________________
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... લલ્લેશ્વરીને કોઈ સંતાન ન હતું. વિષમ કૌટુંબિક જીવન હોવા છતાં પોતે ઇન્દ્રિયાતીત જગતમાં વિચરતી હતી. લલ્લેશ્વરીના જીવનકાળ દરમિયાન કાશમીરમાં ઈસ્લામ ધર્મનું આગમન થઈ ચૂક્યું હતું. સમગ્ર ભારતમાં ઘોર અશાંતિ તથા ધાર્મિક અવ્યવસ્થા વ્યાપ્ત હતી. સામાજિક, આર્થિક તથા રાજનૈતિક વિષમતાઓને કારણે સામાન્ય જનતા ત્રસ્ત હતી. ધમાંધ કટ્ટરવાદનું જોર વધતું હતું. દરેક સંપ્રદાય પોતાને શ્રેષ્ઠ માનતો હતો. કાશ્મીર પણ આમાંથી બાકાત ન હતું. આ સમયે લલ્લેશ્વરીએ પોતાને થયેલ અનુભૂતિઓને આધારે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સીધી-સાદી સરળ ભાષામાં જે પદો દ્વારા વ્યક્ત કર્યું એને “વાખ' કહે છે. આ વાખ ચાર પદના હતા. છંદમુકત પણ લયબદ્ધ અને ગેય. જેમ નરસિંહ મહેતા રચિત ભજનો, પદો કે પ્રભાતિયાં આજ દિન સુધી ગુજરાતનાં ગામોમાં ગવાતાં આવ્યાં છે એમ લલ્લેશ્વરી રચિત ‘વાખ' પણ પેઢી દર પેઢીથી કાશ્મીરનાં ગામોમાં ગવાતાં આવ્યાં છે. આ વાખ લલ્લેશ્વરીના સમયમાં લિપિબદ્ધ ન થયા, પણ સેંકડો વર્ષો સુધી મૌખિક પરંપરા દ્વારા સચવાણા. પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર આવું સાહિત્ય કાગળ પર નહીં, પણ
સ્મૃતિપટ પર અંકિત થવું જોઈએ. ભોજપત્ર કે કાગળ પર લિખિત સાહિત્ય કરતાં હડમાંસના બનેલ સ્મૃતિપટ પર અંકિત થયેલું સાહિત્ય અધિક વિશ્વસનીય છે એવી માન્યતા પ્રચલિત હતી.
ભારતની મધ્યકાલની સંતપરંપરાની જેમ લલ્લેશ્વરીએ ‘વાખ દ્વારા બાહ્યાડંબરો તથા ક્રિયાકાંડોનું ખંડન કર્યું હતું અને આત્મનિરીક્ષણ, આત્મશુદ્ધિ તથા નિષ્કામ સાધન પર વિશેષ જોર આપ્યું હતું.
એમના વાખના કેન્દ્રમાં હતી કોઈ પણ સંપ્રદાયના વિધિવિધાનના કે બાહ્ય ક્રિયાકાંડના આગ્રહથી પર એવી પરમતત્ત્વની અનુભૂતિ. એમના “વાખ’ પર શૈવ, વેદાંત તથા સૂફીદર્શનની સ્પષ્ટ છાપ દેખાઈ આવે છે. માત્ર મૂર્તિપૂજા, પશુબલિ, તીર્થાટન, શારપાઠ કે વ્રતપાલનને જ જેઓ ઇશપ્રાપ્તિનાં સાધન માને છે અને એનાથી જ જેઓ સંતુષ્ટ છે એમનું પણ લલ્લેશ્વરીએ ખંડન કર્યું હતું. કાશ્મીરી બ્રાહ્મણો માંસાહાર કરતા હોય છે એની પર લલ્લેશ્વરીએ ટીકા કરી હતી અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે થતા પશુબલીનો પણ નિષેધ કર્યો હતો. - લલ્લેશ્વરી માનતાં હતાં કે માનવીના દેહમાં વિશ્વચેતનાનો એક અંશ હોય છે જેનો અંતર્દષ્ટિ દ્વારા અનુભવ થઈ શકે છે. લલ્લેશ્વરીએ નિયતીનો સ્વીકાર કરેલ છે. ભાગ્યનો પણ સ્વીકાર કરેલ છે.
- ૧૬૫.
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શેખ નાસિર ઉદ્દીને લલ્લેશ્વરીની પ્રશંસામાં લખ્યું :
પરમતત્વની અનુભૂતિ માટે એણે હૃદયાગ્નિમાં બધી જ વાસનાઓ બાળી નાખી અને ‘અહદ-એ-અલસ્ત’નો પ્રેમપિયાલો પીને આનંદોલ્લાસથી ઉન્મત થઈ ગઈ. શમસ ફકીર એના વિશે કહે છે :
ગઈ હતી ઘાટ પર કરવા દેહનાન ચિત્તને તો લાગી ગયું અલખનું ધ્યાન ફૂદી પડી તેજીથી એ તો પરમ ઘાટમાં
જ્યાં કોઈ ન હતું સિવાય કે ભગવાન. શ્રીનગરથી ૨૮ માઈલ દૂર શ્રીનગર-જમ્મુ હાઈવે પર સ્થિત વેજીબ્રોર (બ્રિજ બિહાડા) ગામમાં જમા-મસ્જિદની દીવાલની પાછળ લલ્લેશ્વરીએ દેહત્યાગ કર્યો હતો એવું મનાય છે.
મુહમ્મદીન ફોકે પોતાના પુસ્તકમાં લલ્લેશ્વરીના દેહત્યાગની ઘટનાનો ઉલ્લેખ આ રીતે કર્યો છે :
એક દિવસ લલ્લેશ્વરી માટીના ટબ જેવા મોટા વાસણમાં બેસી ગઈ અને એ વાસણને ઉપરથી એવા જ મોટા વાસણથી બંધ કરી દીધું. જેમણે આ જોયું એ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર પછી લોકોએ ઉપરના વાસણને હટાવીને અંદર જોયું તો અંદર કંઈ ન હતું. આ રીતે લલ્લેશ્વરીએ દેહનો ત્યાગ કર્યો. કેટલાય વિદ્વાનો એમ માને છે કે, ફાગણ સુદ આઠમે લલ્લેશ્વરીએ દેહત્યાગ કર્યો હતો. ઈ.સ. ૧૭૭૬ સુધી લલ્લેશ્વરી જીવિત હતાં એવી માન્યતા છે.
આશ્ચર્યની વાત એ છે કે કાશ્મીરમાં લલ્લેશ્વરીનું કોઈ પણ સ્મારક, સમાધિ, મંદિર કે મકબરો ક્યાંય નથી. લલ્લેશ્વરીએ જ લખ્યું છે ને કે,
ન હું કોઈ માટે રડી છું, ન કોઈ મારા માટે રડે, કારણ કે મારા માટે તો જનમ-મરણ છે સમાન
મેં તો સદા ગાયાં છે અલખનાં ગાન. કાશ્મીરી હિંદુ હોય કે મુસલમાન હોય, એમના ઘરમાં હજી પણ લલ્લેશ્વરી વાખ ગવાય છે. કાશ્મીરની પદયાત્રા દરમિયાન પૂજ્ય વિનોબાજીએ કહ્યું હતું કે, ‘કાશમીરમેં દોહી નામ ચલતે હૈ, એક હૈ અલ્લા ઔર દૂસરા હૈ લલ્લા.'
ទ។