________________
1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
કીરત કૈલાસ ખૂબી ખાસ હીય ઉલાસ સુખસાજું સૂરિ સિરતાજું.
તેઓ છળ (માયા)ના પાસને પરિહરે છે, સંયમમાર્ગનો અભ્યાસ કરી આત્માનો વિકાસ કરી રહ્યા છે, મધુર-મૃદુહાસવાળા ચંદ્ર જેવા પ્રકાશમાન, નિત્ય સ્વસ્વભાવમાં સ્થિર, જેમની કીર્તિ કૈલાસ જેવી ઊંચી છે, અનેક વિશેષતાઓથી ભરેલા, હૃદયમાં ઉલ્લાસવાળા અને નિરંતર (સંયમ) સુખથી સજેલા છે.
ગુરુઆ ઉત્કૃષ્ટ સુખને અનુભવે છે એનું કારણ ગુરુને સંસારસુખની અપેક્ષા નથી. તેઓ નિરંતર પોતાનાં જ્ઞાનવૈરાગ્ય અને આગમ પાઠનમાં ડૂબેલા છે, એ વાત કરતાં કવિ કહે છે,
ભજ હું વૈરાગં નોબત આગે ભવભય જાગ બડભાગ આગમ અથાગ દોષ ન દાગં લાલચ હૈદા વિ લગ્ગ
સાહિબ સોભાગં માલિમ માર્ગ કોટિ સુધારત જનકાજં૦ સૂરિ સિરતાજું.
આ ગુરુ આગળ વૈરાગ્યની નોબત સદા વાગી રહી છે. તેઓ મોટા ભાગ્યવાળા છે, તેઓનો ભવભય જાગૃત છે. અથાગ આગમના અધ્યયનમાં ડૂબેલા છે. વળી દોષરૂપી દાગ ન લાગે એ અંગે તેઓ જાગૃત છે. તેઓને લાલચ (હૃદયમાં સ્પર્શ કરતી નથી, તેઓ સૌભાગ્યવંત સાહેબ છે અને ક્રોડો લોકોનાં કાર્ય સહજમાં સુધારે છે. આવા ગુરુના રૂપવર્ણન આદિ કર્યા બાદ અંતમાં ગુરુગુણોનો સંક્ષેપમાં એકસાથે પરિચય આપતાં કહે છે;
દે આદર માનં દેત સુદાનં પૂરનબ્રહ્મ હી પહિચાન
કરિયા કમઠાનું અખય ખજાનં રૂપનિધાનં નહિ છાનં દાનતાને ધર્મધ્યાન પંડિત ગુન પેરંદાજી,
સૂરિ શિરતાજી
તેઓ સર્વેને ઉચિત આદર દેનારા છે, ધર્મોપદેશરૂપ સુદાન દેનારા છે. વળી, તેમની પૂર્ણબ્રહ્મ એવી ઓળખાણ છે. ક્રિયામાં સદા તત્પર (કમઠાણ ?). વળી ગુણોના અક્ષય ખજાનાવાળા છે. તેઓ અત્યંત રૂપવંત છે, આ વાત છાની નથી. નિરંતર જ્ઞાન પીનારા અને ધર્મધ્યાનમાં તત્પર છે. તેમના ગુણોનો પંડિત જ અંદાજ લગાવી શકે.
આમ, કવિએ ત્રિભંગી જેવા ચારણી છંદમાં અત્યંત સામર્થ્યપૂર્વક ગુરુગુણવર્ણન અંકિત કર્યું છે. કવિનો છંદ પરનો કાબૂ અત્યંત પ્રશંસનીય છે. કવિના આ પ્રભુત્વ
૧૩૭
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
અંગે સમગ્ર અંકના સંપાદક શીલચંદ્રસૂરિ પણ નોંધે છે,
‘“ત્રિભંગી છંદમાં થયેલ ગુરુવર્ણન વાંચતાં બારોટો દ્વારા ગવાતાં શક્તિમાતાના છંદોનું સ્મરણ અવશ્ય થાય.
અને એ પત્રો વાંચતાં એવો પણ પાકો વહેમ પડે કે પત્રકર્તા મૂળે ચારણ બારોટ હશે કે શું? તે વિના આવું પ્રભુત્વ ઓછું સંભવે.'
આ વિસ્તૃત પત્રમાં સંસ્કૃત-ગુજરાતી શ્ર્લોકો તેમ જ ગદ્ય લખાણોમાં વિ કમલસુંદરે અનેક સુંદર કાવ્યાત્મક બિંદુઓ સાઁ છે, જે આ પત્રની વિશેષતા છે.
એ સાથે જ વિજ્ઞપ્તિપત્રમાં ગુરુનો મહિમા કરવાની સાથે જ ગુરુ કેવા ગુણોના ભંડાર હોવા જોઈએ, એ વાત પણ વિવિધ રીતે આ શ્લોકમાં આલેખી છે. બીજા ત્રિભંગી છંદમાં જ કવિ કહે છે તેઓ ક્રિયામાં સદા ઉજમાળ રહે છે. વળી, ધ્યાનના મૃદંગ સદા વાગે છે. વળી, અન્ય સ્થળે પણ કહે છે, તેઓ પાંચ ઇન્દ્રિયોને જીતનારા, કામને દૂર કરનારા, ચાર કષાયને ચક્રથી ચૂરનારા હોય છે. તેઓ શીલરૂપી બખ્તરને ધારણ કરનારા અને મોહરાજાના સંગ્રામમાં ચતુરાઈથી લડાઈ લડનારા હોય છે. તેઓ ક્ષમારૂપી ખડગ ધારણ કરીને ક્ષત્રિયની જેમ લડાઈ લડનારા, વળી શત્રુરૂપી આઠ કર્મોને ઊખેડી નાખનારા હોય છે.
આમ, સમગ્ર પત્રમાં ગુરુનો મહિમા, ગુરુદર્શનની અભિલાષા, વાસ્તવિક સદ્ગુરુનું સ્વરૂપ આદિ વાતો ખૂબ સુંદર રીતે ગુંથાઈને આવે છે. આ પત્ર આપણા વિપુલ મધ્યકાલીન સાહિત્યની સમૃદ્ધિનો પરિચય કરાવનારો બની રહે છે.
સંદર્ભ : અનુસંધાન ૬૪ (વિજ્ઞમિપત્ર વિશેષાંક ખંડ-૩) સંપાદક - વિજયશીલચંદ્રસૂરિ પૃ. ૧૪૧
પ્ર. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ - અમદાવાદ. એ/૯, જાગૃતિ ફ્લેટસ, પાલડી.
૧૩૮