________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... સિદ્ધશ્રીકઠે તરત જ લલ્લેશ્વરીને કહ્યું, ‘અંદરથી ગંદા એવા આ વાસણને બહારથી માંજવાનો શું ફાયદો ?' લલ્લેશ્વરીએ તરત જ જવાબ આપ્યો, ‘ભીતરથી મેલી (મલિન ચિત્ત) એવી આ કાયાને ધર્મને નામે માત્ર બહારથી ધોવાનો શું ફાયદો ?' સિદ્ધશ્રીકંઠ તરત જ મર્મ સમજી ગયા કે ચિત્તશુદ્ધિના ધ્યેય વિનાની બાહ્ય ક્રિયાઓ મિથ્યા છે.
એક વખત સિદ્ધશ્રીકંઠ ૪૦ દિવસનું કઠોર ચાન્દ્રાયણ વ્રત કરી રહ્યા હતા. એ દરમિયાન એક વખત સવારના લલ્લેશ્વરી એમને મળવા પહોંચી ગઈ. એમના ભક્તોએ લલ્લેશ્વરીને કહ્યું કે ગુરુજી તો સમાધિમાં લીન છે એટને તમણે મળી શકશે નહીં. લલ્લેશ્વરીએ હસતાંહસતાં કહ્યું કે વાત બરાબર છે. તમારા ગુરુ નંદમરગ ગામના ઘાસના મેદાનમાં ચરતા પોતાના ઘોડાને બીજો ઘોડો કદાચ લાત મારી દેશે તો એ વિચારમાં લીન છે ! સિદ્ધશ્રીકંઠને ખૂબ જ ગ્લાનિ થઈ, કારણકે એમનું ચચળ મન એ વખતે પોતાના ઘોડાનો વિચાર કરી રહ્યું હતું કે જેને નંદમરગ ગામના મેદાનમાં એમણે ચરવા મોકલ્યો હતો અને એમના ઘોડાને કદાચ કોઈ બીજો ઘોડો લાત મારતો હશે તો ! ત્યારે કહેવાય છે કે લલ્લેશ્વરીએ સિદ્ધશ્રીકંઠને સમજાવ્યું કે ધ્યાન ખરેખર કેવી રીતે કરી શકાય !!
દિવસે દિવસે સાધના દ્વારા લલ્લેશ્વરીએ એવી ભૂમિકા પ્રાપ્ત કરી લીધી કે એમનો દેહભાવ છૂટી ગયો હતો. મનના જગતથી પર એવા પરમતત્વ સાથે સતત અનુસંધાન રહેતું હતું. નિયતીની યોજના અનુસાર લલ્લેશ્વરી નાચતા-ગાતાં આનંદમગ્ન થઈ નિઃવસ્ત્ર થઈ ઘૂમવા લાગ્યાં હતાં. એમના મતે પુરુષ એટલે એવી વ્યક્તિ કે જે દેહભાવથી મુક્ત થઈ પરમતત્વમાં રમમાણ રહેતી હોય. એવો પુરુષ ભાગ્યે જ જોવા મળે. બાકી બધી જ વ્યક્તિઓ પુરુષ નથી પછી એમની સામે નગ્નાવસ્થામાં ફરવામાં શરમ શેની છે.
એક દિવસ લલ્લેશ્વરીએ દૂરથી પ્રસિદ્ધ સૂફી સંત સૈયદ હમદાનીને જોયા અને જોરથી બૂમો પાડવા માંડી કે આજે મને અસલી પુરષનાં દર્શન થયાં છે. એક વાણિયાની દુકાને લલ્લેશ્વરી ગઈ અને દેહ ઢાંકવા વસ્ત્રની માગણી કરી. વાણિયાએ કહ્યું કે, આજ લગી તો તને વસ્ત્રની આવશ્યકતા ન હતી તો આજે શા માટે વસ્ત્ર માગે છે ? લલ્લેશ્વરીએ ઉત્તર આપ્યો કે આજે અસલી પુરુષ આવી રહ્યો છે. એ મને ઓળખે છે અને એને હું ઓળખું છું. એટલામાં સંત હમદાની નજીક આવી ગયા. બાજુમાં નાનબાઈની ભઠ્ઠી સળગી રહી હતી. લલ્લેશ્વરી એ સળગતી ભઠ્ઠીમાં કૂદી પડ્યાં. સંત હમદાની લલ્લેશ્વરીને શોધતાશોધતા ભઠ્ઠી આગળ પહોંચી ગયા અને
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... તરત જ વાસ્તવિકતા સમજી ગયા. એમણે હાક પાડી લલ્લી, બહાર આવ, જે બહાર કોણ ઊભું છે ? લોકવાયકા છે કે એ જ ક્ષણે દિવ્ય વસ્ત્રો પરિધાન કરેલી લલ્લેશ્વરી પ્રગટ થઈ. આ ઘટના પરથી કાશ્મીરમાં એક કહેવત પ્રચલિત થઈ છે કે, ‘આવી હતી તો વાણિયા પાસે, પરંતુ પહોંચી ગઈ નાનબાઈ પાસે.'
એક વખત લલ્લેશ્વરીનાં સાસરિયાંના ગામ પાપોરમાં એક ખુલ્લી સભાનું આયોજન થયું હતું. ઘણા લોકાએ એમાં ભાગ લીધો હતો. લલ્લેશ્વરીના સસરા પણ એ સભામાં હાજર હતા. એમણે જોયું કે એમની પુત્રવધૂ લલ્લેશ્વરી એ સભામાં નિઃવસ્ત્ર આવી હતી. એમણે ગુસ્સે થઈને લલ્લેશ્વરીને પડાં પહેરવાની આજ્ઞા કરી અને પછી જ બહાર આવવા કહ્યું. લલ્લેશ્વરીએ વિરોધ કરતાં કહ્યું કે અહીંયાં એને કોઈ મનુષ્ય દેખાતો નથી, માત્ર ઘેટાં અને બકરાં જ દેખાય છે અને લલ્લેશ્વરીએ પોતાના સસરાને ફરીથી સભામાં જવા કહ્યું. એના સસરા અવાફ થઈ ગયા, કારણકે એમને સભામાં માત્ર ઘેટાં અને બકરાં જ દેખાણાં, કોઈ મનુષ્ય દેખાણો નહીં. તાત્પર્ય એ છે કે જે વ્યક્તિ માત્ર ભૌતિક ઉપલબ્ધિની પૂર્તિમાં જ વ્યસ્ત રહે છે એ પશુ છે અથવા લાકડાનો ટુકડો છે કે પથ્થર છે.
કહેવાય છે કે કાશમીરના મુસ્લિમ ષિ સંપ્રદાયના પ્રવર્તક સંત નંદ્રષિ કે જે પાછળતી શેખ નુરુદ્દીન વલીના નામે પ્રખ્યાત થયા હતા. એમનો જન્મ થયો ત્યારે એમણે માના સ્તનમાંથી દૂધ પીધું નહીં. ત્યારે ક્રતીફરતી લલ્લેશ્વરી ત્યાં પહોંચી અને તાજા જન્મેલા શિશુને કહ્યું, “માની યોનિમાંથી આવતાં (જન્મ લેતાં) શરમ ન આવી તો હવે માના સ્તનમાંથી દૂધ પીતાં શરમ શેની ?' કહે છે કે તરત જ શિશુએ સ્તનપાન શરૂ કરી દીધું. એમ પણ કહેવાય છે કે વર્ષો પછી લલ્લેશ્વરી અને નંદષિ અવારનવાર મળતાં અને એમની સાથે ક્યારેકક્યારેક કુલરની સંપ્રદાયના મીર સૈયદઅલી હમદાની પણ જોડાતા હતા અને આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરતા તો ક્યારેક ત્રણેય અંદરોઅંદર એકબીજાને પોતાની પાસે રહેલ દિવ્ય અને રહસ્યપૂર્ણ શક્તિઓ બતાવતા અને ભવિષ્યવાણી પણ કરતા.
કુલરની સંપ્રદાયના કેટલાય અનુયાયીઓ એમ પણ માને છે કે, શાહ હમદાનીના માર્ગદર્શન હેઠળ લલ્લેશ્વરી ચાર ચરણ નાસૂત, મલત, જબરૂત અને લાહત પાર કરીને પરમધામ ‘અર્શ-એ મસ્જિદ' (દુનિયાને ચલાવનાર આકાશસ્થિત ખુદા) સુધી પહોંચી હતી. કેટલાક મુસલમાનોનું એમ પણ માનવું છે કે લલ્લેશ્વરીએ પાછળથી ઈરલામ ધર્મ અપનાવ્યો હતો.
- ૧૬૪
GSR