________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સમાધાન કરે છે. સંસારરૂપ દાવાનળથી અત્યંત ભય પામેલા અને પોતાના જ એકમાત્ર શરણે આવેલા ભક્ત પર ભગવાન પ્રસન્ન કેમ ન થાય? અને કેમ પોતાનું પદ ન આપે? શું પોતે અસમર્થ છે ? સર્વજ્ઞ નથી? ભક્તવત્સલ નથી ? ભગવાન તો સમર્થ, સર્વજ્ઞ અને ભક્તવત્સલ છે જે - તે પરમપદ આપશે જ, પણ એ છે કે મનુષ્ય માત્ર તેમનું જ બળ રાખવું જોઈએ.
પ્રભુના પ્રભુત્વ પર પ્રકાશ પાથરવામાં નિષ્કુળાનંદસ્વામીએ પોતાનું હૃદય ઠાલવ્યું છે, તેમ તેનું ભક્તપણું પણ કૃતિમાં તાણાવાણાની જેમ સુશ્લિષ્ટ વણાટમાં વણાઈ એક પટ બની ગયું છે. માનવીના જીવનમાં બાહ્ય શત્રુઓ કરતાં રાગ, દ્વેષ, મોહ, માયા જેવા આંતરશત્રુઓનો નાશ કરવા માટે હરિનું નામ અને હરિનું બળ જ આવશ્યક છે. ‘‘હરિબળગીતા' અજિત આંતરશત્રુઓને જીતવા માટે હરિ એ જ બળ છે એવું પ્રતિપાદન કરતી અને સ્વરૂપનિષ્ઠા પર ભાર મૂકતી કૃતિ છે'(૩)
સ્વામિનારાયણ સંપ્રદાયે એ સમયે સામાજ સુધારાની ઝુંબેશ ચલાવેલી. ‘હરિબળગીતા'માં કવિ માત્ર હરિનું જ બળ રાખવાની વાત કરી સંકટોમાંથી મુક્ત થવાના અન્ય ઉપાયો જેવા કે દોરા-ધાગા-મંત્ર-તંત્રનો આશરો લેવો... વગેરેથી દૂર રહેવાનું સૂચવે છે એ બધા ઉપાયો તો ઈશ્વરથી દૂર થવા સમાન છે. માનવીને અજ્ઞાન અને વહેમમાંથી મુક્ત થવાનો બોધ આપતા નિષ્કુળાનંદસ્વામી એ રીતે સમાજના જાગૃત પ્રહરી અને સુધારક લાગે છે. પોતાની દલીલની પુષ્ટિ માટે નિષ્કુળાનંદસ્વામી કહે છે કે જ્યાં સુધી દ્રૌપદીને એમ હતું કે મારા મહારથી અને સમર્થ પતિઓ મારી રક્ષા કરશે, પણ અંતે એમને હરિના બળનો આશરો લેવો પડ્યો હતો.
ગજેન્દ્રને પણ પોતાના બળનો ગર્વ હતો તેથી તેને કષ્ટ સહન કરી અંતે હરિના બળનું શરણ લેવું પડયું. આવાં અનેક દષ્ટાંતો આપી નિષ્કુળાનંદસ્વામી કહે છે કે જીવત્માએ હરિ સિવાય કોઈનું બળ રાખવું નહિ.
‘હરિબળગીતા'ને ભાષાની દૃષ્ટિએ જોઈએ તો કવિએ સાવ સાદા છતાં સચોટ અને હૃદય સોંસરવા ઊતરી જાય એવા શબ્દો પ્રયોજ્યા છે. સામાન્ય ભાવક પણ પામી શકે એવી સરળ છતાં સરળ ભાષા એ નિષ્કુળાનંદસ્વામીની ખાસિયત છે. તેમનું લક્ષ્ય હરિના નામ માત્રનો પ્રભાવ વર્ણવવાનું છે. એ માટે તેમણે...
ભવજળ તરવા ઘનશ્યામ નામ નાવજી, આવી બેસે એમાં કોઈ રંક કે રાવજી. પામે ભવપાર સે જે સ્વભાવજી, તેહ વિના તરવા અન્ય ન ઉપાયજી. (કડવું-૩)
૧૪૭
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા એવી સાવ સરળ છતાં અસરકારક બનીનો આશ્રય લીધો છે. પરિણામે સામાન્ય માનવી સુધી પોતાની વાત પહોંચાડવાનું કવિનું લક્ષ્ય સિદ્ધ થાય છે. ઉપમા આદિ અલંકારો, ઘરેલુ તેમ જ પૌરાણિક દષ્ટાંતો આ કૃતિના પદ્યને અસરકારક બનાવે છે. તો
જાણો જન સમર્થ ભગવાન, એ જીવનું જોર ન જાણવું રે, અમથું કરે અભિમાન. કર્યું ન થાઈ કોઈનું રે, નર નિર્જરથી નિદાન. (પદ-૬)
જેવા પદમાં તો નિષ્કુળાનંદની ભાષા દયારામ અને સ્વામીનારાયણ સંપ્રદાયના જ કવિ પ્રેમસખી પ્રેમાનંદની ભાષા જેવી મંજુલ-મધુર છે. કૃતિમાં આવતાં પદો ધનાશરી, ધોળ, બિહાગડો, રામગીરી, સોરઠો, સામેરી, પરજ, મારું અને મેવાડો જેવા પ્રચલિત રાગોમાં આલેખાયા છે. બંધ-બેસતાં શબ્દોમાં અને ચોક્કસ ભાવને અનુકૂળ રાગો જ કવિએ પ્રયોજ્યા છે જેથી કૃતિને લયબદ્ધતા પ્રાપ્ત થાય છે. | ‘હરિબળગીતા'નું સમાપન નિષ્કુળાનંદસ્વામી મધ્યકાલીન ભક્તિ સાહિત્યની ચાલી આવતી પરંપરા અનુસાર જ લશ્રુતિ'થી કરે છે. જુઓ
હરિબળગીતા હેતે સાંભળશેજી, તેહના સર્વ શોક-સંશય ટળશેજી, સમજી સાંભળતા પાપ ટળશેજી, નિરબળને બળ મળશે.
અનેસંવત અઢાર અઠાણુંનો માસ પુરષોત્તમ પુન્યમ દને, નિષ્કુળાનંદ જનહિત અર્થ, કર્યો ગ્રંથ સમજી મને. (કડવું-૪૪)
સંસારસાગરનાં કષ્ટોમાંથી સફળતાપૂર્વક બહાર આવવા માટે હરિની નામરૂપી નાવ એ એકમાત્ર સાધન છે એવો ભાવગર્ભ લઈને રચાયેલી આ રચના સાંપ્રદાયિક મહત્ત્વ ધરાવતી કૃતિ છે. અન્ય કૃતિઓની જેમ આ રચનાન સર્જનના પાછળ પણ કવિનું મુખ્ય લક્ષ્ય 'વૈરાગ્યોપદેશ’ આપવાનું છે. વિજયરાય વૈદ્ય નિષ્કુળાનંદસ્વામીની આવી રચનાઓ વિશે નોંધ છે કે- “આ જગત પરથી મન હઠાવી તીવ્ર દઢ અને શુદ્ધ સાત્ત્વિક વૈરાગ્યને હૃદયમાં સ્થાયી કરનાર નિષ્કુળાનંદનાં પદો આજે પણ શ્રોતાવક્તા અને વાચકના મન પર તેવી જ અસર કરે છે.
પાદટીપ
૧) નિષ્કુળાનંદ કાવ્યમ્ - પૃ.૪, સં.શાસ્ત્રી હરજીવનદાસ (૨) ગુજરાતી વિશ્વકોશ (ખંડ – પૃ.) (૩) ગુજરાતી સાહિત્યની રૂપરેખા - પૃ.૯૪, વિજયરાય વૈદ્ય (૪) કડવા અને પદની પંક્તિઓ - ‘હરિબળગીતા': -
- ૧૪૮