________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમાચ્છ
મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ.ની
રચનામાં ગુરુમહિમા
- કનુભાઈ શાહ (શ્રી કનુભાઈએ વર્ષો સુધી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને મહાવીર આરાધના કેન્દ્ર કોબાના પુસ્તકાલય વિભાગમાં સેવા આપેલી. હાલ જૈન સાહિત્ય સ્વાધ્યાય-લેખન અને સંશોધનની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે)
તત્ત્વજનિશા: ગ્રન્થમાં ઉપાધ્યાયજી મહારાજે વર્ણવેલું ગુરમાહાભ્ય અત્યંત સંક્ષિપ્તમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ લેખ ત્રણ વિભાગોમાં વિભકત થયેલો છે: (૧) યશોજીવન (૨) યશોકવન (૩) અને 'ગુરુતત્ત્વવિનિશ્ચય' ગ્રંથનો ટૂંક
સાર.
(૧) યશોજીવન : ઉપાધ્યાયજી મહારાજના જીવન વિશે ખાસ વિગતો પ્રાપ્ત થતી નથી, કારણકે ઉપાધ્યાયજી મહારાજે પોતાની વાત સ્વરચિત સાહિત્યમાં કયાંય કરી નથી. શ્રી કાંતિવિજયજીએ ઉપાધ્યાય યશોવિજયજીના જીવન વિશે ચાર ઢાળમાં રચેલી કૃતિમાં ‘સુજસવેલી ભાસ'માંથી થોડીઘણી વિગતો મળે છે.
‘કનોડા' ગામ તેમનું જન્મસ્થાન. ઉત્તર ગુજરાતમાં અણહિલપુર પાટણ નજીક રૂપેણ નદીના કાંઠે આ ગામ આવેલું છે. આ ગામમાં એક દેરાસર હતું. જૈનોની વસતિ હતી, ભાવસારનાં પણ ઘર હતાં. સમય જતાં વસતિનું સ્થળાંતર થતાં ગામનું નામનિશાન ન રહ્યું.
નારાયણ એમના પિતાનું અને સૌભાગ્યદેવી એમની માતાનું નામ. એમનું નામ જશવંતકુમાર હતું, ભાઈનું નામ પદમસિંહ. બંને ભાઈઓમાં જાવંતકુમાર વધુ બુદ્ધિશાળી હતા. ઉપાધ્યાયજી મહારાજની બાળપણની ઘટના છે : તેમની માતાને ભક્તામર સ્તોત્ર' સાંભળ્યા બાદ જ અન્નજળ લેવાનો નિયમ હતો. એકવાર એમની માતાએ ભોજન સમયે ભોજન લીધું નહિ. જશવંતને આ વાતની ખબર પડતાં તેણે માતાને પૂછ્યું, 'મા તું ભોજન કેમ કરતી નથી?' જશવંતના હઠાગ્રણથી માતાએ જણાવ્યું કે ભક્તામર સ્તોત્ર સાંભળ્યા વિના ભોજન ન લેવાનો મારો નિયમ છે. આજે
૧૯૧
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અતિશય વરસાદને કારણે ઉપાશ્રયમાં જઈને ગુરુમહારાજના મુખેથી ભક્તામરનું શ્રવણ થઈ શક્યું નથી. આ સાંભળી જશવંતે કહ્યું મા ! તારી સાથે ભક્તામર સાંભળવા દરરોજ ઉપાશ્રયે આવું છું, આથી આ સ્તોત્ર મને યાદ રહી ગયો છે. માતાને પગે ભક્તામર અત્યંત શુદ્ધિપૂર્વક સંભળાવ્યું અને માતાનો નિયમ છૂટો. આવી હતી જશવંતની તીવ્ર સ્મરણશક્તિ !
જશવંતમાંથી યશોવિજય : વિ.સં. ૧૬૮૮માં ‘કુલાનેરમાં ચોમાસું કરીને પૂ. નયવિજયજી કનોડા પધાર્યા હતા અને ત્યાં થોડા દિવસ સ્થિરતા કરેલી. સંતાનોમાં ધાર્મિક સંસ્કારો પડે એટલા માટે માતા બંને પુત્રોને જિનમંદિર અને ઉપાશ્રયમાં મોકલતી. બંને પુત્રો ગુરુ પાસે આવીને પાઠ લઈને સૂત્રો કંઠસ્થ કરતા અને ગુરને ગોચરી માટે પોતાના ઘરે પણ લઈ જતા. આ ગાઢ પરિચયના કારણે અને પૂર્વસંસ્કારોને કારણે જશવંતમાં દીક્ષાની ભાવના જાગી. પૂ. નયવિજયજીએ માતા-પિતાને જણાવ્યું કે ‘આ બાળક દીક્ષા લેશે તો મહાન શાસનપ્રભાવક થશે... વગેરે', માતા-પિતાએ દીક્ષાની સંમતિ આપી. ભાઈ સંયમના માર્ગે જતો હોઈ પદમસિંહને પણ દીક્ષા લેવાની ભાવના જાગી. વિ.સં. ૧૬૮૯માં પાટણમાં પૂ. શ્રી વિજયદેવસૂરિ પાસે ભારે મહોત્સવ પૂર્વક બંનેની દીક્ષા થઈ. આ સમયે જશવંતની ઉંમર ૯-૧૦ વર્ષની હતી. દીક્ષામાં બંનેનું નામ અનુક્રમે ‘યશવિજય’ અને ‘પદમવિજય' રાખવામાં આવ્યું. વડી દીક્ષા પણ પાટણમાં પૂ. વિજયદેવસૂરિ પાસે થઈ.
- ગુરુપરંપરા : અકબર બાદશાહ પ્રતિબોધક આચાર્ય શ્રી હીરવિજયસૂરિશ્વરજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી ગણિ થયા. તેમના શિષ્ય શ્રી લાભવિજયજી ગણિ, તેમના શિષ્ય શ્રી જીતવિજયજી ગણિ, તેમના ગુરભ્રાતા શ્રી નયવિજયજી ગણિ હતા.. યશોવિજયજી અને પદમવિજયજી - બંને શ્રી નવિજયજીના શિષ્યો બન્યા.
કાશી-આગ્રામાં અભ્યાસ : અભ્યાસમાં શ્રી યશોવિજયજીની ગતિ ખૂબ તીવ્ર હતી. વિ.સં. ૧૬૮@ી ૧૬૯નાં દશ વર્ષના સમયગાળામાં જ સાધુજીવનમાં જરૂરી ધાર્મિક, સંસ્કૃતિ, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સાહિત્યનો અભ્યાસ પૂરો કર્યો. ગુજરાતમાં તેમને વધુ અભ્યાસ કરાવી શકે તેમ ન હોઈ પૂનયવિજયજી અને પૂ. યશોવિજયજી અમદાવાદ આવ્યા.
અવધાન પ્રયોગ : શ્રી નવિજયજીના આગ્રહથી યશોવિજયે કોઈ પણ જાતની પૂર્વતૈયારી વિના આઠ અવધાન ક્યાં. સૌ લોકો આશ્ચર્યચકિત થયા. શ્રી યશોવિજયજીને મનોમન વંદન કરવા લાગ્યા. શ્રી સમગ્ર સંઘ પણ ખૂબ ખુશ થયો. સંઘમાં શ્રી ધનજી સૂરા અમદાવાદના ઓસવાળ સંઘવી હતા. શ્રી ધનજી સૂરા દાનવીર
- ૧૯૨