________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
કવિ શ્રી ઉત્તમવિજયજીની ગéલીમાં ગુરુગુણદર્શન
-ડૉ. ભાનુબહેન શાહ (સત્રા) (જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. ભાનુબહેન જૈન દર્શનના હસ્તલિખિત પ્રતોના સંપાદન સંશોધનના કાર્યમાં ઊંડો રસ લે છે. તેમના ચાર ગ્રંથો પ્રગટ થયા છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં સુંદર રીતે શોધપત્રોની પ્રસ્તુતિ કરે છે)
પ્રસ્તુત નવ કડી પ્રમાણ વિસ્તૃત આ કૃતિ ગુરૂના ગુણોની લાક્ષણિકતા દર્શાવતી ગુરુભક્તિની એક અમરરચના છે. પ્રસ્તુત કૃતિમાં રચનાસાલ નોંધાયો નથી.
પ્રસ્તુત કૃતિનું શીર્ષક ‘મુનિગણ ગહુલી’ છે તેમ જ ગાથા નં. ૭માં ‘ગહુલી’ શબ્દનો પ્રયોગ થયો છે. મધ્યકાલીન વિવિધ કાવ્યપ્રકારોમાં ગહુંલી મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ગહેલીનું સ્વરૂપ :
ગહુલી એક લોકપ્રિય ગેય કાવ્યપ્રકાર છે. પર્વના દિવસો, ચોમાસી, ચૌદસ, પર્યુષણ, સંવત્સરી, શાશ્વતી આયંબિલની ઓળી, દિવાળી, અક્ષયતૃતીયા, જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ, દીક્ષા મહોત્સવ, તપનું ઉજમણું, ગુરુભગવંતનું આગમન અને વિહાર, જિનવાણી શ્રવણ, સંઘયાત્રા વગેરે પ્રસંગોમાં રહેલી ગવાય છે.
ગહલી ની વિષયવસ્તુમાં વિવિધતા જોવા મળે છે. “શ્રી ભગવતીસૂત્ર', ‘શ્રી બારસાસૂત્ર', “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર' જેવા ગ્રંથોનો મહિમા, જિનવાણીનો મહિમા અને ગુરુભગવંતોના ગુણકીર્તન કરતી ગહુલીઓ રચાઈ છે.
ગહેલીમાં ‘સાથિયો’ કરવામાં આવે છે. તેના ચાર છેડા ચાર ગતિનું સૂચન કરે છે. ચાર ગતિનો ક્ષય કરવાના પ્રતીકરૂપે જિનમંદિરમાં ભક્તો સાથિયો કરે છે. સાથિયા પહેલાં અક્ષતની ત્રણ ઢગલી ક્ષાન, દર્શન અને ચારિત્રના પ્રતીકરૂપે સ્થાપવામાં આવે છે. રત્નત્રયીની આરાધના ચાર ગતિનો ક્ષય કરી સિદ્ધિપદ પ્રાપ્ત કરાવે છે. સિદ્ધિપદના પ્રતીકરૂપે ત્રણ ઢગલીની પહેલાં સિદ્ધશિલા સ્થાપવામાં આવે છે, જે ફળનું સૂચન કરે છે.
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગહુલીને આકર્ષક બનાવવા બદામ, ફળ, સોના-ચાંદીના સિક્કાઓથી અલંકૃત કરવામાં આવે છે. આમ, ગફુલીમાં ધર્મ ને કળાનો સમન્વય સધાયો છે.
ગહેલી માત્ર માનવસમાજની પ્રવૃત્તિ નથી, પરંતુ સ્વર્ગના દેવો પણ હીરા, માણેક વગેરેથી પ્રભુની ગહ્લી કરી સત્કારે છે. કવિ સમયસુંદરે ‘સીમંધર સ્તવન'માં ઈન્દ્રાણી ગહેલી કરે છે, તેવો ઉલ્લેખ કર્યો છે.
‘ઈન્દ્રાણી કાઢે ગહેલીકી, મોતીના ચોક પુરાય.'
ગણુંલી ગાનાર શ્રાવિકા બહેનો હોય છે. ગહેલીમાં પ્રલિત ગીતોના રાગો અને દેશીઓની વપરાશ જોવા મળે છે, જેમ કે -‘રાખનાં રમકડાં', ‘બિગડી બનાનેવાલે, બિગડી બના દે' આદિ જૂની ફિલ્મો અને ગુજરાતી ગીતોના રાગમાં પણ ગહેલી રચાયેલી જોવા મળે છે.
ગુરુમહિમા, રસસમૃદ્ધિ, અલંકાર યોજના, ઊર્મિની અભિવ્યક્તિ અને ગેયતા જેવાં લક્ષણોથી ગલી એક સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે સ્થાન ધરાવે છે.
પ્રત પરિચય:
આ હસ્તપ્રત શ્રી કૈલાસસાગર સૂરિ શ્રાનમંદિર, અમદાવાદ (કોબા)થી હાથવગી થઈ છે. હ... નં. ૦૪૮૬૩૧; માપ ૧૮ ૪૧૧સે.મી.; કુલ પત્ર - ૨; પ્રતિ પત્ર - ૧૬ પંક્તિઓ; પ્રતિ પંક્તિ - ૪૦ થી ૪૨ અક્ષરો છે.
અક્ષરો ઝીણાં છતાં સુવાચ્ય છે. કડી ક્રમાંક અને દંડવ્યવસ્થા નિયમિત છે. ‘મુનિવર સોભાગી’ અને ‘ગુણવંતાને ગુણના રાગી' જેવી આંકણીના શબ્દો લાલ અક્ષરે આલેખાયા છે.
પ્રસ્તુત પ્રતમાં ઉત્તમ વિજયજીને ત્રણ ગણુંલીઓનો સંગ્રહ થયો છે. ૧. આપણા અભ્યાસની કૃતિ, જે નવ કડીનો છે; ૨. સાત કડીની; ૩ પાંચ કડીની ગહેલી છે.
કવિ પરિચય :
પ્રસ્તુત કૃતિના રચયિતા અંતિમ પંક્તિમાં પોતાનું નામાભિધાન ટાંકે છે. ‘ઉત્તમ લહીય નિમિત્ત રે.' કવિશ્રીએ કૃતિમાં પોતાનો મીતાક્ષરી પરિચય આપ્યો છે. જે.ગુ.ક.ભા૬, પૃ.-૨ અને ૩ પર વિશેષ પરિચય ઉપલબ્ધ છે.
- અમદાવાદ શામળપોળમાં રહેતા વણિક પરિવારમાં સં. ૧૭૬૦માં કવિશ્રીનો જન્મ થયો છે. તેમના પિતાનું નામ લાલચંદભાઈ અને માતાનું નામ માણેકબહેન હતું કવિશ્રીનું બાળપણનું નામ જાશા હતું. અઢાર વર્ષની વયે સં. ૧૭૭૮માં ખરતરગચ્છના બહુસૂત્રી શ્રી દેવચંદજી સ્વામી પાસે ધાર્મિક અભ્યાસ કર્યો. ત્યાર પછી તપાગચ્છના શ્રી
૧૪૯
૧પ૦