Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 92
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શરણ રહી સેવા કરું, આવે અંતર ઊભરો આપ એક ચિનગારી આપતાં જાય સેવક તણા સંતાપ કાર્ય ઉત્તમ કીધું નથી વળી ધરી ના આજ્ઞા આપ કહો ક્યાંથી ટળે મારા માટે, ભવભ્રમણ તણા સંતાપ. (૫) આ પદમાં કવિ સ્પષ્ટતા કરે છે કે ગુના શરણમાં રહી તેમની હૃદયપૂર્વક સેવા કરવાથી ગુરુદેવના પ્રેમનો ઊભરો આવે તો એક ચિનગારી જેવું એમનું સટ્વચન યા કૃપાવચન સેવકના બધા સંતાપને ભસ્મ કરી દે છે, પરંતુ દુ:ખ છે કે ઉત્તમ સેવા કરવાનો અવસર ન આવ્યો. ગુરુદેવની આજ્ઞા શિરોધાર્ય કરવાનો પણ યોગ ન બન્યો તો કહો ભાઈ, મારા ભવભ્રમણ કેવી રીતે મટે અને મારો સંસાર ક્યાંથી શમે ? અર્થાત્ સંભવ નથી. જન્મ રંક નથી રીઝતો ભલે દેવે દાની દાના અભવીને રુચે નહીં ગુણી ગુરુ કે જ્ઞાન અનંત ઉપકાર આપનો છતાં નીવડયો હું નાદાન આવ્યો સ્વાર્થ સાધવા ગરજુડો ગોતવા કામ. (૬) હવે કવિ કહે છે કે, હું જે માફી માગી રહ્યો છું તે ખરેખર સંતોષજનક નથી. તૃષ્ણાતુર માનવીને, ગરીબ હોય તોપણ કદાચ દેવશક્તિ એને ખજાનો આપે તથાપિ તેનું મન ભરાતું નથી. આથી બીજું મોટું પ્રમાણ આપતાં કવિ કહે છે કે, ગુણવાન ગુરનું જ્ઞાન પણ અભવી જીવને અસર કરતું નથી. તે રીતે હે ગુરુદેવ, આપનો અનંત ઉપકાર હોવા છતાં હું મારી જાતને નાદાન શિષ્ય માનું છું, પરંતુ મને વિશ્વાસ છે કે આપની ભક્તિ કરવાથી મારો સ્વાર્થ સરશે અને હું અત્યારે ગરજ કરી આપને શરણે આવ્યો છું. આપના ગુણનું જ્ઞાન કરી રહ્યો છું. ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... નિરંતર મારા મનમાં થતું રહે અને આ મહાકાવ્ય લખવાની શક્તિ પ્રાપ્ત થાય, એ જ રીતે સારું લખાણ થાય એવી ઉત્તમ રીતે આશીર્વાદ પ્રદાન કરશો. આ તપસ્વીકવિ, ઉત્ક્રાંતિના નાથ પ્રભુ ઋષભદેવનાં ચરિત્રાલેખન દોહારૂપ કરી રહ્યા છે. આ દેદીપ્યમાન પ્રેરક મહાકાવ્યની પંક્તિઓ રચાઈ રહી છે, દેશી દોહરામાં અમૃતધારા છલકાઈ રહી છે. આ મહાકાવ્ય સર્જનના સમાપને પણ કવિની અપ્રમત દશા અને જાગૃતિ, ગુરુ પ્રત્યેની અનુપમ ભક્તિ વ્યક્ત કરે છે. “નહિ જ્ઞાન પિંગલ તણું સંસ્કૃત જરા જાણ પ્રાણસુર પ્રતાપથી વાંચી લખ્યું લખાણ જયંતમુનિ સુધરતા છવસ્થ ભૂલ રહી જાય મહાપુરુષ માફી આપશે બાળદોષ જતા ભુલાય. કવિ કહે છે કે મને કાવ્યશાસ્ત્ર, છંદ, અલંકારરૂપ, પિંગલ કે સંસ્કૃતિનું જ્ઞાન નથી, પણ ગુરુકૃપાએ હું આ સર્જન કરી શક્યો. અહીં કવિના ગુરુ પ્રત્યેના ઉત્કૃષ્ટ ભાવ-ભક્તિનાં દર્શન થાય છે. પૂજ્ય જગજીવનજીસ્વામીએ પોતાના લાડીલા ગુના કાળધર્મ પ્રસંગે લખાયેલી ગુરુવિરહની રચના... (રાગ : અપૂર્વ અવસર) સારથિ વિના સૂના રથના ઘોડલા, ગુર વગરનું સૂનું શિષ્યને ગાન જો હંસ વગરના સૂના માનસરોવર પ્રાણ વિનાની સૂની પાટ જણાય જો... માનવ વિના સૂની મહેલ હવલીઓ સૂનું એવું ગુરુબિન ગાદીસ્થાન જો બુદ્ધિ વિના બાળક નકામું જાણીએ ગુરુજ્ઞાન વિના સામર્થ્ય નિષ્કામ જો... વર્ગવાસી, શિષ્ય સામું નિહાળો અવધિજ્ઞાને મૂકી આપ ઉપયોગ જો જગજીવન જરૂર અરજ આટલી લેજો સંભાળી મને શરણ મોઝાર જો... * સ્મૃતિ આપો ચિત્તમાં બળ-બદ્ધિ બંને સાથ તન તંદુરસ્તી આપો ભાવ-ભકિત ભલી ભાતા ચિત્ત ગુરુ સ્મરણ સદા ગુરુશક્તિ લખવા કાજ નિત્ય ઇચ્છા બની રહે આપો આશિષ ઉત્તમ આજ. (૭) હે ગુરુદેવ ! મારા પર કૃપા વરસાવો. મારી માનસશક્તિ ખીલે, બુદ્ધિ પણ વધે, શ્રુતિ અને મતિ બને જળવાઈ રહે અને એ જ રીતે મને શરીરની તંદુરસ્તી પણ આપજો જેથી ભલી રીતે વિવિધ પ્રકારે આપની ભક્તિ કરી શકું. આપનું સ્મરણ ૧૮૧ ૧૮૨

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121