________________
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
...
Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... જયો હવે રૂપ પડદો ન લાહુ મુરાર ! પરતખ બાહુર માંહ; ઠગારો ઠાકર હેક જ થયું. પડદોય નાખ પસે હળ પ્રિય...૩૧ ૬ જોયો હોય સમ ! વિમાસયિ જેમ, તેનાં ઘટ ભીતર દીઠોય તેમ, ગળી ગયો ભમ્મ ગળી ગઈ ગંઠ, કરો હરિ વાત લગાડિયું કંઠ...૩૧૭
અખિલ બ્રહ્માંડના નાથની સાચી ઓળખ થઈ જાય, આત્મા અને પરમાત્માને યથાર્થ પરિચય થાય તો શરણાગતિ ભાવ જ પ્રગટેને ? કવિરાજ લાડુદાનજીને પણ ગુરુકૃપા-પ્રભુકૃપાથી સમાધિ લાગી ગઈ, અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતાં જ તેમને સહજાનંદ સ્વામીમાં જ દશ અવતારોનાં દર્શન થયાં. પ્રભુની અવતારલીલાનું દર્શન થયું એટલું જ નહીં તેનું સ્મરણ પણ જળવાયું. આંખ ખૂલતાં જ આ શિઘ્રકવિએ પ્રભુની અવતારલીલાને ચારણી શૈલીના બે દુહા, અગિયાર રુપમુકુંદ છંદ અને એક છપ્પામાં વર્ણવી. કવિની રચનાની પ્રસાદી રૂપે એક કળશનું કવિત જ જોઈએ :
એહી મચ્છ એહી કચ્છ, એહી શુકર તનુ ધાર્યો; એહી બને નરસિંઘ, દુષ્ટ હરનાકેર્ આર્યો; એહી વામન પુકીન, લીન પદવીન ભુવનત્રય; એહી ફરશીધર રામ, એહી રઘુપતિ ખિવે જગ જય: અહી કૃષ્ણ બુદ્ધ નડબુક, એહી તેહી ભેટન લવ ભ્રમ દવે; કિતનેક રૂપ લાડુ કહે, સૌ યહ સહજાનંદ મળે...૧૨
ઈસરાસજી, બ્રહ્માનંદજી, અલુજી કે અન્ય ભક્ત કવિઓએ ગુરુને ઓળખીને શરણગાત ભાવે તેમની વંદના કરી ગુરુમહિમાનું જ્ઞાન કર્યું જે સદા સ્મરણીય, આવકાર્ય અને આસ્વાધ્ય છે. એટલું જ નહીં તે સદા-સર્વદા પ્રેરણાદાયક અને અનુકરણીય છે એ સૌની દિવ્યચેતનાને વંદન કરું છું.
પરબ પરંપરાના સંતકવિઓની ૨ચનામાં
ગુરુમહિમા : -ડૉ. રાજેશ મકવાણા (ડૉ. રાજેશભાઈ મકવાણા આર્ટ્સ કૉલેજના ગુજરાતી વિષયના અધ્યાપક છે. ઉત્તર ગુજરાતનું સંતસાહિત્ય સહિત તેમનાં પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને નવ ગ્રંથો સંપાદિત કર્યા છે. Ph.D.ના ગાઈડ તરીકે પણ સેવા આપે છે).
ભૂમિકા :
આપણી કંઠપરંપરાની ભજનવાણીમાં સૌપ્રથમ સરનો મહિમા ગવાયો છે. શિષ્ય ગુરની શરણમાં સેવા-ભક્તિ કરતાં જ્ઞાનપ્રાપ્તિ કરે છે. ગુરને પરબ્રહ્મ કહીને પરમાત્માથી પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુના સાન્નિધ્યથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે, અગમનો ભેદ જાણી શકાય છે અને મનનો સંશય ટળે છે. મકરંદ દવે નોંધે છે કે, આપણાં ભજનસાહિત્યમાં ગુર, ગણપતિ અને શારદાનું આગવું સ્થાન છે. જ્ઞાનના દાતા છે ગણપતિ. એ જ્ઞાનને પાણીમાં વહાવવાની શક્તિ આપે છે. માતા સરસ્વતી, પણ એ જ્ઞાન અને વાણીના અમૃતખજાનાની ચાવી તો સરના હાથમાં છે. સરની કૃપા વિના અંતરના 'તલભર તાળાને રજભર કૂંચીનો ભેદ કળાતો નથી અને ગરવા ગુરજી જ્યારે જ્ઞાન અને વાણીનાં તાળાં ખોલી દે છે ત્યારે અંદર અજવાળું ઝોંકાર થઈ જાય છે.
‘સર એસા કીજિયે, જેસો પૂનમ ચંદ
તેજ કરે ને તપે નહિ, ઉપજાવે આનંદ' પરબની સંતપરંપરા:
પરબવાવડી ગામની હદમાં દત્તાત્રેયનો ધૂણો છે જ્યાં પ્રથમ સરભંગ ઋષિનો આશ્રમ હતો. આ જગ્યા પર જ સંત જસો અને વોળાંદાને સમાધિ લીધી હતી. વૈષ્ણવી લોહલંગરીના શિષ્ય દેવીદાસ જયરામ ભારથી અને સાંઈ નૂરશાહના આદેશથી આ જગ્યા પર જગતે જેને જાકારો આપ્યો છે એવા રક્તપિત્તના રોગીઓની સેવા
• ૨૦૬
ગુરુ પાસે જઈએ ત્યારે શૂન્ય બનીને જઈશું તો જ
આપણો યોગ્ય વિકાસ થઈ શકશે.