Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 62
________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અભારતીય સંસ્કૃતિમાં ગુમહિમા ભાઈ રે ! સતસંગ રસ એ તો અગમ અપાર છે, તે તો પીવે કોઈ પીવનહાર (‘મન જ્યારે મરી જાય') ભાઈ રે આપ મુવા વિના અંત નહિ આવે પાનબાઈ ! ગુરુગમ વિના ગોથા મરને ખાવે ('ઠાલવવાનું ઠેકાણું') આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિશ્વરજીની સઝાયમાં ગુરુ પ્રત્યે વિનયદર્શન - ડૉ. છાયાબહેન શાહ (અમદાવાદસ્થિત ડૉ. છાયાબહેન શાહ જૈન ધર્મનાં અભ્યાસુ છે. પાઠશાળા અને સંતોની વૈયાવચ્ચ પ્રવૃત્તિમાં રસ લે છે). ભાઈ રે ! રેણી થકી ગુરજી સાનમાં સમજાવે, રેણી થકી અમર જો ને થવાય ('રહેણીમાં રસ') સમાપન: કેટલાક અભ્યાસીઓના મતે ગંગાસતી મહાપંથથી દીક્ષિત તરીકે ઓળખાવાયાં છે અને કેટલાક અભ્યાસીઓ સાધાર પુરાવા સાથે મહાપંથથી દીક્ષિત ગણતા નથી. મને પણ ગંગાસતીના ભજનરચનાઓના આંતરસન્દ્રમાંથી અને પાનબાઈ તથા પતિને ઉદ્દેશીને કહેવાયેલી ભજનરચનાઓને આધારે જણાય છે કે, ગંગાસતી યોગ-સાધના તથા પચક્રભેદનની પ્રક્રિયામાં ક્રિયાશીલ છે. ક્ષત્રિય ગૃહિણી, યોગીસાધિકા અને યોગપરંપરાનાં રહસ્યોને પોતાની અનુભવસિદ્ધ અનુભૂતિ સરળ રસળતી પદાવલિમાં અને આરાધના ઢંગમાં જ સતત ગાય છે અને આરાધનામાં પણ અનુભૂતિની અભિવ્યક્તિ અને સાધનાધારાની રીત કહેવી તેમને અભિપ્રેત છે. મને આવાં બધાં કારણથી ગંગાસતી મહાપંથી આરાધિકા નહિ પણ યોગંસાધિકા લાગે છે. સંદર્ભ સૂચિ: સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય, નિરંજન રાજ્યગુરુ, સોરઠી સંતવાણી : સં. ઝવેરચંદ મેઘાણી જીવન ઝરમર શ્રી જ્ઞાનવિમલસૂરિનો જન્મ વિ.સં. ૧૬૯૪માં થયો હતો. તેઓ ગૃહસ્થ અવસ્થામાં ભિન્નમાલ શહેરમાં રહેતા હતા. તેમના પિતાનું નામ વાસવશેઠ અને માતાનું નામ કનકાવતી હતું. એમનું નામ નાથુમલ્લ હતું. માત્ર આઠ વર્ષની વયે તેમણે તપાગચ્છની વિમળ શાખામાં પં. વિજય વિમલમણિના શિખ ૫. ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી. દીક્ષા સમયે તેમનું નામ ‘નયવિમલ' રાખવામાં આવ્યું. આ પછી તેમણે કાવ્ય, તર્ક, ન્યાય, શાસ્ત્રાદિમાં નિપુણતા મેળવી તેઓએ અમૃતવિમલગણિ તથા મેરુ વિમલગણિ પાસે વિધ્યાભ્યાસ કર્યો. વિ.સં. ૧૭૨૭ મહા સુદી ૧૦ ને દિવસે મારવાડના સાદડી પાસેના ઘાણેરાવ ગામમાં ઉત્સવપૂર્વક આચાર્ય વિજયપ્રભસૂરિએ એમને પન્યાસપદ આપ્યું. ત્યાર બાદ વિ.સં. ૧૭૪૮ ફાગણ સુદ ૫ ને ગુરવારને દિવસે શ્રી નવિમલગણિને આચાર્યપદવી પ્રાપ્ત થઈ અને તેમનું નામ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યું. શ્રી જ્ઞાનવિમલસૂરિએ સુરત, ખંભાત, અમદાવાદ, સિરોહી, પાટણ, રાઘનપુર, સાદડી, ઘાણેરાવ, પાલિતાણા, જૂનાગઢ વગેરે સ્થળોએ વિહાર કર્યો. શત્રુંજય તીર્થની તેમણે અનેક વાર યાત્રા કરી. જિનપ્રતિમાઓની સત્તર જેટલી પ્રતિષ્ઠા કરાવી. શ્રી જ્ઞાનવિમલસૂરિ યોગાભ્યાસમાં પ્રવીણ હતા. એવી કિવદંતી પણ મળે છે કે પાટણના ઉપાશ્રય પાસે એક મોટા લીમડાને સિપાઈઓ પાડતા હતા. કેટલાક લોકો તેમને અટકાવતા હતા, પણ સિપાઈઓ દાદ આપતા ન હતા. એમ કહેવાય છે કે જ્ઞાનવિમલસૂરિએ ત્યારે ચમત્કાર બતાવ્યો અને એ રીતે લીમડો પાડવા આવેલા સિપાઈઓ પાછા વળ્યા. ૧૨૨

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121