Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 60
________________ ... ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ભાઈ રે - રંગરૂપમાં રમવું નહિ ને કરવો ભજનુંનો અભિયાસ રે સતગુર સંગે એકાંતમાં રે'વું ને તજી દેવી ફળની આશ રે-નવધા ભાઈ રે - દાતાને ચોગતા હરિ એમ કે'વું ને રાખવું નિરમળ જ્ઞાન રે, સતગુરુ ચરણમાં શીશ નમાવવું રે, ધરવું ગુરજીનું ધ્યાન રે... નવધા. ભાઈ રે ! - અભ્યાસીને એવી રીતે રે'વું ને જાણવો વચનનો મરમ રે, ગંગાસતી એમ બોલિયા ને છોડી દેવા અશુધ કરમ રે... નવધા. (પૃ. ૬૩, સોરઠી સંતવાણી) wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા એકસરખાં જ બની જાય છે. નિંદા થાય છે તે પણ હું'ની નથી, વખાણ પણ ‘હું'નાં નથી, કારણ કે એ હંકારનો ભાવ તો ભક્તિરસમાં ઓગળી ગયો છે. નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે ત્યારે અભય ભાવ કે'વાય. ભગતી... (પૃ. ૬૯, સો. સંતવાણી) ભક્તિ માટે તો જીવન જ આખું પલટાવવું પડે જેમ કે: સૂક્ષ્મ રહેવું ને સૂક્ષ્મ ચાલવું (પૃ. ૮૧, સો. સંતવાણી). આણવું નહિ અંતરમાં અભિમાન રે. (પૃ. ૮૩, સો. સંતવાણી) આમ મોહ, માયા, અહં, નિંદા જેવા દોષોને ત્યાગી નિત્ય ભક્તિરસનું સેવન કરવા ગંગાસતી વીનવે છે અને આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે ઈચ્છાશક્તિ ખૂબ જ પ્રબળ હોય, મન પર લગામ હોય: મેરુ તો ડગે ને જેના મન નો ડગે મરને ભાંગી રે પડે ભરમાંડ રે, વિપદ પડે વણસે નહિ, ઈ તો હરિજનના પરમાણ રે. (પૃ. ૬૧ સોરઠી સંતવાણી) માનવદેહ જ્યારે આત્માની અલખ જ્યોતને જગતી રાખે, કોઈ પણ સ્થિતિમાં ચલિત ન થાય ત્યારે જ ભક્તિમાર્ગ પામે અને ભક્તિમાર્ગમાંથી તેને ચલિત થતો રોકે છે, તેના ગુરુ ! ગુરુમહિમા : ગુનો મહિમા ગંગાસતીના ભજનમાં ખૂબ પ્રભાવક રીતે ઝીલાયો છે. પીપરાળી ગામના ગુરુ ભૂધરદાસજીને ગંગાસતી ગુરુ માનતાં હતાં. ‘ગુરુજીનું ધ્યાન', 'સાધુની સંગત', 'વચનની શક્તિ', ‘વચનનો વિવેક', ‘મરજીવા થઈને’, ‘અભયભાવ', 'મન જ્યારે મરી જાય,’ ‘ઠાલવવાનું ઠેકાણું' આદિ ભજનોમાં ગંગાસતીએ ગુરમહિમા ગાયો છે. અહીં ‘ગુરુજીનું ધ્યાન’ ભજનમાંથી પ્રગટ થતા ગુરુમહિમા વિશે ચર્ચા કરવાનો ઉપક્રમ છે. ગુરુજીનું ધ્યાન નવધા ભગતિમાં નિરમળ રે'વું ને શીખવો વચનુંનો વસવાસ રે, સતગુરુને પૂછીને પગલાં ભરવાં ને થઈને રહેવું તેના દાસ રે. ભક્તિના નવ પ્રકાર છે. આ નવધા ભક્તિમાંથી કોઈ પણ પ્રકારની ભક્તિમાં પૂરેપૂરું તન્મય થવાનું ગંગાસતી કહે છે. ‘નવધા ભગતિમાં નિરમળ રે'વું ને શીખવો વચનુંનો વશવાસ રે, સતગુરુને પૂછીને પગલાં ભરવાં ને થઈને રહેવું તેના દાસ રે.' અહીં ‘નિરમળ’ શબ્દમાં કેટલી અર્થછાયાઓ પડેલી છે. જેનામાં ‘મલિનતા નથી તે નિર્મળ’ એવા શાબ્દિક અર્થ પાછળ એ ‘મલિનતા'ના કેટલાય અર્થ નિહિત છે ! જેના મનમાં કપટ, ક્રોધ, પ્રપંચ, માયા, મોહ નથી, જેને સંસારિક માયા અડકી શકતી નથી, તેને નિર્મળ કહી શકાય. કાદવમાં રહેલ કમળની માફક નિર્લેપભાવે દરેક જીવનઘટનાને જે કોઈ પણ જાતના દ્વેષ વિના સ્વીકારી શકે તેને નિર્મળ કહેવાય અને ભક્તિ માટે ‘નિરમળ' હોવું અનિવાર્ય છે. જ્યારે દોષરહિત નિરમળ બનીને મન ભક્તિ માટે તૈયાર થાય છે, ત્યારે તેને સદર મળવો અનિવાર્ય છે. એવા ગુરુ કે જે મનચક્ષુ ઉઘાડી આપે. તેના વાક્યમાં શાશ્વત સત્ય સમાયેલું હોય તેવા વચનમાં વિશ્વાસ રાખવાનું ગંગાસતી કહે છે. આવા સરને ચલિત થવાય તેવા દરેક પ્રસંગે પૂછવું અને પછી ગુરુએ ચીંધેલા માર્ગ પર ચાલવું તે જ રીતે ભક્તિરસ પામી શકાય છે. સાચા ૦ ૧૧૮

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121