________________
1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ।
જોઈએ એટલે સહજાનંદસ્વામીએ તેમનું નામ નિષ્કુળાનંદસ્વામી પાડયું. ઘરે કોઈને કહેણ પણ મોકલ્યા વિના લાલજી કુળ ત્યજી નિષ્ફળ થયા. એમની કસોટી હજી અધૂરી હોય તેમ સહજાનંદસ્વામી એ એમને એમના સસરાને ત્યાં જ ઝોળી લઈ ભિક્ષા માગવા મોકલ્યા, નિષ્કુળાનંદસ્વામીએ પણ કરે છે. નિષ્કુળાનંદસ્વામીનો સાધુપણાનો અલૌકિક આનંદ આ સંપ્રદાયના સાધકોને સદાકાળ પ્રેરણા આપતો રહેશે. લાલજીએ આમ અંતરિયાળ ભેખ ધરી લીધો. બધું જ ત્યાગીને સહજાનંદસ્વામીની સેવામાં લાગી ગયા. થોડો સમય તેમનાં સગાં-સબંધીઓએ નિષ્કુળાનંદને ભેખ છોડાવી પુનઃસંસારમાં ખેંચવાના પ્રયાસ કર્યા, પણ તેઓ સફળ ન થયા. નિષ્કુળાનંદસ્વામી સહજાનંદસ્વામીથી ૧૫ વર્ષ મોટા હતા, છતાં તેમણે પોતાના જીવનકાળ સુધી દીક્ષાગુરુ સહજાનંદસ્વામીની પરમેશ્વરરૂપે આરાધના કરી અને સહજાનંદસ્વામીના અક્ષરધામગમન પછી પણ અઢાર વર્ષ સુધી તેમના જીવનસંદેશનો પોતાની વાણી અને વ્યવહાર દ્વારા પ્રચાર કર્યો. છેલ્લા સમયમાં તેઓ બીમાર પડચા. અંતે ૪૧ વર્ષ સુધી સંસારી અને આયુષ્યના ૪૧ વર્ષ સુધી વૈરાગીનું ભર્યુંભર્યું ૮૨ વર્ષનું જીવન જીવી નિષ્કુળાનંદસ્વામીએ સંવત ૧૯૦૪માં ધોલેરામાં દેહત્યાગ કર્યો.
સ્વામીનારાયણ સંપ્રદાયમાં અષ્ટનંદ કવિઓમાં સ્થાન પામેલા વૈરાગ્યમૂર્તિ કવિ નિષ્કુળાનંદસ્વામીનાં સઘળાં સર્જનમાં શંકરાચાર્યના જગતમિથ્યાના માયાવાદનું જાણે આબેહદ્નબ પ્રતિબિંબ પડે છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ઈશ્વરની ઉપાસનાના ત્રણ રાજમાર્ગો છે, તે ત્રણેયની સાચી સમજ તેમણે પદો, ભજનો, ધોળ અને અન્યકૃતિઓમાં વૈવિધ્યસભર રીતે આપી છે. નિષ્કુળાનંદની ભક્તિકવિતા માત્ર તેના સંપ્રદાયમાં જ નહિ, પણ સમગ્ર ગુજરાતી ભક્તિકવિતાની પરંપરામાં નોંધપાત્ર સ્થાન મેળવે તેવી સબળ અને સમર્થ છે. જગતની માયાજાળમાં સપડાયેલા અને સંકુચિતતાનો ભોગ બનેલા માનવમનમાં ધર્મિકતાની સાચી તેજરેખા પ્રગટાવવા મથતી તેમની કવિતા સાત્ત્વિકતાની દીવડીની જેમ પ્રકાશે છે. તીવ્ર વૈરાગ્યભાવનું પ્રગટીકરણ એ જ જાણે કે તેમની કવિતા છે. તે મનુષ્યને સન્માર્ગે ચઢાવી સત્યધર્મનો પરિચય કરાવી જાય છે. નિષ્કુળાનંદસ્વામીનો વૈરાગ્યભાવ અને પ્રભુપ્રીતિ પવિત્ર અને કલાત્મક વાણીના માધ્યમથી વ્યક્ત થાય છે. તેમની કાવ્યબાની વારેવારે વાચવી, વિચારવી અને આચારમાં ઉતારવી ગમે એવી છે. આ કવિએ અખાની જેમ અવરને તેમ જ સત્સંગીઓને પણ ઠીક સપાટામાં લીધા છે. આડંબર-દંભ પર તેમની અરુચિ અને આક્રોશ ઘણાં પદોમાં પ્રગટે છે.
૧૪૧
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા નિષ્કુળાનંદસ્વામીની કતિઓ:
(૧) નિષ્કુળાનંદસ્વામીનાં પદો૧૪) અવતારચિંતામણિ (૨) યમદંડ
(૩) મનગંજન (૪) સ્નેહગીતા
(૫) અરજ વિનય (૬) ભક્તચિંતામણી
(૭) ગુણગ્રાહક (૮) હરિવિચરણ
(૯) વચનિધિ (૧૦) કલ્યાણ નિર્ણય
(૧૧) ચોસઠ પદી
(૧૨) પુરુષોતમ પ્રકાશ (૧૩) હરિસ્મૃતિ
(૧૫) ધીરજાખ્યાન (૧૬) લગ્નશુકનાવલિ (૧૭) સારસિદ્ધિ
૧૪૨
(૧૮) હૃદયપ્રકાશ (૧૯) હરિબળગીતા (૨૦) પુષ્પચિંતામણિ (૨૧) ચિહ્નચિંતામણિ (૨૨) વૃત્તિવિવાહ
(૨૩) શિક્ષાપત્રી ભાષા (૨૪) વ્રેહના બાર મહિના (૨૫) ભક્તિનિધિ
ભારતવર્ષના સર્વધર્મો અને સંપ્રદાયો ‘ગુરુમુખી’ અને ગુરુને જ પરમદેવા માનવાવાળા છે. આપણે ત્યાં પરમતત્ત્વ કે પરમપદ પ્રાપ્ત કરવાનો માર્ગ ગુરુગમ્ય છે એમ સામાન્યતઃ સ્વીકારાયું છે. જેણે એ તત્ત્વ કે પદ પામ્યું છે-અનુભવ્યું છે તે બીજાને પ્રાપ્ત કરાવી શકે-કરવામાં મદદક કરી શકે એ સદ્ગુરુ છે. આવા પરમપદની પ્રાપ્તિમાં આગત્યનું સ્થાન ભોગવી શકે એ આપણી ગુરુપરંપરા છે. એ રીતે આપણાં બધા સંપ્રદાય એ ગુરુ સંપ્રદાય છે. આમ તો હિન્દુ ધર્મ પ્રમાણે આખું જગત ઈશ્વરે સર્જેલું છે, અણું અણું પ્રભુપ્રેરિત છે, પણ જે સ્થાનકમાં એનું સારામાં સારું દર્શન થાય એ સ્થાનક ગુરુમૂર્તિ છે. જગતમાં સૌથી વિકસતિ પ્રાણી મનુષ્ય છે એ ખરું હોય કે ન હોય, પણ મનુષ્યમાં વિકાસને શિખરે પહોંચેલો પુરુષ ગુરુ જ હોઈ શકે, આ રીતે ઈશ્વરભક્તિ માટે ગુરુ એ પરમ દૈવત છે એટલે જ આપણે ત્યાં સર્વ ધર્મો અને સંપ્રદાયોમાં ગુરુમહિમા ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી સ્વીકારાયો છે અને એટલે જ ગુરુમહિમા વ્યક્ત કરતાં પદો-ભજનો-કૃતિઓ પણ વ્યાપક પ્રમાણમાં સર્જાયાં છે. જૈનકવિઓ, કબીરપંથી કવિઓ, નાથપંથ, મહાપંથના સંતો, પરબ પરંપરાના સંતો, ગંગાસતી, તોરલદે અને અન્ય સંતકવિઓનાં સર્જનોમાં ગુરુમહિમા ભાવપૂર્વ’ક ગવાયો છે.
જ