________________
અભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા વયે સીમમાં એક અવધૂત મળ્યા. તેમની પાસેથી કહળસંગે સાધના શીખી અને સમય જતાં સક્વિક વૃત્તિથી સંત કહળસંગ ‘ભગત' તરીકે પ્રસિદ્ધ થયા. આવા સાધુવૃત્તિના કહળસંગ અને ગંગાબા બે પુત્રીનાં માતા-પિતાત બન્યાં. ગંગાબાની બાળપણની સખી પાનબાઈ ક્ષત્રિય સમાજના રિવાજ મુજબ દીકરીના સાસરે ખાસ મદદ માટે તેમની સાથે જ સમઢિયાળા આવ્યાં. જીવનભર અપરિણીત રહ્યાં. ઈશ્વરના ભક્તિમાર્ગે જ વળી ગયાં. ગંગાસતી અને કહળસંગ સંસારમાં રહીને પણ સાધુજીવન જીવતાં હતાં. એકવાર ભક્તિના પ્રતાપે કહળસંગે મૃત ગાયને સજીવન કરી. ગામના ઈર્ષાળુ લોકોથી આ સહન ન થયું. તેમણે કહળસંગની મશ્કરી કરી, તો કેટલાક લોકો તેમની સિદ્ધિથી અત્યંત પ્રભાવિત થયા, પણ પોતાની સિદ્ધિ અધ્યાત્મજીવનમાં અડચણ ઊભી ન કરે એની લોકો વ્યક્તિપૂજા ન કરે તે માટે સ્વેચ્છાએ જ તેમણે દેહત્યાગનો સંકલ્પ કર્યો. સતી પણ તેમની સાથે દેહ છોડવા તૈયાર થયાં, પણ કહળસંગે ગંગાબાને વિનંતી કરી કે જ્યાં સુધી પાનબાઈ ભક્તિના માર્ગે ચાલવા સક્ષમ ન બને ત્યાં સુધી રોકાઈ જવું. ૨૧ જાન્યુઆરી, ૧૮૯૪ના દિને કહળસંગે જીવતાં સમાધિ માત્ર એકાવન વર્ષની ઉમરે લીધી. હવે પરિવારને ભક્તિપરંપરાના સંસ્કાર આપવા ગંગાસતીએ સળંગ બાવન દિવસ સુધી રોજ એકએક એમ બાવન ભજનો રચી પાનબાઈને સંભળાવ્યાં. પાનબાઈને શિખ્યા માની ગંગાસતીએ જ્ઞાન, ભક્તિ, યોગ અને ગુરુમહિમાના ગૂઢ રહસ્યો સમજાવતાં ભજનો સંતસાહિત્યનાં અમૂલ્ય રત્ન સમા બની રહ્યાં. બરાબર બાવનમા દિવસે ૧૮૯૪માં ગંગાસતીએ પોતાના કર્તવ્યને પૂરું માની ૧૫મી માર્ચે પોતાનો દેહ ત્યજ્યો. ઈશ્વર સાથે એકાકાર થનાર જ્ઞાનનો પ્રકાશ પાડનારાં ગુરુ-મિત્ર ગંગાસતીનો વિયોગ પાનબાઈથી સહન ન થયો. ચોથા દિવસે તેમણે પણ પ્રાણ છોડચો. આજે પણ સમઢિયાળા ગામે કહળસંગ અને ગંગાસતીની સમાધિ છે. પાનબાઈની સમાધિ નથી ચણાવાઈ, પણ તેમનો પણ નામોલ્લેખ કરવામાં આવ્યો છે. આવા ઉચ્ચ વિચારો ધરાવતી સંત ત્રિપુટીના અધ્યાત્મજીવનનો બોધ ગંગાસતીનાં ભજનોમાં પ્રગટયો હવે તેમના કવન વિશે જોઈએ.
ગંગાસતીનાં ભજનો:
પોતાની બાળસખીને સમજાવતાં ગંગાસતીનાં ભજનોની વાત ચોટદાર છે, પણ તેમની વાણીમાં કઠોરતા નથી. પ્રેમ છે. વાત્સલ્ય છે, જ્ઞાનનો અહંકાર કે મોહ નથી, બલકે એક વડીલની અદામાં માર્ગદર્શકની જેમ ગંગાસતી જીવનનાં રહસ્યોનો પથ ચીંધે છે. એમાં અનુભવોનાં મોતીબિંદુઓ છે. તેમાં વેદો-ઉપનિષદ અને યોગ-સાધનાના
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પોતાના અનુભવ તેમણે વસ્યા છે. તે વાણી તેમની પોતીકી છે. એટલે જ તે વાણીમાં સ્વયં તેજ છે. ભગવાનની ભક્તિનો ભાવ તેમણે કેટલાં સચોટ ઉદાહરણ સાથે ટાંક્યો છે કે ભગવાનની ભક્તિ કરતાં ક્ષણ પણ પ્રકાશ મળશે તો તમારું જીવન તરી જશો. ભક્તિરૂપી મોતી જીવનમાં પરોવવાનું તો તેમનાં જેવાં ગૃહિણી જ કહી શકે ને
વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ ! નહીંતર અચાનક અંધારા થાશે, નિરમળ થૈ ને આવો મેદાનમાં, જાણી લિયો જીવન જાત.” (પૃ. ૭૫ સો. સંતવાણી)
અહનો નાશ થાય અને આત્માનો દેદીપ્યવાન ફેલાય તો જ જીવનનો ઉદ્ધાર થાય તેવું સરળ શબ્દમાં સમજાવવા ક્ષણના પ્રકાશ માટે ‘વીજળીનો ઝબકાર'નું કલ્પન કેટલું સચોટ છે.
ભક્તિ માટે કેટલાક આવશ્યક ગુણો સમજાવવા ગંગાસતી પ્રપંચ અને અશુદ્ધ કર્મનો ત્યાગ કરવા વીનવે છે.
દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને, એવું કરવું નહીં કામ રે. આપણી વસ્તુ ન જાય ને, અવરથા એ એ જોવાનું લેવું નહીં નામ રે (પૃ. ૯૫, સો. સંતવાણી) ભાઈ રે ! હરિમય જ્યારે જગતનું જાણ્યું રે ત્યારે પરપંચથી રહેવું દૂર રે. (પૃ. ૯૦ સો. સંતવાણી)
મન, વચન, કર્મથી નિર્મળ રહેવાનું વિનવતાં ગંગાસતીની વાણીનો ઘરાળું લહેકો અને સાદગી નોંધવા જેવાં છે. પાનબાઈને ભક્તિની સરવાણીમાં જીવન વહેવડાવવાનું કહેતાં ગંગાસતી કહે છે:
ભાઈ રે ! સાંગોપાંગ એકરસ સરખો પાનબાઈ બદલાય ન બીજો રંગ, સાયની સંગે કાયમ રમવું પાનબાઈ, કરવી ભક્તિ અભંગ. (પૃ. ૭૦, સો. સંતવાણી).
ગીતાના નિસ્પૃહ ભાવથી આ ભક્તિરંગ પણ ક્યાં જદો પડે છે! આ ભક્તિનો ભાવ જ્યારે મનમાં જાગે ત્યારે છું ને મારું મટી જાય, પછી વખાણ કે નિંદા પણ
• ૧૧૬.
( ૧૧૫