________________
Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... અને વિદ્યાપ્રેમી હતા. શ્રી ધનજી સુરા પોતાના ખર્ચે શ્રી યશોવિજયજીને કાશી વધુ અધ્યનાર્થે મોકલવા વિનંતી કરે છે. આથી કાશીમાં જઈને તેમણે અગ્રગણ્ય એવા ભટ્ટારક પાસે અધ્યયન કર્યું.
કાશીમાં એમના વિદ્યાભ્યાસ દરમિયાન ગુરુની આજ્ઞાથી એક યાદી સાથેના વાદમાં જીતે છે. શ્રી યશોવિજયજીની આ વિદ્વતાને ધ્યાનમાં લઈને કાશીના પંડિતોએ તેમને ‘ન્યાયવિશારદ' અને 'ન્યાયાચાર્ય આ બે બિરુદો આપ્યાં. તેમના ગુરુ ભટ્ટાચાર્ય જણાવ્યું કે તમારા વિદ્યાગુરુ તરીકેનું મને ગૌરવ છે'.
| વિ.સં. ૧૭૦૨ થી ૧૭૦૮ના સમય દરમિયાન ચાર વર્ષ કાશીમાં અને ત્રણ વર્ષ આગ્રામાં ગાળી અને વિ.સં. ૧૭૦૯નું ચોમાસું વચમાં ક્યાંક કરીને વિ.સં. ૧૭૧૦માં તેઓ ગુજરાત આવ્યાના ઉલ્લેખો મળે છે.
મલવાદી ગણિ રચિત ‘નયચક્ર' ગ્રંથની એક જ નકલ હોઈ પંડિત પાસે યેનકેન પ્રકારે મેળવીને અન્ય મુનિઓ સાથે મળીને ખૂબ જ ટૂંકા સમયમાં નકલ કરી લીધી. તેમનું આ કાર્ય મહાન ગણાય છે.
ઉપાધ્યાય પદ : વિ.સં. ૧૭૧૮માં તેમને શ્રી વિજયપ્રભસૂરિશ્વરજીએ ઉપાધ્યાયપદ આપ્યું.
અનેક બિરુદો: લઘુ હરિભદ્ર, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, તાર્કિક શિરોમણિ, કૂચાલી શારદ વ. વિશેષણોથી અલંકૃત બન્યા.
સ્વર્ગવાસ : તેઓશ્રીનું અંતિમ ચાતુર્માસ વિ.સ. ૧૭૪૩માં વડોદરાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલા ડભોઈ (દર્ભાવતીમાં) થયું હતું. ત્યાં જ વિ.સં. ૧૭૪૪માં સ્વર્ગવાસ થયો હતો. અગ્નિસંસ્કારના સ્થળે તેઓના સ્મારકમાં તેમની ચરણપાદૂકાની સ્થાપના કરવામાં આવી છે. તેની પ્રતિષ્ઠા વિ.. ૧૭૪૫માં કરવામાં આવી હતી.
(૨) યશોક્ત વન : ઉપાધ્યાયજી મહારાજે સમયમર્યાદામાં જેટલા ગ્રંથો રચ્યા છે તેટલા ગ્રંથો આજે કોઈ વ્યક્તિ માટે રચવા અશક્ય લાગે છે. ઉપાધ્યાયજી મહારાજે ગુરુમહારાજને પ્રસન્ન કરીને મેળવેલી વિદ્યા તે પ્રસાદવિદ્યા છે. તે કૂવા જેવી છે. કૂવાનું પાણી વાપરે તેમ વધે છે, આ રીતે પ્રસાદવિદ્યાના પ્રતાપે સેંકડો ગ્રંથો રચ્યા છે.
ઉપાધ્યાયજી મહારાજના સાહિત્યના પ્રો. હીરાલાલ ૨. કાપડિયાએ યશોદોહન ગ્રંથમાં ચાર ભાગો પાડ્યા છે.
(૧) સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય (૨) લલિત સાહિત્ય (૩) દાર્શનિક સાહિત્ય (૪) પ્રકીર્ણક કિંવા અવશિષ્ટ સાહિત્ય.
૧૯૩
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય: યશોવિજયજીએ ઓછામાં ઓછા સો ગ્રંથો રચ્યા છે. તર્ક ભાષાની પ્રશસ્તિ (શ્લોક ૪)માં પોતાના માટે ‘‘ત તપન્થ” એવું જે વિરોષણ વાપર્યું છે તે પરથી જાણવા મળે છે. તેમણે સંસ્કૃત, પાઈવ, ગુજરાતી અને હિન્દી એમ ચાર ભાષામાં ગ્રંથો રચ્યા છે. એમના તમામ ગ્રંથો હજી સુધી તો મળી આવ્યા નથી.
- છન્દડામણિની ટીકા : કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ રચેલ છન્દોડનુશાસન ગ્રંથની વૃત્તિ રચી છે. મમ્મટના કાવ્યપ્રકાશ પર વૃત્તિ રચી છે.
અમરચંદસૂરિએ રચેલ કાવ્યકલ્પલતા ગ્રંથ પર યશોવિજયજીએ ૩૫૦ શ્લોક જેટલી વૃત્તિ રચી છે! કપૂર પ્રકટની ટીકા તેમ જ ફલાફલ વિષયક પ્રશ્નપત્ર જેવી કૃતિઓ રચી છે.
- લલિતસાહિત્ય : ભક્તિસાહિત્ય : (સ્તુતિ, સ્તોત્રો, સ્તવનો, પદો અને ગીતા) પંચપરમેષ્ઠિ ગીતા; ઐન્દ્રસ્તુતિ ૧૮ જાતના છંદમાં રચાયેલી છે. ઐન્દ્રસ્તુતિ પર કર્તાએ જાતે વિવરણ રચ્યું છે. આંતરોલી મંડન વાસુપૂજ્ય સ્વામીની થીમ (સ્તુતિ) રચી છે.
સંસ્કૃત સ્તવનો અને સ્તોત્રો : આદિજિન સ્તવન, શંખેશ્વર-પાર્શ્વજિન સ્તોત્ર, સામાન્ય જિન સ્તવનરૂપ ૭૫ જેટલાં પદ રચ્યાં છે. યશોવિજય ગણિએ ત્રણ ચોવીસીઓ રચી છે. વિશિષ્ટ જિન સ્તવનોરૂપ પંદર પદોની રચના કરી છે. સાધુના ગુણગાનની સઝાય કિંવા સાધુવંદનામાં અનેક મુનિવરોને વંદન કરાયું છે.
ચરિત્રો અને ધર્મકથા : આર્ષભીય ચરિત આ સંસ્કૃત પધાત્મક કૃતિ હજી સુધી પૂરેપૂરી મળી નથી. આ કૃતિમાં ઋષભદેવનું ચરિત્ર વિસ્તારથી આલેખાયું છે. જખ્ખસ્વામીનો રાસ (વિ.સં. ૧૭૩૯) આ રાસનો પ્રારંભ સાત 'દૂહા'થી કર્યો છે. ત્યાર બાદ એમણે ૩૭ ઢાલરૂપે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે.
પદેશિક સાહિત્ય : વૈરાગ્યરતિ, અમૃતવેલની સઝાય, અઢાર પાપસ્થાનકની સઝાય, વાહણ-મસુદ્ર સંવાદ વગેરે.
| દાર્શનિક સાહિત્ય : જ્ઞાનમીમાંસા : જ્ઞાનબિન્દુ (વિ.સં. ૧૭૩૧) આ સંસ્કૃત પ્રકરણ ૧૨૫૦ શ્લોક જેવડું છે. એના પ્રારંભમાં એક પદ્ય અને અંતમાં પ્રશસ્તિરૂપે નવા પડ્યો છે. એ બાદ કરતાં બાકીનો ભાગ ગદ્યમાં છે. જ્ઞાનબિન્દુ પર સંસ્કૃતમાં ટિપ્પણો છે. જ્ઞાનાર્ણવ-આ જ્ઞાનબિન્દુ અને સ્યાદ્વાદકલ્પલતા તેમ જ ન્યાયલોક કરતાં પહેલી રચાયેલી સંસ્કૃત કૃતિ છે. કર્તાએ જ્ઞાનવર્ણવની ગહનતા જોઈને સ્વયજ્ઞ ટીકા રચી છે.
૧૯૪