________________
Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... જ્ઞાનવિમલ સૂરિની પરંપરાના શ્રી જિનવિજયગણિનું અમદાવાદમાં આગમન થતાં પૂંજાશા નિત્ય જિનવાણીનું શ્રવણ કરવા જતા હતા. જેમાં માતા-પિતા પુત્રને પગ માંડતાં તથા બોલતાં શીખવે. ગુએ પંજાશાને ધાર્મિક અભ્યાસ કરાવી ઉપકાર કર્યો. સત્સંગથી વૈરાગ્યનો રંગ લાગ્યો. સં. ૧૭૯૬, વૈશાખ સુદ છઠ્ઠના શુભ દિવસે પૂંજાશાએ દીક્ષા લીધી. હવે તેમનું નામ મુનિ શ્રી ઉત્તમવિજયજી પડયું. તેમણે સુરતમાં ભારક વિજયદયારિની અનુજ્ઞા મેળવી પાદરામાં ભગવતીસૂત્રની વાંચના કરી. ગુરુએ શિષ્યને નંદુસવ્યું. સં. ૧૭૯૯માં તેમના ગુરુ શ્રી જિનવિજયજી કાળધર્મ પામ્યા. ત્યાર પછી વિહાર કરી ભાવનગર પહોંચ્યા. ત્યાં તેમણે પૂર્વના ધર્મબોધક શ્રી દેવચંદ્રજીસ્વામીને બોલાવી તેમની પાસેથી ‘શ્રી ભગવતીસૂત્ર', “શ્રી અનુયોગદ્વારસૂત્ર', ‘શ્રી પન્નવણાત્ર’ વગેરેનો અભ્યાસ કર્યો. સં. ૧૮૦૮માં કચરા કીકા નામના શ્રાવક દ્વારા સિદ્ધાચલ યાત્રાનો સંઘ નીકળ્યો. તેમાં કવિશ્રી જોડાઈને તેમની સાથે પાલિતાણા ગયા. તેમણે ગુજરાત અને સૌરાષ્ટ્રની ભોમકા પર વિવિધ પ્રાંતોમાં પાદવિહાર કરી જૈન ધર્મની અદ્ભુત પ્રભાવના કરી. ઘણાં સ્થળોએ જિનબિંબોની પ્રતિષ્ઠા પણ કરાવી. સુરતમાં પોતાના ગુરુભાઈ પંન્યાસ શ્રી ખુશાલવિજયજી સાથે ચાર્તુમાસ રહ્યા. તે સમયે અસહ્ય નેત્રપીડા થતાં રાજનગર આવ્યા. સં. ૧૮૨૭, મહા સુદ આઠમના દિવસે ત્રેસઠ વર્ષની વયે સ્વર્ગારોહણ થયા. તેમનો હરિપુરમાં સ્થૂપ છે.
કવિશ્રીનું સાહિત્ય સર્જન : (જે.ગુ.ક. ભા-૬, પૃ. ૨-૬)
૧. સંયમ શ્રેણી ગર્ભિત મહાવીર સ્તવન સ્વપજ્ઞ ટબા સહિત (સં.૧૭૯૯, ઢા.-૪), જેમાં પોતાની અતથી ઈતિ સુધીની ગુપરંપરા વિસ્તારપૂર્વક આપી છે. શ્રી વીરપ્રભુના પાંચમા ગણધર સુધર્માસ્વામીથી શરૂ થયેલી પાટ પરંપરા, ચંદ્રગચ્છ, વડગચ્છ અને તપાગચ્છનો ઉદ્ભવ વગેરેનો રસપ્રદ ઈતિહાસ આ કૃતિમાં છે.
૨જિન વિજય નિર્વાણ રાસ (સં. ૧૭૯૯, ઢા-૧૬), પોતાના ગુરુની સ્મૃતિ અને ભક્તિરૂપે આ રાસ રચાયો છે.
૩. અષ્ટપ્રકારી પૂજા (સં. ૧૮૧૩/૧૮૧૯)
૪. ચોવીસી, આ પ્રત લીંબડીના ભંડારમાં ઉપલબ્ધ છે જેનો ડા.ક્ર.૨૨૭૮૨ છે. આ કૃતિ જૈ.ગુ.સાહિત્ય રત્નો, ભા.-૨માં પ્રકાશિત છે, જેમાં પાંચ સ્તવનો છે.
૫. શ્રાદ્ધ વિધિ વૃત્તિ બાલાવબોધ (સં.૧૮૨૪), આ કૃતિ મૂળ રત્નશેખરસૂરિ કૃત છે.
- ૧૫૧
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કાવ્ય પરિચય :
અંત્યાનુપ્રાસ અલંકારથી ગૂંથાયેલી આ ગુરુભક્તિની ગહેલીમાં પ્રથમની ચાર ગાથાઓમાં ગુરના ૨૭ ગુણોની લાક્ષણિક્તાઓ છે. પાંચમી ગાથામાં ભગવાન મહાવીરથી કેવળજ્ઞાનની પરંપરા, છઠ્ઠી ગાથામાં શિયળનો મહિમા, સાતમી ગાથામાં ગુરુપૂજન, આઠમી અને નવમી ગાથામાં જિનવાણીનું સ્વરૂપ અને તેનું ફળ દર્શાવ્યું છે.
પટવ્રત સુધી પાલતાં મુનિવર સોભાગી, ષષ્કાય રક્ષણ સાર રે. ગુણવંતાને ગુણના રાગી;
પચદ્રીય દમે વિષયથી મુનિવર સોભાગી, લોભના જીતનહાર રે. ગુણવંતાને ગુણના રાગી.”...૧
(૧-) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત તેમ જ છઠ્ઠ રાત્રિ ભોજન ત્યાગ એમ પદ્વતોના પાલન કરનારા (૭-૧૨) પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની દયા પાળનારા (૧૩-૧૭) પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોનું દમન કરનારા.
(૧૮) લોભનો નિગ્રહ કરનારા મુનિવરો સૌભાગ્યવંતા, ગુણવંતા અને ગુણાનુરાગી છે. જૈન ધર્મ અહિંસાપ્રધાન હોવાથી તેનું પાલન કરનારા શ્રમણો ‘દયાવીર' કહેવાય છે. વળી, વ્રતોનું વીરતાપૂર્વક પાલન કરે છે. તેથી જ શ્રમણાચાર દ્વારા વીરરસનું નિરૂપણ થયું છે.
ક્રોધ તજી સમતા ભર્જે યુનિ., નિર્મલ ચિત્ત સદાય રે. ગણ.; વિધિપૂર્વક પ્રતિલેખના મુનિ., કરતા મુનિ સુખદાય રે. ગુણ.”
(૧૯) હરપળ ક્ષમા ભાવ (સમતા) (૨૦) ચિત્તની પ્રસન્નતાથી છલક્તો ચહેરો (૨૧) ઉભયકાળ વિધિપૂર્વક સંયમની ઉપધિઓનું પડિલેહણ કરનારા મુનિવર સુખકારી છે.
પ્રસ્તુત પંક્તિઓમાં સાધુતાનો પમરાટ અને સંયમનાં વિધિવિધાન દર્શાવ્યાં છે. ચિત્તની ચંચળતાથી વિધિ કરતી વખતે ઉપયોગ ન રહેતા આરાધકને બદલે વિરાધક થવાય છે. પ્રતિદિન સૂર્યોદય પછી પ્રથમ અને દિવસના ચોથા પહોરે સંયમનાં ઉપકરણોને જીવદયાના ભાવથી મુનિવર પડિલેહણ કરે છે.
“સંયમ યોગે તરિ સદા મુનિ., નહીં મનમાં કુખ્યાન. ગુણ. નિરવદ્ય વચન વદે સદા યુનિ., તનું જતનાઈ જાણે રે. ગુણ.”
પ્રસ્તુત પંક્તિઓમાં ત્રણે યોગની પ્રશસ્તતા દર્શાવી છે (૨૨) મનને દુર્ગાનમાંથી ખેંચી શુભ ભાવમાં વિચરણ કરાવવું (૨૩) વચનથી અમૃત સમાન માધુર્યથી છલકતી
- ૧પર