________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા તેને નતમસ્તકે સ્વીકારી લેતા. પ્રભુએ તેમને કહ્યું કે તમે આનંદશ્રાવકની આશાતના કરી છે. જઈને મિચ્છામી દુક્કડમ્ આપી આવો. ચાર જ્ઞાનના ધણી, પ્રથમ ગણધર હોવા છતાં ગૌતમસ્વામીએ ગુરુવચનનો લોપ કરવાનો વિચાર પણ ન કર્યો અને ગુરૂઆશા પ્રમાણે કર્યું. આવો વિનય શિષ્યનો ગુરુ પ્રત્યે હોવો જોઈએ. વળી ગુરુથી ઊંચે આસને પણ ન બેસવું જોઈએ. ગુરથી ઊંચે આસને બેસીએ તો વિદ્યા ન ચડે. શ્રેણિક મહારાજાએ એક કળાકાર પાસે આંબા પરથી કેરી દૂરતી ઉતારવાની વિદ્યા શીખવા માંડી, પણ વિદ્યા ચડે જ નહીં ત્યારે અભયકુમારે ભૂલ સમજાવી કે પહેલાં તમે સિંહાસન પરથી ઊતરી એ કળાકારને ઊંચે આસને બેસાડો. તમે નીચે બેસો પછી જ તમને વિદ્યા ચડશે.
વળી ગુરુવાણી પ્રવર્તતી હોય ત્યારે વચ્ચે વચ્ચે બોલવાનો અવિનય પણ ન કરવો જોઈએ.
ગુરુ આગળ નવી ચાલીએ, નવી રહીએ પાછળ દૂર રે, બરોબર ઊભા નવ રહિએ ગુરુને શાતા દીજે ભરપુર રે. વસ્ત્ર પાત્ર નિત્ય ગુરૂતણો પડિલેહીયે હોય વારો રે સાશન બેસણ પુજીએ પાથરીએ સુખકારી રે અર્થાત્ શિષ્ય જ્યારે ગુરુ ને ગુરુ તરીકે સ્વીકારે છે ત્યારથી ગુરુ તેને સ્નેહ આપે છે. તેના શરીર અને આત્મહિતની સતત કાળજી રાખે છે. જ્ઞાનદાન કરે છે. પાત્રતા અપાવે છે. આવા અણમોલ ઉપકારનો બદલો શિષ્ય અવશ્ય વાળવો જોઈએ. શિષ્ય ગુરુને સંપૂર્ણ શાતા આપવા પ્રયત્ન કરવો જોઈએ. ગુનાં દરેક કામો વગર કહે કરી આપવા જોઈએ. ગની નિત્યક્રિયાઓમાં સહાયરૂપ થવું જોઈએ, વળી, ગુરનો વિનય સાચવવા ગુરની આગળ કે તદ્દન દૂર પાછળ રહી ગુરુની અવગણના ન કરવી જોઈએ. આમ બધી જ રીતે ગુરુને શાતા આપવા પ્રયત્ન કરવો જોઈએ.
આસન વસનાદિ સુખ દીએ ગુર આણાએ મુખ નિરખો રે
- ૧૨૫
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... જ્ઞાન વિમલ સૂરિ ઈમ કહે, શિષ્ય થાએ ગુરુની સરખો રે અર્થાત્
ગુરુને પૂજ્ય ગણી જે શિષ્ય ગુરુની કાળજી રાખ છે, ગુરુની આજ્ઞા પાળે છે, ગુરુનો વિનય જાળવે છે, ગુરુને શાતા આપે છે, તેવા શિષ્યને ગુરુ પોતાના જેવો બનાવે છે. ગુરુની પાત્રતા શિષ્યમાં આવે છે. તે ગુરુ જેવો જ્ઞાની બને છે, જેમ કે ગૌતમ ગણધર પોતાના પરમ ગુરુ પ્રભુ મહાવીરનો સંપૂર્ણ વિનય કરી પ્રભુ મહાવીર જેવા કેવળજ્ઞાની બની મોક્ષે ગયા.
ઉપસંહાર : શિષ્ય ગુરુને ગુરુ તર્રીકે સ્વીકાર્યા પછી ગુરુને સમર્પિત થઈ જવું જોઈએ. ગુરુનો વિનય કરવો જોઈએ, પરંતુ એક વાત નોંધપાત્ર છે કે ગુરુને ગુરુ તરીકે સ્વીકારતા. પહેલાં ગુ યર્થાથ ગુર છે કે નહીં તેની ચકાસણી અવશ્ય કરવી જોઈએ.
ગુરુ શાસ્ત્રાજ્ઞાને સ્વીકારતા હોવા જોઈએ. ગુર આચારમાં શિથિલ ન હોવા જોઈએ. ગુર ગીતાર્થ હોવા જોઈએ. ગુર સુગુર હોવા જોઈએ.
જો આવા ગુરુ પ્રાપ્ત થઈ જાય તો તેમનું શરણ લેવાથી શિષ્યનો બેડો પણ પાર થઈ જાય.
સંદર્ભ ગ્રંથો : (૧) શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તબક - સંપાદક : ડૉ. કુમારપાળ દેસાઈ (૨) જિન ગુણ મંજરી - સંચાહિકા - સાધ્વીશ્રી પ્રિયવંદાશ્રીજી મહારાજ.
ગુરુ આજ્ઞા વિના નજીક ન જવાય. ગુરુ બિરાજમાન હોય તેના અવગ્રહ (અઢી ફૂટના) અંતરમાં જતાં પહેલાં ગુરની ઇંગિત કે પ્રગટ આજ્ઞા હોય તો જ સમીપ જવાય તે વિનય ધર્મ છે