Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 86
________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા » ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા » દ્વાર= બે આંખ, બે કાન, બે નસકોરાં અને મુખ એમ સાત દ્વારને આંગળીઓ અને અંગુઠા દ્વારા અને બાકીનાં બે વાર ઉપસ્થ અને પાયને મૂલબંધ દ્વારા) પછી દેહમાં સ્થિત પ્રાણશક્તિ અને ઓમકારના સહયોગથી અનાહત ચકનું (હદયચકનું) ભેદન કર્યું અને મને પરમતત્ત્વની આંશિક અનુભૂતિ જ્યોતિરૂપે થઈ. થયો મનોલય ઓમથી, બળી ગયો છે કામ, ભેદાયાં છ ચક પછી, પ્રકયું દિવ્ય ધામ. પરમતત્ત્વની પ્રાપ્તિ માટે મારે યોગસાધના કરવી પડી. જ્યારે હું છ ચક્રોને ભેદી સાતમા ચક સહારમાં પહોંચી ત્યારે જ એ દિવ્ય અપાર્થિવ પરમ પ્રકાશના પંજમાં કંબોળાઈ. કાશ્મીરમાં જન્મી લલ્લી, સિમપુરા તણે ગામ, નિયતીએ ગોઠવેલું. કરવા પૂર કામ. વિવાહ કરીને આવી, સોન પંડિતને ઘેર, સાસુ વદે બહુ આકરું વતાવે ખૂબ કેર. દીક્ષા લીધી યોગની, થયું પ્રાણઉત્થાન, દેહમાન વરસ છૂટયાં, સુણે પરમનું ગાન. મળ્યો અણસાર આખરે, નિહાળ્યું નિકટ મોત, છોડી પિંજર દેહનું પહેર્યું પરમ પોત. વેરે ઘેર ગવાય હજી, લલ્લીના એ વાખ, પરપ્રાપ્તિ કરો ત્વરિત, થાશે સઘળું રાખ. શ્રીમદ્ રાજચંદ્રજીની રચનામાં ગુરુમહિમા - ડૉ. રશ્મિ ભેદા (જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. રશ્મિબહેને યોગ વિષય પર થિસિસ લખી છે, Ph.D. કરેલ છે. “અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષની” નામનો ગ્રંથ પ્રગટ થયો છે. જૈન જ્ઞાનસત્રમાં નિયમિત ભાગ લે છે) ભારતની ભૂમિ પર અનેક મહાપુરુષો અતીતકાળ થઈ ગયા છે, સાંપ્રતકાળે થાય છે અને ભવિષ્યકાળમાં થશે, પરંતુ તે સર્વમાં આત્મશુદ્ધિની ક્ષિતિજોને સર કરી હોય, સ્વ પરનું કલ્યાણ સાધ્યું હોય એવા પરમપૂજનીય પુરુષો ઘણા વિરલ છે. શ્રીમદ્ રાજચંદ્ર અનેક ભવોમાં સાધેલી સાધનાના સ્વરૂપે આ ભવમાં આત્મસિદ્ધિ પ્રાપ્ત થયેલ અદ્દભુત યોગીશ્વર છે. આધ્યાત્મિક વિકાસની ઉશ્ચતર શ્રેણીને પ્રાપ્ત કરીને જીવનમુક્ત દશા પ્રાપ્ત કરનાર વિભૂતિઓમાંના સાંપ્રત શતાબ્દીમાં શ્રીમદ્ રાજચંદ્ર એક મહાન યુગપુરુષ છે. કાજળની કોટડીમાં રહેવા છતાં, નિષ્કલંક રહી શકે એવી વ્યક્તિઓ આ જગતમાં વિરલ હોય છે. શ્રીમદ્ આવા જ એ પુરુષ હતા. તેઓ જીવનભર ગૃહસ્થવેશે રહ્યા, પણ અંતરંગ નિર્ગથભાવે નિર્લેપ હતા. તેમનું અંતરંગ તો એક આદર્શ ત્યાગી, વૈરાગી તપસ્વી જેવું હતું. તેમના જીવનનો મહાકાળ વ્યવસાયવ્યવહારની પ્રવૃત્તિમાં પસાર થયો હતો. કર્મના ઉદયગત સંસારની જવાબદારીઓ લગભગ જીવનના અંતકાળ સુધી સંભાળી હતી. આમ છતાં જેમ જનક રાજા રાજ્ય કરવા છતાં વિદેહી દશામાં વર્તતા હતા, ત્યાગી સંસારીઓ કરતાં વધારે અસંગ દશામાં હતા, તેમ આ મહાત્મા પણ ઉપાધિઓના કાંડની વચ્ચે અંતરંગ જ્ઞાન અને વૈરાગ્યના બળે અલિપ્ત ભાવે આત્માનંદમાં લીન રહેતા. શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ સૌરાષ્ટ્રના વવાણિયા ગામમાં વિ.સં. ૧૯૨૪ની કાર્તિક પૂર્ણિમાએ થયો. આ જ દિવસ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જન્મદિવસ તરીકે અને શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાના પ્રારંભના પવિત્ર દિવસ તરીકે મહિમાવાન છે. તેમના પિતા રવજીભાઈ અને માતા દેવબા ધાર્મિક સંસ્કારો ધરાવતાં, ભક્તિ અને સેવાથી શોભતાં દંપતી હતાં. બાળપણથી જ તેમની એવી તીવ્ર સ્મરણશક્તિ અને અદભુત ૬૯ ૧૭૦

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121