Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 81
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... વિષયોમાં રાચે, પરમઆફ્લાદક ચંદ્ર સ્વયં ચમકી રહ્યો હોય ત્યારે એના ચિત્રને જોવાનું કોને ગમે ? અર્થાત્ બ્રહ્માનુભૂતિનો આનંદ સ્વતિશયી છે. જ્યારે વિષયોનું સુખ આભા સમાન છે. માટે મેધાવીજન વિષયોની પાછળ ન દોડતાં બ્રહ્મચિંતનનો આનંદ લૂટે છે. ગુરુએ શરણે આવેલા શિષ્યને ઉપદેશવિધિ કેવી રીતે કરવી તેના વિશે કહ્યું કે તત્ત્વજિજ્ઞાસુ શિષ્ય સ્થિતપ્રજ્ઞ ગુરુને શરણે ઉપર પ્રમાણે બોલતા આવે ત્યારે સંસારરૂપી દાવાનળના સંતાપથી સંતપ્ત મુમુક્ષને કરુણારસથી નીતરતી નજરે જોઈ વિનાવિલંબે અભયદાન આપવું જોઈએ. આત્મજ્ઞાની ગુરએ ઉપર કહ્યા પ્રમાણે જે પોતાનું કહ્યું કરતો હોય, જેને ચિત્ત શાંત હોય, જેના રાગદ્વેષ શમી ગયા છે, તો આત્મસ્વરૂપનો ઉપદેશ કરવો. હિતકારી સર્જન એટલે કે ગુરુના વચનથી અને સંગતયુક્તિથી આધ્યાત્મ માર્ગની યાત્રાએ જનારાને સાથે જ ફળસિદ્ધિ મળે છે. વિવેકચૂડામણિમાં ગુરુના બોધને ઉપનિષદોની જેમ તટસ્થ બનાવતાં આચાર્યશ્રી કહે છે કે - तटस्थिता बोधयन्ति गुरुवः श्रुतयो यथा । प्रज्ञयैव तरेद विद्वानीश्वरानुगृहितया ॥ વળી, શાસ્ત્ર કે ગુરુ દ્વારા જેનો બોધ કરાયો છે તેવું બ્રહ્મ વિશુદ્ધ બુદ્ધિથી જ પકડાય અને બુદ્ધિ પણ ઈશ્વરભક્તિ દ્વારા જ વિશુદ્ધ નિરહંકાર બની શકે. ગુના ઉપદેશ પ્રમાણે નિર્ગુણ બ્રહ્મનું-સર્વાત્મકતાનું જ્ઞાન જ મુમુક્ષુને મુક્ત બનાવી બંધથી છુટકારો આપી શકે. અહીં ફલિત થાય છે કે ગુરુના સાંનિધ્યથી આત્મતત્ત્વને પામનાર જ બીજાનાં દુ:ખોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. ગુરૂ સાક્ષાત્ પરમાત્મા હોય તેમની સાથે શિષ્ય સેવકની જેમ જ વર્તવું જોઈએ. ગુરુ જ વેદાંત ઈશ્વર કે વેદસ્વરૂપ છે. વેદમાં કહ્યું છે કે - આવાર્યવાન્ પુરુષો દિ વેઢા સંદર્ભ ગ્રંથ : - શ્રીમદ્ શંકરાચાર્યનું તત્ત્વજ્ઞાન - પ્રા. સી. વી. રાવળ - આ. શંકરનું જીવન : નટવરલાલ સરૈયા - આદિ શંકરાચાર્ય પ્રા. ગૌતમ પટેલ આચાર્યોનું તત્ત્વજ્ઞાન. કાશ્મીરની આદિસંતત્ત્વયિત્રી – લલ્લેશ્વરીને સટ્ટનું માર્ગદર્શન -સુરેશ ગાલા (ઘાટકોપર (મુંબઈ)સ્થિત જૈન ધર્મના અભ્યાસુ સુરેશભાઈ ગાલાના ‘અનહદની બારી’, ‘અસીમને આંગણે” “મરમનો મલક’ અને ‘નવપદ આરાધના’ પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન ધર્મ પર દેશ-વિદેશમાં સફળ પ્રવચનો આપે છે) કાશ્મીરની બહુચર્ચિત અને આદિકવયિત્રી પરમહંસ લલ્કય કાશ્મીરી જનતા લલેશ્વરી, લલયોગેશ્વરી, લલા, લલારિકા આદિ નામોથી ઓળખે છે. લલેશ્વરીનો જન્મ કાલ વિદ્વાનોની વચ્ચે વિવાદનો વિષય છે. વિદ્વાનો દ્વારા નિર્દિષ્ટ અલગ અલગ જન્મતિથિનું વિશ્લેષણ કરી ડૉ. શિબકુમાર રેણાનાં લલ્લેશ્વરીનો જન્મકાળ ઈ.સ. ૧૩૩૫ માને છે. પંડિત ગોપીનાથ રાયનાએ પોતાના પુસ્તક “લલવાક્યમાં લલ્લેશ્વરીનું જન્મનામ ‘પદ્માવતી' દર્શાવ્યું છે. લલ્લેશ્વરીનો જન્મ શ્રીનગરથી લગભગ નવ માઈલ દૂર આવેલા સિમપુરા ગામમાં એક બ્રાહ્મણ ખેડૂતના ઘરે થયો હતો. તે વખતની પ્રથા અનુસાર એમનાં લગ્ન બાલ્યાવસ્થામાં પાંપોર ગામના પ્રતિષ્ઠિત બ્રાહ્મણના ઘરમાં થયાં હતાં. પતિનું નામ સોનપંડિત હતું. બચપણથી જ લલ્લેશ્વરીને સંસાર પ્રત્યે રુચિ ન હતી. એમના કુલગુરુ શ્રી સિદ્ધમોલ પાસેથી એમણે પ્રારંભિક શિક્ષા-દીક્ષા તથા ધર્મ, દર્શન, જ્ઞાન અને યોગ સંબંધી ઘણાં રહસ્યો જાણ્યાં હતાં. ' લલ્લેશ્વરીમાં વધતો વૈરાગ્ય જોઈ એમના પતિ સોનપંડિતે ગુરુ શ્રી સિદ્ધમોલને વિનંતી કરી કે લલ્લેશ્વરીને તેઓ સમજાવે જેથી સાંસારિક બાબતોમાં એ રચિ લે અને સોનપંડિતની હાજરીમાં ગુરુશ્રી સિદ્ધમોલ અને લલ્લેશ્વરી વચ્ચે ગંભીર ચર્ચા શરૂ થઈ. સાંસારિકતા અંગે કંઈ વાતચીત થાય એ પહેલાં ચાર બાબતો અંગે ચર્ચા શરૂ થઈ. ૧પ૯

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121