ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યરિત્રરૂપે રત્નત્રયીના પ્રભાવે ગુરુ પોતાના અને પરના હૃદયગત અંધકારને દૂર કરે છે.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવગુરરૂપ બાહ્ય આલંબન જેટલા અંશે ઉચ્ચ કોટિનું હોય તેટલા અંશે તે આલંબનનું ધ્યાન કરનારના પરિણામ સવિશેષ નિર્મળ થાય છે. તેવી જ રીતે અનેક ગુરઓનો આશ્રય એક ગુના આશ્રય કરતાં વિશેષ ફળવાન થાય છે, પણ એ બધું વ્યવહાર દષ્ટિએ જ સમજવું, નહિ કે નિશ્ચય દષ્ટિએ. નિશ્ચય દષ્ટિએ તો પરિણામની નિર્મળતાનો આધાર માત્ર ધ્યાતાની યોગ્યતા પર છે, જો ધ્યાતા યોગ્ય હોય તો ઘણી વાર બાહ્ય આલંબન તદ્દન સાધારણ હોવા છતાં વધારે ફળ મેળવે છે અને જો ધ્યાતા પોતે યોગ્ય ન હોય તો બાહ્ય આલંબન ગમે તેટલું ઉચ્ચ પ્રકારનું હોય તો પણ તેનાથી તે ફળ મેળવી શકતો નથી. આ રીતે વ્યવહાર અને નિશ્ચય
૧૯૬
૧૯૫