________________
સ્વભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... ગુના દાસ થઈ તેમને મન, વચન, કર્મથી અનુસરીને જ ભક્તિ દ્વારા પ્રભુની પ્રાપ્તિ શક્ય બને છે. તેવું તેમનું માનવું છે. આગળ કહે છે:
ભાઈ રે - રંગરૂપમાં રમવું નહિ ને કરવો ભજનુંનો અભિયાસ રે સર સંગે એકાંતમાં રેવું ને તજી દેવી ફળની આશ રે-નવધા
આ ગુરુના દાસ થવા માટે રંગરૂપમાં મોહવું નહિ, તેવું કહેવા પાછળ ગંગાસતીનો આશય એ છે કે, જ્યાં બાહ્ય રંગરૂપની રમણા મોહ પમાડતી હોય ત્યાં સુધી આંતરચક્ષુ ખૂલવાનાં નથી. જ્યારે બાહ્ય સુંદરતા ભૂલી આંતરસૌંદર્ય અનુભવાય ત્યારે જ ભક્તિનાં દ્વાર ખૂલે અને તેની માટે ખૂબ જ એકગ્રતાથી ભજનનો અભ્યાસ મતલબ આપણા વેદપુરાણ ગ્રંથોનું જ્ઞાન વારંવાર ચયન કરવું. ‘અભિયાસ’ એટલે વારંવાર જેને મનની અંદર પસાર કરી જીવનમાં ઉતારવામાં આવે. તે આવો અભ્યાસ વારંવારનો પ્રયત્ન કરી ભજનરૂપી સરની વાણીને મનમાં ભરી દેવાનું તેઓ કહે છે. આ માટે સાચા ગુરુની પાસે એકાંતમાં રહેવાનું તેઓ સૂચવે છે. ભીડમાં નહિ, પરંતુ એકાંતમાં જ્યાં ગુરુ અને શિષ્ય વચ્ચે સાચો સંવાદ' શક્ય બને. આમ હૃદયથી ગુરની સાથે તાર જોડાય, તેવું તેઓ આ પંક્તિમાં કહેવા ઈચ્છે છે. છેલ્લે કહે છે ‘તજી દેવી ફળની આશ'. ગુરુના જ્ઞાનથી કોઈ ચમત્કાર થશે, કશુંક મહાન પ્રાપ્ત થશે તેવી આશા સાથે કોઈ પ્રયાસ કરવો નહીં. ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે ફળની આશા વિના કર્મ કરવું તેનું જ અનુકરણ અહીં પણ છે. આગળ જુઓ.
ભાઈ રે ! - દાતાને ભોગતા હરિ એમ કે'વું ને રાખવું નિરમળ જ્ઞાન રે, સતગુરુ ચરણમાં શીશ નમાવવું રે, ધરવું ગુરજીનું ધ્યાન રે.... નવધા
કર્મને કરતાં ફળની આશા ન રાખવી તેવું કહેતાં ગંગાસતી આગળ કહે છે, આ માટે જે કાંઈ મળે છે તે બધું ઈશ્વરનું આપેલું છે. જે કાંઈ ભોગવવું પડે છે તે પણ ઈશ્વરનું જ આપેલું છે તેવી સ્થિર ચિત્તબુદ્ધિ રાખીને રહેવું જોઈએ. અહીં ‘રાખવું નિરમળ જ્ઞાન’ શબ્દ છે. તે કેટલું સરસ સૂચવે છે કે જે જ્ઞાન મળે છે તેમાં પણ પોતાના અહંભાવનું કોઈ આરોપણ ન કરવું એ બધું હરિનું જ જ્ઞાન છે તેવી નિર્વિકાર ભાવના જ જ્ઞાનના સાચા અધિકારી બનાવે તેવું ગંગાસતીનું માનવું છે. જે જ્ઞાન મળ્યું છે, તેમણે જ મનની અંદર આ અપાર પ્રકાશ રેલાવ્યો છે તેવી કૃતજ્ઞતા અનુભવીને
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા હંમેશાં આવા સરુના ચરણમાં શીશ નમાવવું જોઈએ, મતલબ કે મનથી તેમનો ખૂબ જ આદર કરવો જોઈએ. નિત્ય તેમનું ધ્યાન ધરીને જ્ઞાનમાર્ગના સાધક બનવું જોઈએ. છેલ્લે તેઓ કહે છે કે :
ભાઈ રે !- અભ્યાસીને એવી રીતે રે'વું ને જાણવો વચનનો મરમ રે, ગંગાસતી એમ બોલિયાં ને છોડી દેવા અશુધ કરમ રે... નવધા
ભક્તિની કેડી કંટાળી છે. બધાં જ પ્રલોભનોથી દૂર થઈ કેવી રીતે નિત્ય અભ્યાસી રહેવું તે આખા પદમાં ગંગાસતી કહેવા માગે છે. આ રીતે નિરમળ ભાવે, બાહ્ય પ્રલોભન ત્યજી, સાચા હદયથી ગુજીના ચરણે રહી અભ્યાસ કરવાથી જ સાચી રીતે ભક્તિરસ પામી શકાય છે અને તે માટે “વચનનો મરમ’ જાણવો આવશ્યક છે. સત્યના મૂળ રૂપને જાણવા માટે બધાં જ અશુદ્ધ કર્મોને ત્યજવાં પડે, તો અને તો જ ભક્તિ અને ગુરુ બન્નેની પ્રાપ્તિ થાય, પણ તે માટે સાચા ગુરુ મળવા અત્યંત આવશ્યક છે. સાચા ગુરુ લાખોમાં એક હોય અને એવા ગુરને અધિકારી શિષ્ય મળવો પણ સદ્ભાગ્ય છે. ગુરુ અને શિષ્ય જ્યારે એકભાવે ચિદાકાશ સાથે સંવાદ સાધે ત્યારે જ બ્રહ્મજ્ઞાન મેળવી શકે.
આ ઉપરાંત તેમનાં ભજનોમાંથી ગુરુમહિમા વ્યંજિત કરતી કેટલીક પંક્તિઓ નોંધું છું:
સાનમાં સાન એક ગુરુજીની કઈ પાનબાઈ ! જેથી ઊપજે આનંદના ઓધ રે (વચનની શક્તિ')
ભાઈ રે ! - શરીર પડે પણ વચન ચૂકે નહિ, ગુરુજીના વેચ્યા તે તો વેચાય ('મરજીવો થઈને')
સતગુરુનાં ચરણમાં શીશ નમાવે ત્યારે પૂરણ નિજારી કે'વાય - જ્યાં લગી (‘મરજીવા કોણ કહેવાય')
*
ભાઈ રે! સદ્ગુરુ વચનમાં સુરતાને રાખો, તો તો હું ને મારું મટી જાય, (‘અભયવાદ)
૧૧૯
૧૨o