Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 79
________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શ્રી શંકરાચાર્યકૃત વિવેચૂડાળિ પ્રણ ગ્રંથમાં નિપિત ગુમાસ -ડૉ. દીક્ષા એચ. સાવલા (ડૉ. દીક્ષા એચ. સાવાલ. શ્રી જે. એમ. પટેલ પી.જી. સ્ટડીઝ રિસર્ચ સેન્ટર - આણંદ અનુસ્નાતક સંસ્કૃત વિભાગાધ્યક્ષા છે. એમ.એ. (ત્રણ ગોલ્ડ મૅડલ) પ્રાપ્ત કરેલ છે. એમ.ફિલમાં યુનિ. પ્રથમ ક્રમાંકે પાંચ પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. સંસ્કૃત વાગ્-વ્યવહારની તાલીમ પણ આપે છે) પ્રસ્તાવિક ઃ આજના મહાન બૌદ્ધિકવાદી તથા પ્રખર ન્યાયવિદ્ એવા શ્રી નાની પાલખીવાલા વિશ્વના પ્રખર બૌદ્ધિકોમાં પણ શ્રેષ્ઠ એવા આદિ શંકરાચાર્યને મૂલવતા યોગ્ય જ કહે છે કે - "Most historians agreed that if a count were taken of the twelve greatest men, who ever lived in any country or age, Adi shankaracharya would undoubtedly be one of them", અર્થાત્ ‘‘મોટા ભાગના ઇતિહાસકારો એ બાબતમાં તો સંમત છે કે જો કોઈ પણ દેશ કે યુગમાં જીવી ગયેલા ૧૨ મહાન પુરુષોનાં નામની ગણતરી કરવામાં આવે તો શ્રી આદિ શંકરાચાર્ય નિઃશંકપણે તેઓમાંના એક હોય.'' આ જ રીતે આપણા દેશના મહાન દાર્શનિક તથા એક વખતના રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી ડૉ. રાધાકૃષ્ણન શંકરાચાર્યને સુંદર શબ્દોમાં અંજલિ આપતાં કહે છે – He (Shankaracharya) was a curious mixture of a Philosopher and a scholar, an agnostic and a mystic, a poet and a Saint, and in addition to all this a practical reformer and able organizer - there have been few minds more universal than his", અર્થાત્ શંકરાચાર્યનું વ્યક્તિત્વ નિરાળું હતું. તેઓ એક મહાન દાર્શનિક તથા પ્રખર વિદ્વાન હતા. રહસ્યવાદી તથા અજ્ઞેયવાદી હોવા સાથે તે મહાન કવિ અને ઉચ્ચ કોટિના સંતપુરુષ પણ હતા અને આ બધાથી વિશેષ તો તે ખૂબ જ વ્યવહારુ એવા સુધારાવાદી તથા સમર્થ આયોજક હતા. ૧૫૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શંકરાચાર્ય ખૂબ મોટા ગજાના મહાપુરુષ હતા. સમગ્ર ભારતવર્ષની પ્રજાના માનસ પર એકચક્રી શાસન કરનાર શંકરાચાર્ય જેવા પ્રખર મેધાવી મહાપુરુષ આ વસુધરાનું વિરલ અને મહામૂલ્યવાન રત્ન હતા. આ મહાન વિભૂતિની ખ્યાતિ એટલી બધી હતી કે એમના જીવનની આસપાસ અનેક દંતકથાઓનું જાળું ગુંથાઈ ગયું. પરિણામે તેમના જીવન વિશે ‘‘ઐતિહાસિક સત્ય’’ કહેવાય એવી માહિતી તારવવી એ ખૂબ દુષ્કર થઈ પડયું. આનંદગિરિના ‘‘શંકરવિજય'' ગ્રંથમાં તથા માધવાચાર્યના ‘શંકરદિગ્વિજય' ગ્રંથમાં શંકરાચાર્યનું ચમત્કારોથી પૂર્ણ જીવન વિગતે આલેખાયું છે, પણ તેમાંની કેટલી માહિતી ‘પ્રમાણભૂત’ કહી શકાય એ તો વિદ્વાનોને મન એક મહાન પ્રશ્ન જ છે. સ્કન્ધપુરાણ, સૌરપુરાણ, કૂર્મપુરાણ વગેરેમાં પણ શંકરાચાર્યના જીવન વિશે નિરૂપણ છે. શંકરાચાર્યનું વ્યક્તિત્વ-જીવનકાર્ય : શંકરાચાર્યનું જીવન અદ્ભુત હતું તથા વ્યક્તિત્વ નિરાળું હતું. માતા પર એટલો સ્નેહ કે અવસાન સમયે માતા પાસે પહોંચી ગયા અને સંન્યાસીને કોઈ અધિકાર ન હોવા છતાં માતાની ઉત્તરક્રિયા જાતે કરી અને શાસ્ત્રનાં વિધિ-નિષેધ કરતાં પણ માતાપુત્રનો સ્નેહ અધિક છે એ સત્ય જગતને બતાવ્યું. હિન્દુસ્તાન પર એમના બે મહાન ઉપકાર ગણાવી શકાય : (૧) એમના સમયમાં હિન્દુસ્તાનમાં ચાલતા અસંખ્ય નાનામોટા વહેમો, દેવોની વિવિધ જાતની પૂજા, શક્તિપૂજા, કામપૂજા વગેરેના મિષે ચાલતા દુરાચાર – આ બધાનું તેમણે ખંડન કર્યું અને જણાવ્યું કે શિવ અને વિષ્ણુ એક જ પરમાત્મા આનંદ તથા વ્યાપકતા સૂચવનારાં માત્ર જુદાંજુદાં નામો છે. દેવી તો પરમાત્માની જગન્માતા-માયાશક્તિ છે (૨) તેમણે પરમાત્મા અદ્વૈત સાધીનેઆગળ ઉપર થનારા જ્ઞાનપ્રધાન સન્તધર્મનું બીજ રોપ્યું, જેમકે તેમના જીવનનો ચાંડાલ પ્રસંગ પણ આવા સન્નધર્મનું બીજ ગણાવી શકાય. વિવેકચૂડામણિનો અર્થ : શંકરાચાર્ય રચિત ‘વિવેચૂડામળિ’ નામના પ્રકરણ ગ્રંથમાં ૫૮૧ શ્લોકનો સમાવેશ કરવામાં આવેલ છે. આચાર્ય પ્રકરણ ગ્રંથોમાં વિવેકચૂડામણિનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. વેદાંતનાં સમગ્ર અંગોને સરળ છતાં સંમિપ્ત રીતે રજૂ કરતી આવી કૃતિ જેવી અન્ય કૃતિ ભાગ્યે જ જોવા મળશે. વેદાંતના મતે આત્મા અને અનાત્માનો વિવેક-પરપુરુષાર્થ મોક્ષને માટે અનિવાર્ય સાધન છે. ચૂડામણિ એટલે મસ્તકનો મણિ. આમ અનુપમ કાવ્યશક્તિનો સુંદર પરિચય આપેલ છે. આમ વિવેકચૂડામણિમાં ગુરુશિષ્યને વિદ્યા-અવિદ્યા, અધ્યારોપ, પ્રમાદ, અહંકાર, બંધન, મોક્ષ, અજ્ઞાનની ૧૫૬

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121