________________
Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... એહિ નહીં હૈ કલ્પના, એહી નહિ વિભેગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ ... ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા આગમ હૈ, વો જ્ઞાનીકા દેશ ... ૪ જપ, તપ, ઔર વૃતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ ... ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લગ સપુરુષકે, તો સબ બંધન તોડ ...૬
શ્રીમદ્ રાજચંદ્ર આ રચના હિંદી ભાષામાં કરી છે. ગુરૂગમનું ગૌરવ ગાતા આ કાવ્યની રચના એમણે વિ.સં. ૧૯૪૭ના અષાઢ માસમાં કરી હતી. આ કાવ્ય છે. દોહરાનું છે. એમાં શ્રીમદ્ ગુરગમનો અનન્ય મહિમા વર્ણવ્યો છે, જેને શ્રદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય તેને માટે ગુરુશરણ જ ઉપાય છે.
જૈન ધર્મ તેમ જ બીજા ભારતીય ધર્મોમાં શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે મોક્ષપ્રાપ્તિ માટે ગુરનું મહત્ત્વ દર્શાવેલું છે. સુગડાંગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધ, બીજા અધ્યયનમાં સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ કે, જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે અમને આમ કહ્યું કે-ગુરૂના આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા.
આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે - 'आणाए धम्मो णाए तवो'
અર્થ : આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. આવા ગુરુ જેની આજ્ઞાનું પાલન કરવાનું છે એ ગુરુના લક્ષણ શ્રીમદ્ બતાવે છે - ‘આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે, વિષય અને માનપૂજાદિ ઇચ્છાથી રહિત છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયાઓ છે, જેમની વાણી અપૂર્વ છે, અર્થાત્ નિજ અનુભવ સહિત ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતા પ્રત્યક્ષ જુદી પડે છે, પર્શનના તાત્પર્યને જાણે છે તે સરુના યોગ્ય લક્ષણ છે. સદ્ગર કોને કહેવાય તો આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર, આપ્તના પ્રરૂપેલા શાસ્ત્ર અનુસાર, આચરણ કરવાવાળા, આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સગરસર એટલે નિર્ણય. આવા સરના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે તે પોતાના સ્વરૂપની દશા પામે, કેમ કે શુદ્ધ આત્મપણું એ જ જિનનું સ્વરૂપ છે. અથવા
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિશે નથી તે જ શુદ્ધ આત્મપદ છે અને તે પદ તો સત્તાએ સર્વ જીવનું છે.
આ જ વાત શ્રીમદ્ રાજચંદ્ર આ કાવ્યમાં સમજાવે છે કે બાહ્ય ચક્ષુથી અગોચર એવો શુદ્ધાત્મા અંતર્થક્ષુ વિના પ્રાપ્ત કરી શકાતો નથી. ‘બિના નયન’ એટલે તત્ત્વલોચન વિના અર્થાત્ સરના બોધ વિના બિના નયન કી બાત' એટલે બાહ્ય ચક્ષુથી અગોચર એવો શુદ્ધાત્મા જે જડ એવા દેહ અને ઇંદ્રિયોથી અતીત હોવાથી તે જડ નયનરૂપ નથી. આવો ઇન્દ્રિયાતીત આત્મા તત્ત્વલોચન વિના પ્રાપ્ત કરી શકાતો નથી, અર્થાત્ સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. એના માટે તત્વલોવનદાયક એવા નયન, અર્થાત્ માર્ગ બતાવનાર સદૃગુરુના ચરણની ઉપાસના જ શ્રેષ્ઠ ઉપાય છે. જે સદ્ગરના ચરણને સેવે છે, અર્થાત્ એમની આજ્ઞાનું આરાધન કરે છે તેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
આત્મદર્શન કે આત્મસાક્ષાત્કાર કરવાની જેને ખરી તૃષા લાગી હોય, અર્થાત્ જેને તીવ્ર ઇચ્છા હોય તો તે તૃષા છિપાવવાનો, અર્થાત્ તે ઇચ્છા પરિપૂણ’ કરવાનો અનાદિકાળથી એક જ ઉપાય છે કે જ્ઞાની એવા સર પાસેથી ગુરુગામની પ્રાપ્તિ કરવી. આ ઉપાય કહ્યો છે તે કલ્પિત નથી, અયથાર્થ નથી, પણ વાસ્તવિક છે તેમ જ તે વિભંગ એટલે કે વિપરીત, ભૂલભરેલો નથી, અર્થાત્ મિથ્યા, અસત્ય નથી, પણ ખરેખર સત્ય છે. અનેક પુરુષો આ પંચમકાળમાં પણ આ ઉપાય દ્વારા શાશ્વત, અખંડ એવા આત્મસ્વરૂપને પામ્યા છે, એનો અનુભવ પામીને કૃતાર્ત થયા છે.
પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પામવા માટે ગુરુચરણની ઉપાસના કરવાનું કહીને હવે શ્રીમદ્ રાજચંદ્ર આગળના દોહરામાં ઘણી જ મહત્ત્વની વાત કરે છે કે જ્ઞાનીના સમાગમથી કે શાસ્ત્રાભ્યાસથી જે કાંઈ જ્ઞાન મળ્યું છે તેનો તું બીજાને ઉપદેશ આપવા ના જા, કારણકે તું હજુ સુધી તે ભૂમિકા સુધી, તે દશા સુધી પહોંચ્યો નથી. તારા આત્માને પ્રતિબોધવા માટે તે ઉપદેશને ગ્રહણ કર. જે કાંઈ સત્કૃતનું પઠન-પાઠનમનન-ચિંતવન થાય તે માત્ર સ્વાધ્યાય અર્થે. સ્વાધ્યાય-સ્વઅધ્યાય-પોતાના અર્થે વિચાર કરવો. પોતાના આત્માને જિજ્ઞાસા, વિચાર, જ્ઞાન, ધ્યાન, સમાધિ આદિ ઉત્તરોત્તર ભૂમિકા પ્રાપ્ત થાય અને અંતરીક્ષ ખૂલે, એ માટે ઉપદેશ ગ્રહણ કરવાનો છે, અર્થાત્ તે પ્રકારે પોતાનો આત્મા શુદ્ધ થાય તે પ્રકારે જ્ઞાનીનો ઉપદેશ ગ્રહણ કરવો અને બીજાને ન આપવો. જ્ઞાનીનો દેશ, અર્થાત્ નિવાસસ્થાન તો સર્વથી ન્યારું, અગમ, અગોચર છે. શ્રી પૂજ્યપાદ સ્વામી સમાધિશતક' ગ્રંથમાં લખે છે -
ग्रामोऽरष्यमिति द्वेथा निवासोऽनात्मदर्शिनान् । दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव विश्चल ।।७३॥
- ૧૭૪.
૧૭૩