________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સ્વામીનારાયણ સંપ્રદાય પણ આ રીતે મૂળ તો ગુરુ-સંપ્રદાય જ છે, પણ કિશોરલાલ મશરૂવાળા નોંધે છે કે :
"પ્રત્યેક ગુર સંપ્રદાયમાં જે રીતે આદિગુરુ કે ભૂતકાળના અવતરાને અથવા બીજા દેવને ઇષ્ટ તરીકે સ્વીકારેલા જોવામાં આવે છે એમ જ ઇષ્ટદેવનો સંપ્રદાય બન્યો ત્યારથી દિક્ષાગુર હોવા છતાં, સહજાનંદ સ્વામીને જ સત્સંગીઓએ-સાધુઓએ ઇષ્ટદેવ સ્વીકાર્યા.' | (સ્વામીનારાયણ સંપ્રદાય-પૃ.-૧૦, કિશોરલાલ મશરૂવાળા)
આ સંપ્રદાયના નિષ્કુળાનંદ, બ્રહ્માનંદ, નિત્યાનંદ, પ્રેમાનંદ, દેવાનંદ આદિ નંદસંતોને સહજાનંદ સ્વીમાએ દીક્ષા આપી પોતાના શિષ્યમંડળમાં સ્થાન આપેલું, પણ આ સંતોએ સહજાનંદ સ્વામીને પોતાના દીક્ષાગુર હોવા છતાં કિશોરલાલ મશરૂવાળાએ કહ્યું તેમ તેને ઇષ્ટદેવ સ્વરૂપે જ નિહાળ્યા અને પોતે જે વિપુલ કાવ્યસર્જન કર્યું તેમાં સહજાનંદ સ્વામીનો ભગવાન સ્વરૂપે જ મહિમા ગાયો.
નિષ્કુળાનંદ સ્વામી પોતાની ‘ચોસઠ પદી' નામની રચનામાં સંતના લક્ષણો જણાવી સાચા સંતનો સમાગમ કરવાનો બોધ આપે છે, તેમાં સહજાનંદ સ્વામીને સાચા સંત ગણાવી પ્રત્યક્ષ પ્રભુ ગણાવ્યા છે. આ રચનાની કેટલીક પંક્તિઓ જોઈશું તો આપણને એ વાતનો ખ્યાલ આવશે.
એવા સંતતણી ઓળખાણ, કહુ સાંભળો પછી સોંપી તેને મન પ્રાણ, એ વળે તેમ વળો. ** એવા સંત મળે સ્વામી, ખામી કોયે ના રહી કહે નિષ્કુલાનંદ શિશ નામી, સાચી સહુને કહી.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... સ્વરૂપ ગણાવે છે. માત્ર નિષ્કુળાનંદ સ્વામીને જ નહિ, પણ આ સંપ્રદાયના બધા જ નંદ સંતોએ દીક્ષાગુરુ સહજાનંદ સ્વામીની ભગવાન સ્વરૂપે જ આરાધના કરી એનો મહિમા ગાયો છે. ‘હરિબાળગીતા'માં પણ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના ગુરુ સહજાનંદ સ્વામીને હરિરૂપે સ્વીકારી જીવનમાં તેનું જ બળ રાખવાનો બોધ આપ્યો છે.
નિકુળાનંદસ્વામી રચિત હરિબળગીતા'
નિષ્કુળાનંદસ્વામી રચિત “હરિબળગીતા' એ ૪૪ કડવા અને ૧૧ પદના કુલ મળીને ૪૦૦ ચરણમાં લખાયેલી છે. આ કૃતિને વિષયસામગ્રીની દષ્ટિએ કે સાહિત્યિક દષ્ટિએ તપાસીએ છીએ ત્યારે ખયાલ આવે છે કે આ કૃતિ સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના ઈષ્ટ આરાધ્ય સહજાનંદસ્વામીની ભાવના વ્યક્ત કરતી રચના છે, જે મધ્યકાલીન ભક્તિકવિતાની પરંપરા જ અનુસરે છે. જે તફાવત પડે છે તે નિષ્કુળાનંદસ્વામીની કાવ્યકલાનો જ છે. અહીં કવિએ અન્ય સર્વ સાધનો કરતાં પ્રભુનાં આશ્રય અને ઐશ્વર્યનું શ્રેષ્ઠત્વ સમજાવ્યું છે. પ્રથમ કડવામાં જ તેઓ આ રીતે -
નામ નિર્ભય નિગમ કહે, જે સમરતાં સંકટ ટળે, દુષ્કૃત જેહ દેહધારીનાં, તેહ પાપના પુંજ પળે, પુરુષોત્તમ પ્રગટનું, નામ નિર્ભય નિસાણ, જે જન જીભે ઉચ્ચરે, તે પામે પદ નિર્વાણ. (કડવું-૧).
એમ કહી અજામિલ આદિનો ઉલ્લેખ કરી નામસ્મરણથી પતિત પણ ભવપાર પામે છે તે સમજાવે છે. અહીં કવિ નિષ્કુળાનંદ પોતાના દીક્ષાગુર સહજાનંદસ્વામીને પ્રગટ પુરુષોતમ ગણાવી તેને ઈશ્વરનું સ્વરૂપ માને છે. માનવીના હૃદયને સ્વચ્છ, નિર્મળ અને માયારહિત કરવાનો કવિનો હેતુ છે, એટલે કે સર્વ સાધનોમાંથી ઉપાયબુદ્ધિનો ત્યાગ કરી એકમાત્ર ભગવાનમાં જ ઉપાય બુદ્ધિ રાખવી એ જ ‘હરિબળગીતા'નો ગૂઢાર્થ છે. ભગવાન મારા સમર્થસ્વામી છે. તે પરમ ઉદાર અને ભક્તવત્સલ છે. તે રક્ષણ કરશે જ તેવા મહાવિશ્વાસ સાથે ઈશ્વરો પાસના કરવી એવી ભાવબોધ યુક્ત વિષયસામગ્રી કવિએ નિરૂપી છે. શ્રુતિ અને સ્મૃતિમાં જે વિધિનિષેધો છે એ જ ભગવાનની આજ્ઞા છે માટે વિધિ પ્રમાણે વર્તવું અને નિષેધથી નિવૃત્ત થયેલું. આ સિવાય ભગવાનને અનુકુળ બીજું કશું નથી. કલિયુગમાં ભગવાનના નામની મહત્તા સર્વથી અધિક રહેલી છે. તેમને જ ઉપાયપણે માનવા તેને બળ કે શરણાગતિ કહેવામાં આવે છે, એટલે કવિએ કૃતિનું શીર્ષક હરિબળગીતા' એવું રાખ્યું છે. પરમપ્રાપ્ય વસ્તુ જેમ પરમાત્મા છે, તેમ તેમની પ્રાપ્તિનો મુખ્ય ઉપાય પણ
૧૪૪
ઘણાં મોંઘાં જે ઘનશ્યામ, નાવે નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આહુ જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે. એવા મળ્યા છે મહારાજ, જે કોય સર્વના શ્યામ છે રે, વળી રાજ એ અધિરાજ, જે કોય સર્વના શ્યામ છે રે.
આમ નિષ્કુળાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને સાચા સંતની કક્ષાએથી ભગવાન સ્વરૂપે વર્ણવે છે. અને ઘણા મોંઘેરા એવા ઘનશ્યામ (સહજાનંદ સ્વામી)ને શ્યામનું
- ૧૪૩