Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 80
________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... શક્તિઓ, આત્મનિષ્ઠા, સમાધિ, આત્મજ્ઞાન, જીવનમુક્ત, આત્માનુભવની ઉપાદેયતા, બ્રહ્મજ્ઞાન, મહાવાક્યનો અર્થ, આ પ્રમાણે આચાર્ય-શિષ્યના સંવાદ દ્વારા મુમુક્ષુઓને વિનાકરે બોધ થાય એ હેતુથી આ બધા વિષયોનું નિરૂપણ કરેલ છે. વિવેક ચૂડામણિ ગુરુમહાભ્ય : ભારતીય જ્ઞાનસાધનામાં આચાર્ય અને સરનું સ્થાન સર્વોચ્ચ છે. સાધનાની પ્રાપ્તિ ગુરુથી થાય છે. કર્મઉપાસના, ભક્તિ અને વિદ્યા વગેરે કોઈ પણ સાધન કેમ ન હોય, ગુરુકૃપા વિના પ્રાપ્ત થઈ શકતું નથી. બધી સાધનાઓ પરંપરાગત છે અને ગુરુ તેમ જ શિષ્યપરંપરાઓમાં જ સાધન-જ્ઞાન સુરિક્ષત રહે છે. જ્ઞાનપ્રાપ્તિ માટે આચાર્યની સમીપ જવાની ઉપનિષત્કાલથી જ પ્રાપ્ત થાય છે, જેમ કે- તતિ જ્ઞાનાર્થ + ગુરુમેવામ/છેતુ મિતવાપાd: શ્રત્રિયં વનિર્ણમા, અર્થાત્ ‘આત્મજ્ઞાન માટે શિષ્ય હાથમાં સમિધો લઈ વેદશાસ્ત્ર જાણનાર બ્રહ્મનિષ્ઠ ગરને જ શરણે જવું.' પરંપરાગત પ્રણાલી પ્રમાણે છાંદોગ્ય ઉપનિષદમાં સત્યકામ, જાબાલ, રેલ્વે, જાનકૃતિ, ઉદ્દાલક, છેતકેતુ, વિરોચન, ઈન્દ્ર, સનતકુમાર અને નારદની સંવાદવિદ્યાની પ્રાપ્તિમાં ગુરનું મહત્ત્વ પ્રદર્શિત થયું છે. મુંડકોપનિષદ્માં રોનક અને અંગીરા પણ એના પ્રમાણ છે. કઠોપનિષદ્ધ યમ અને નચિકેતાનો સંવાદ પણ જ્ઞાનને માટે ગુરુની આવશ્યકતાનું પ્રમાણ છે. વળી, છાંદોગ્ય ઉપનિષદ્ કહે છે કે ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલ વિદ્યા ત્રિલોકીના રાજ્યથી પણ ચઢિયાતી છે. મહાભારતમાં ગુરુમહિમા વર્ણવતાં કહ્યું છે કે - ગુરુરિયાન્વિતો માતૃતતિ છે ગતિઃ | શંકરાચાર્ય ગુરમાહાઓ વર્ણવતાં વિવેકચૂડામણિ પ્રકરણ ગ્રંથમાં ગોવિંદ શબ્દના શ્લેષ દ્વારા કહે છે કે ગુરુ પરમાત્મા સ્વરૂપ જ છે. ગ્રંથનું પરમ પ્રતિપાદ્ય પરમાત્મા છે અને બ્રહ્મવિદ્યાના દાતા ગુરુ પરમાત્મા સ્વરૂપ છે. પ્રથમ શ્લોકમાં વિષયસ્થાપના સાથે ગુરુભક્તિનો મહિમા દર્શાવતાં કહે છે : ___ सर्ववेदांत सिद्धान्तगोचरं तमगोचरम् । गोविन्दं परमानंदम् सद्गुरुम् प्रळमाम्यहम् ॥ અર્થાત્ “બધાય વેદાન્ત સિદ્ધાંતોના જે એકમાત્ર વિષય છે, છતાંય જે મને ઇન્દ્રિયાદિ જ્ઞાનસાધનોના વિષય બનતા નથી, જે પરમઆનંદરૂપ છે, એવા સને ગોવિંદને હું નમસ્કાર કરું છું. આચાર્યશ્રી ‘ગોવિંદ' શબ્દના ભલેષનો આશ્રય લઈ પરમાત્મા સ્વરૂપ ગુરુની મહત્તા અહિલાઘવથી સિદ્ધ કરી પોતાની અનુપમ કાવ્યશક્તિનો સુંદર પરિચય આપે છે. આચાર્યશ્રીના ગુરુનું નામ ‘ગોવિંદપાદ’ હતું. અહીં પોતાના આત્મજ્ઞાની ગુરુને ઉપરોક્ત ગોવિંદનાં બધાં વિશેષણો લાગુ પડે છે. આમ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... પરમાત્મા અને ગુરુ બંનેની એકસાથે સ્તુતિ જણાય છે. વળી, શાસ્ત્ર અને ગુરુવચનોનું માહામ્ય દર્શાવતાં કહે છે કે - શTeત્રમ્ ગુરુવાવથથ નવુ વધારઝમ અર્થાત્ શાસ્ત્ર અને સદ્ગરનાં વાક્યોમાં સ્તુતિ હોવાની નિષ્ઠા કરવી. વળી, બ્રહ્મજ્ઞાનથી ફળપ્રાપ્તિમાં ગરકુપાને મહત્ત્વની દર્શાવતાં તેઓ કહે છે, વૈરાગ્ય, શમદમાદિ તેમ જ ગુરુકૃપાથી મંદ અને મધ્યમ પ્રકારની હોવા છતાં, આ મુમુક્ષતા પ્રબળ બને છે ને (અપેક્ષિત બ્રહ્મજ્ઞાનરૂપી) ફળ આપે છે.” આગળ આ શાસ્ત્રરૂપી મહાસમુદ્રમાંથી પોતાને માટે ઉપયોગી થઈ પડે એવાં રત્નો શોધી કાઢવાનું કામ સાધકોને માટે ઘણું કરીને અશક્ય જ જણાય છે. તે માટે માર્ગદર્શક ગ્રની અનિવાર્યતા કહી છે. આચાર્ય એટલે ગુર કેવા હોવા જોઈએ એનું વર્ણન કરતાં તેઓ વિવેકચૂડામણિમાં કહે છે કે - “જે ક્ષોત્રિય નિષ્પાપ, કામનાઓથી રહિત, ઉત્તમ બ્રહ્મવેત્તા બ્રહ્મપરાયણ, બળતણ વગરના અગ્નિની જેમ શાંત, અકારણ દયાસાગર, વિનમ્ર વ્યક્તિઓ પ્રત્યે આત્મીયતા રાખે તેવા ગુને, વિનય, નમ્રતાપૂર્વક સેવા તેમ જ ભક્તિથી પ્રસન્ન કરીને, તેને શરણે જઈને, પોતાને જે જાણવું હોય તેને લગતો પ્રશ્ન કરવો. આ રીતે ઉચ્ચ કક્ષાના, ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરઓ મળવા મુશ્કેલ છે. જો સદ્ભાગ્યે આવા ગુર પ્રાપ્ત થાય તો તેમનાં વચનમાં જરૂર શ્રદ્ધા રાખવી જોઈએ, કારણકે એવા ગુરુનાં વાક્યો શાસ્ત્ર વિરુદ્ધ થતાં જ નથી. શંકરાચાર્ય કહે છે કે, વિદ્વાને લૌકિક ભોગોની તૃષ્ણા ત્યજી, સંત અને મહાત્મા એવા ગુરુનું શરણ લઈ, તેમણે બતાવેવી રીતથી ચિત્તનું સમાધાન કરી મુક્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ : તો વિમુર્ત્ય...સમાદિતાત્મા || વિ. ન્યૂ. ૮) સાધના ચતુષ્ટય બતાવીને શંકરાચાર્ય કહે છે : સાધનોથી સંપન્ન બનેલો તત્ત્વજિજ્ઞાસુ પોતાના પ્રાજ્ઞ-સ્થિતપ્રજ્ઞ ગુરુને શરણે જાય, જેનાથી એના બંધનમાંથી છુટકારો થઈ શકે. ૩ત સાધન...વશ્વમોક્ષના (વિ. ટૂ. ૩૩). શંકરાચાર્યે વિવેકચૂડામણિમાં ગુરુની પાસે જ્ઞાન ગ્રહણ કરવા કેવી રીતે જવું એનું પણ વર્ણન બતાવ્યું છે અને કહ્યું કે ગુરુની કૃપાદષ્ટિના પાત્ર બની તેમની અમૃતમયી વાણી સાંભળવી એ પરમસૌભાગ્યનો વિષય છે. ગુરુ-શિષ્યની પરંપરામાં શિષ્ય ગુરુ પાસે જઈ બ્રહ્મવિદ્યા પામવા ઇચ્છે છે, ત્યારે ગુરુ કહે છે કે : તું ધન્ય છે, તારું કુળ પવિત્ર કર્યું છે, કારણકે તું અવિદ્યાના બંધનથી મુક્તિ મેળવી બ્રહ્મભાવ પામવા ઇચછે છે. (વિ. ટૂ. ૧૨) ગ્રંથાને ગુ કહે છે : જે પરમાનન્દની રસાનુભૂતિ છોડીને નીરસ ૪ ૧૭ રીફ. • ૧પ૭ ૧પ૮

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121