Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 87
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગ્રહણશક્તિ હતી કે એક જ વખત સાંભળવાથી કે વાંચવાથી યાદ રહી જાય. એમનું વાંચન ખૂબ વિશાળ હતું. જ્યારે એમણે જૈન ધર્મનાં પ્રતિક્રમણ આદિ સૂત્રોનું વાંચન કર્યું ત્યારે તેમાં આવતી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવના તેમ જ ક્ષમાપના એમને સ્પર્શી ગઈ. એમનું વૈરાગ્યપ્રધાન ચિત્ર જૈન ધર્મ પ્રત્યે આકર્ષાતું ગયું. આ અરસામાં સાત વર્ષની વયે એમને જાતિસ્મરણ જ્ઞાન થયું. આ જ્ઞાને શ્રીમની સંસાર પ્રત્યેની દષ્ટિ બદલવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. લઘુવયથી એમને વૈરાગ્ય અને વિવેકની પ્રાપ્તિથી જે તત્ત્વબોધ થયો તેનું મુખ્ય કારણ જાતિસ્મરણ જ્ઞાન ગણવા યોગ્ય છે. આઠ વર્ષની વયે એમણે કવિતાઓ રચવા માંડી અને એક જ વર્ષમાં રામાયણ અને મહાભારત જેવાં કાવ્યોની પાંચ હજાર શ્લોકોમાં રચના કરી. તેરમા વર્ષ પછી પિતાજીની દુકાન પર બેસીને નીતિપૂર્વક વ્યવસાય ચાલુ રાખ્યો, પરંતુ સાથે ગુજરાતી, હિંદી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના ગ્રંથોનું વાંચન અને મનન પણ અવિરતપણે ચાલુ રાખ્યું. તેઓ હીરા-મોતીનો વ્યાપાર કરતાં પણ એની સાથે એમનું આત્મચિંતન ચાલ્યા કરતું. સમય મળતાં આત્મચિંતન માટે એકાંત સ્થળોમાં -વનમાં કે પહાડોમાં એકલા ચાલ્યા જતા અને પોતાની આત્મસાધના કરતા. શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે ઘણા મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ આકર્ષાયા હતા. લંડનથી બૅરિસ્ટર થઈને ભારત આવેલા મહાત્મા ગાંધીએ શ્રીમદ્ પાસે આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું હતું. એમની બાહ્ય અને આંતરિક અસંગ દશા પ્રગટ થતી હતી. તેઓ પથારીનો ઉપયોગ કરતા નહીં. એક જ વસ્ત્રનો અને એક જ વખત આહારનો ઉપયોગ કરતા. પગરખાં વાપરતાં નહીં. ડાંસ, મચ્છર કે ઠંડી-ગરમી સમભાવે સહન કરતા. તેઓ તેત્રીસ વરસ અને પાંચ મહિનાની ભરયુવાન વગે રાજકોટમાં દેહત્યાગ કરી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી. એમની આંતરિક અવસ્થાનો નિચોડ એમનાં કાવ્યો, પત્રો, ગ્રંથો, નોંધો અને લેખોમાં મળે છે. સમયે સમયે એમનાં આત્મભાવ વધતો જતો હતો એવી એમની જ્ઞાનવૈરાગ્યની અખંડ અપ્રમત્ત ધારા તેમના સાહિત્યમાં આપણને જોવા મળે છે. એમણે પોતાની તો આત્મોન્નતિ સાધી સાથે તેમના અલ્પ આયુષ્યમાં બીજા મુમુક્ષુઓ માટે સરળ મોક્ષમાર્ગ દર્શાવતું અદ્ભુત આધ્યાત્મિક સાહિત્ય એમણે આપ્યું છે. જૈન તત્ત્વજ્ઞાનની દષ્ટિએ એમના સાહિત્યનું ઘણું મહત્ત્વ છે. એમનું સાહિત્ય નીચે પ્રમાણે વહેંચી શકાય - - મુમુક્ષુઓને ઉદ્દેશીને લખેલા પત્રો છે જેમાં મુખ્યતઃ પરમાર્થ વિચારણા જ છે. તેમના પત્રોમાં આત્મસ્વરૂપ, મોક્ષ, મોક્ષમાર્ગ, ધર્મ, સદ્દગુરનું માહાત્મ, પ્રત્યક્ષ સપુરુષની આવશ્યકતા, જ્ઞાની દશા, જ્ઞાનીની ઓળખાણ આદિ વિષયો પર બોધ પ્રાપ્ત ૧૭૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા થાય છે. તેમના પત્રોમાં ઠેરઠેર સદર અને સત્સંગનો મહિમા દેખાય છે. મુમુક્ષુઓને આત્મજાગૃતિ કરાવનાર, દીવાદાંડી સમાન આ પત્રો દરેક મુમુક્ષુએ પુનઃ પુનઃ વાંચનમનન કરવા યોગ્ય છે. - મોક્ષમાળા, ભાવનાબોધ, પ્રતિમાસિદ્ધિ અને આત્મસિદ્ધિશાસ્ત્ર (પદ્યગ્રંથ) આ સ્વતંત્ર ગ્રંથો અને બીજું પણ ઘણું છૂટક સાહિત્ય એમના અલ્પ જીવનકાળ દરમિયાન રચાયેલું છે. “મોક્ષમાળા’ આ ગદ્ય-પદ્યમાં રચાયેલો ગ્રંથ સોળ વરસ અને પાંચ મહિનાની ઉંમરે ત્રણ દિવસમાં લખ્યો હતો જે ‘બાલવબોધ’ નામે પણ ઓળખાય છે. એમાં જૈન માર્ગને યથાર્થ રીતે સમજાવ્યો છે. તત્ત્વમંથનકાળમાં શ્રીમદે પદ્દર્શનનું જે મધ્યસ્થ, નિષ્પક્ષપાત પર્યાલોચન કર્યું, જિનાગમોનું જે ઊંડું અવગાહન કર્યું તેનો પરિપાક આ દર્શનપ્રભાવક ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ૧૦૮ શિક્ષાપાઠો છે જે કથાઓ અને દષ્ટાંતોથી રોચક છે, જેમાં જૈન ધર્મના વિવિધ વિષયોની સંક્ષેપમાં સમજણ આપી છે. ભાવનાબોધ ગ્રંથમાં વૈરાગ્યની બાર ભાવનાઓનું નિરૂપણ છે. - શ્રીમદે તેમના જીવનકાળ દરમિયાન લખેલી વીસેક જેટલી પદ્યરચનાઓ ઉપલબ્ધ છે. કેટલાંક કાવ્યોમાં શ્રીમની અંતરંગ દશાનું વર્ણન છે. કેટલાકમાં સરનું મહત્ત્વ વર્ણવ્યું છે, કેટલાકમાં તત્ત્વજ્ઞાનના બોધ છે તો કેટલાકમાં મોક્ષમાર્ગનું નિરૂપણ છે, જેમાં ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' જેવી અનુપમ દીર્ઘ કૃતિ (પદ્યગ્રંથ), ‘મૂળ મારગ મોક્ષનો' જેવું મોક્ષમાર્ગ બતાવતું કાવ્ય તેમ જ ‘અપૂર્વ અવસર’ અને ‘પંથ પરમપદ બોધ્યો’ જેવી ઉત્તમ કાવ્યરચનાઓનો સમાવેશ થાય છે. આ બધી રચનાઓમાં જૈન દર્શન અનુસાર તત્ત્વવિચારણા જોવા મળે છે, તેમ જ મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. મોક્ષમાર્ગમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતાને મુખ્ય ગણાવેલ છે. આ ત્રણમાંથી કોઈ ને કોઈ તત્ત્વની વિચારણા આ પ્રત્યેક કાવ્યમાં જોવા મળે છે. મૂળમાર્ગ મોક્ષનો’, ‘પંથ પરમપદ બોધ્યો' આદિમાં આ ત્રણે તત્ત્વોની વિચારણા સંક્ષેપમાં રજૂ થઈ છે. આ કાવ્યરચનાઓમાં એક મહત્ત્વનો મુદ્દો છે - 'સરનું મહત્ત્વ'. સદરની કૃપા વિના મોક્ષમાર્ગ પ્રાપ્ત ન કરી શકાય. શ્રીમદ્ સરનું માહાત્મ ‘યમ નિયમ', ‘બિના નયન’, ‘લોકસ્વરૂપ રહસ્ય’, ‘અંતિમ સંદેશો, ‘મૂળમાર્ગ રહય' આદિ રચનાઓમાં બતાવ્યું છે. ગુરુનું મહત્ત્વ બતાવતી શ્રીમની આ રચનાઓમાંથી મેં આજે ‘બિના નયન પાવે નહિ બિના નયનકી બાત’ આ કાવ્ય લીધું છે. બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત, સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્ ... ૧ બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત ... ૨ - ૧૭૨

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121