________________
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
સ્વામી શિવોમ તીર્ય રચિત પુસ્તક અંતિમ રચનામાં સ્વામી શિવોમ તીર્થના ગુરુ સ્વામી વિષ્ણુદેવ તીર્થે (દેવાસવાળા) શિવોમ તીર્થને કહ્યું હતું કે લલ્લેશ્વરી એમની પરંપરાનાં છે. સ્વામી વિષ્ણુદેવી તીર્થની પરંપરાના આદિગુરુ સ્વામી પરમાનંદ તીર્થે શક્તિપાત દ્વારા લલ્લેશ્વરીને દીક્ષિત કર્યાં હતાં. લલ્લેશ્વરી તરીકે જન્મ્યાં એ પહેલાંના ચોથા માનવભવમાં સ્વામી પરમાનંદ તીર્થ સાથે લલ્લેશ્વરીની મુલાકાત થઈ હતી. એ ભવમાં સ્વામી પરમાનંદ તીર્થે લલ્લેશ્વરીને કહ્યું હતું કે, તારા આ ભવ પછીના ચોથા ભવમાં હું તને શક્તિપાતની દીક્ષા આપીશ. એ પછી જ તું સાધના કરી જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ શકીશ. તારે ત્રણ ભવ સુધી કર્મો ખપાવવાનાં છે.
સ્વામી વિષ્ણુદેવ તીર્થ લલ્લેશ્વરીને સૂક્ષ્મ સ્તરે મળ્યા પણ છે. હાલમાં લલ્લેશ્વરી સૂક્ષ્મ શરીરમાં રશિયામાં આવેલ સાઈબેરિયાના પહાડોમાં રહે છે. આવો ઉલ્લેખ અંતિમ રચના પુસ્તકમાં છે.
ઘાટકોપરસ્થિત મારા મિત્ર ડૉ. ધીરેન શાહે, સ્વામી વિષ્ણુદેવ તીર્થના શિષ્યના શિષ્ય સ્વામી શિવમંગલ તીર્થ પાસેથી શક્તિપાતની દીક્ષા લીધી છે. પરિણામે લલ્લેશ્વરીથી પરિચિત છે. બે વર્ષ પહેલાં ડૉ. ધીરેન શાહ કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે લલ્લેશ્વરીના ગામ પોપોરમાં જઈ એમણે યુવાન રિક્ષાવાળાને લલ્લેશ્વરીના ઘર વિશે પૂછ્યું. રિક્ષાવાળાને લલ્લેશ્વરીના ઘર વિશે ખબર હતી નહીં. રિક્ષાવાળાએ ધીરેનભાઈને કહ્યું કે મારા દાદા લલ્લેશ્વરીના વાખ ગાય છે. એમને કદાચ ખબર હશે. રિક્ષાવાળો ધીરેનભાઈને પાંચ મિનિટ રાહ જોવાનું કહી પોતાના ઘરે પોતાના દાદાને મળવા ગયો. દાદાને રિક્ષાવાળાએ કહ્યું કે, મુંબઈથી કોઈ ભાઈ આવ્યા છે અને લલ્લેશ્વરીના ઘર વિશે પૂછે છે. આપને કાંઈ ખબર છે ? દાદાએ પોતાના પૌત્ર રિક્ષાવાળાને કહ્યું કે મુંબઈથી આવેલી એ વ્યક્તિને તું પગે લાગજે, કારણકે મુંબઈની વ્યક્તિ માત્ર લલ્લેશ્વરીનું ઘર જોવા આપણા ગામમાં આવે એ જ એ વ્યક્તિની મહત્તા દર્શાવે છે ! લલ્લેશ્વરીનો હજી પણ કાશ્મીરમાં આવો પ્રભાવ છે !
આગમસાધનાના માર્ગ પર, જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવાના માર્ગ પર કે દેહથી પર એવા ચૈતન્યતત્ત્વની અનુભૂતિ કરવાના માર્ગ પર સદ્ગુરુના માર્ગદર્શન વિના પ્રયાણ થઈ શકતું નથી. લલ્લેશ્વરી આ વાતને અનુમોદન આપતાં કહે છે -
ક્યાંથી આવી ક્યાં જઈશ, હું તો છું અજાણ, સદ્ગુરુ આપે બોધ તો, થાય મારું કલ્યાણ.
કચ્છના સંત મેકણદાદા પણ કહે છે,
૧૬૭
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પ્યાસા બાહર ભટક ના, ભીતર એક તળાવ મારગ જાણ સદ્ગુરુથી, ને નાખ ત્યાં પડાવ. લલ્લેશ્વરી સદ્ગુરુએ આપેલ ઉપદેશ વિશે કહે છે, એક વચને દીક્ષા કે, ભીતર તું પ્રવેશ,
ત્યજી વત્ર નાચી ઊઠી, રાખી છૂટા કેશ.
ગુરુએ દિક્ષામાં એક વચન કહ્યું કે બહારના વિષયોમાં ભમતા મનને દેહમાંસ્થિત પ્રાણશક્તિ અને શરણાગતિના ભાવ દ્વારા ભીતર તરફ વાળી લે અને દેહથી પર એવા ચૈતન્યતત્ત્વનો અનુભવ કરી લે.
લલ્લેશ્વરી પોતાના અનુભવ વિશે કહે છે,
શોધવા તુજને નીકળી, હું તો ઘરની બહાર, અંતે તું ભીતર મળ્યો, સફળ થયો અવતાર. લલ્લેશ્વરી આત્મસાધના વિશે કહે છે,
પંચપ્રાણને આસરે, ફરે કરણ અગિયાર, ઊર્ધ્વ દિશામાં ગતિ કરે કષાય પામે હાર.
આ પંચમહાભૂતના દેહમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને એક મન એમ અગિયાર કરણ પંચપ્રાણ (પ્રાણ, અપાન સમાન ઉદાન અને વ્યાન)ને સહારે વિષયોમાં ભમતા હોય છે. આ જ પંચપ્રાણને સહારે અગિયાર કરણની દિશા બદલી નાખવામાં આવે (ગુરુગમ્ય સાધના) એટલે કે વિષયોને બદલે ચૈતન્યભાવ તરફ ગતિશીલ થાય તો કષાય (ક્રોધ, માન, માયા અને લોભ)નો હ્રાસ થવા માંડે એમાં જ જીવનની સાર્થકતા છે.
ગુરુવચને પ્રાણગંગે કર્યું જ શુદ્ધ તન મન,
આવાગમન મટચું હવે, શિવ એ જ મારું ધન.
હૃદયમાં શુભ ભાવ રાખી ગુરુના માર્ગદર્શન હેઠળ ગંગાજળરૂપી પ્રાણશક્તિથી તન અને મનને વિશુદ્ધ કર્યું. જીવતેજીવતાં મેં મુક્તિ પ્રાપ્ત કરી લીધી. હવે યમરાજાનો ભય શાનો ? એ પરમતત્ત્વ (શિવ) જ મારું સર્વસ્વ છે.
નવ દ્વારને બંધ કરી, પકડયો જ પ્રાણચોર, વીંધ્યો હૃદયે એમથી લાધ્યો અનહદ છોર.
આ વાખમાં લલ્લેશ્વરી યોગમાર્ગની એક પ્રક્રિયા કે જેનું નામ યોનિનુદ્ર છે અને જે ગુરુગમ્ય છે એની વાત કરતાં કહે છે કે, મેં દેહનાં નવ દ્વારને બંધ કર્યાં (નવ
૧૬૮