________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ શ્રી આનંદધનજીને પૂજ્ય માની તેમની સંગતિ કરીને અધ્યાત્મજ્ઞાન મેળવ્યું હતું. શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રી યશોવિજયજી ઉપાધ્યાય અને શ્રી સત્યવિજયજીએ સુરતમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથના દેરાસરમાં દિયોદ્ધારનો વિચાર કર્યો હતો અને તેમણે કાલિકાનું આરાધન કર્યું. આ ત્રણેયની ત્રિપુટી ગણાતી હતી.
જ્ઞાન અને ધ્યાનની આવી વિરલ ઉપાસના કરીને વિ.સં. ૧૭૮૨ના આસો વદ ૪ ને ગરવારને દિવસે ૮૯ વર્ષની વયે શ્રી જ્ઞાનવિમલસૂરિ કાળધર્મ પામ્યા. આ સમયે ખંભાતના શ્રાવકોએ એમની પગલાયુક્ત દેરી કરાવી હતી. તેમ જ તેમનો જ્ઞાન ભંડાર ખંભાતમાં ખારવાડામાં વિમલના ઉપાશ્રયમાં વિદ્યમાન છે...
આચાર્ય દેવનાં અન્ય સર્જન :
શ્રી જ્ઞાનવિમલસૂરિ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. વિક્રમના ૧૮મા સૈકામાં જ્ઞાનવિમલસૂરિએ આ ત્રણેય ભાષામાં વિપુલ સાહિત્યરચના કરી છે. તેઓ પ્રભુ પાસે તાત્કાલિક નવાં કાવ્યો રચી સ્તુતિ કરતા હતા. તેમનું પ્રાકૃત ભાષા પરનું પ્રભુત્વ ‘નરભવદષ્ટાંતો પય ભાષા માં જોવા મળે છે.
શ્રી જ્ઞાનવિમલસૂરિએ ગુજરાતી ગદ્ય અને પદ્ય એમ બન્ને સ્વરૂપો અજમાવ્યાં છે. શ્રી નયવિમલગણિની અવસ્થામાં (સૂરિપદ લીધા પહેલાં). (૧) નરમયદ્રષ્ટાંનોયનયમાતા (૭) Juત્ર fara TWતોત્ર શોષણ થથળો પુજત (૨) સાધુવંદના રાસ (૮) પ્રાથાત વરિત્ર જાવટ મૂત (૩) જંબુસ્વામી રાસ (૯) સાડા ત્રણસો ગાથાનાં સ્તવનો બાલવબોધ (૪) નવતત્વ બાલવબોધ (૧૦) સ્તવનો બાલવબોધ સ્તુતિ (૫) રણાસિંહ રાજર્ષિ રાસ (૧૧) દશ દષ્ટાંતની સઝાય (૬) શ્રમણસૂત્ર બાલવબોધ
શ્રી જ્ઞાનવિમલસૂરિ અવસ્થામાં રચેલા ગ્રંથો (૧૨) પ્રશ્રનવ્યાકરણ સૂત્રવૃત્તિ (૧૩) સંસારદાવાનલ સ્તુતિવૃત્તિ (૧૪) બાર વ્રત ગ્રહણ રાસ (૧૫) રોહિણી - અશોચંદ્ર રાસ (૧૬) દિવાળી કલ્પ બાલવબોધ (૧૭) આનંદધન ચઉવીશી બાલવબોધ
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... (૧૮) ત્રણ ભાષ્ય બાલવબોધ (૧૯) અધ્યાત્મકલ્પદ્રુમ બાલવબોધ (૨૦) ચંદ્ર કેલવી રાસ (૨૧) પાક્ષિકસૂત્ર બાલવબોધ (૨૨) યોગદષ્ટિની સઝાય બાલવબોધ (૨૩) પર્યુષણ પર્વ માહાભ્યની સઝાય (૨૪) સ્તવનો, સઝાયો, સ્તુતિ, પદો વગેરે (૨૫) શ્રી શાંતિનાથનો તથા શ્રી પાર્શ્વનાથનો કલશ ગુર પ્રત્યેના વિનયને પ્રસ્તુત કરતી આચાર્ય ભગવંત રચિત સઝાય વિનય કરો ચેલા ગુરુ તણો, જિમ બહો સુખ અપારો રે, વિનય થકી વિદ્યા ભણો તપ જપ, સૂત્ર આચારો રે (૧) અર્થાત્ વિનય એ આંતરિક પ્રક્રિયા છે, વિનય એ અહમ્ વિસર્જનની ક્રિયા છે. વિનયનું કૂળ ગુરશુશ્રુષા છે ગુરશુશ્રુષાનું ફૂળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું મૂળ વિરતી છે. વિરતિનું મૂળ આશ્રવનિરોધ છે.
ગુરુનો વિનય ચેલાએ અવશ્ય કરવો જોઈએ, કારણકે ગુરનો વિનય કરવાથી જ વિદ્યા આવડે છે, અને તેથી વિદ્યાનું ફળ મુક્તિ પણ મળે છે. ગુરુ વચન નવિ લોપીએ નવિ કરીએ વચન વિધાતો રે, ઊંચે આસન નવિ બેસીએ, વચ્ચે વચ્ચે નવિ કરીએ વાતો રે અર્થાત્
ગુરુનું વચન શિષ્ય માટે મંત્રસમું હોવું જોઈએ. ગુરુ પ્રત્યે એવો વિનય શિષ્ય કરવો જોઈએ કે ગુરુ જે બોલે તેને ‘તહરી' કરી સ્વીકારી લે. બીજો કોઈ વિકલ્પ જ ના વિચારે. આવા વિનયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે “ગૌતમસ્વામી પરમાત્મા મહાનર જે કહે
૧૨૩
૧૨૪