Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 58
________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... હૃદયદ્રાવક વર્ણન તેમણે આપ્યું છે. પ્રાણધારા વિરહ તવ તે ચિત્તમાં ના અમાતો, આવો પાસે વિભુ મમ દુઃખને ચૂરવા તો... *. ૫૦ર રોમે રોમે હદય ઘટમાં પ્રીતિ તારી હિ વ્યાપી, બાકી બીજું મન નહીં ધરું મેઘ તું છં કલાપી...” ...૫૦૩ જેના રોમેરોમમાં ગર સમાયેલ હોય, પ્રાણથી પણ અધિક ચાહ્યા હોય એ જ સ્વયં આવી વિરહવેદના આલાપી શકે. હૃદયંગમ શબ્દો વડે ગુરુની ગીતાનું સર્જન એ ગુરુભક્તિનું ઉત્કૃષ્ટ નજરાણું છે. ગુરુભક્તિનો ચિતાર આપ્યા બાદ તેઓ એનું ફળ પણ દર્શાવે છે. સાચા ભાવે ગુરુવર તણી ભક્તિથી થાય સિદ્ધિ, સાચા ભાવે ગુરવર તણી ભક્તિથી થાય ઋદ્ધિ ... ૧.૫૧૦ ઋદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ સદા, સદ્ગુરુ સ્તવતાં થાય, કોટી ભવનાં પાપ પણ, ક્ષણમાં વિણશી જાય ... ૧.૫૧૪ ભણે ગણે જે સાંભળે, સરુ કાવ્ય સદાય, મંગળ માળા તે લહે, ઘરે ઘરે આનંદ થાય .. ...૫૧૭ ઓગણીશ શત ઇકોતેરે, માઘ પૂર્ણિમા સાર, પુષ્પાર્ક પૂરો કર્યો, થાવો જગ જયકાર ... ...પ૧૯ યથાશક્તિ મતિયોગથી, રો ગ્રંથ એ બેશ, બુદ્ધિસાગરસૂરિ ઘટ, આનંદ હોય હંમેશ ... .૫૬૦ ગંગાસતીનાં ભજનોમાં ગુરુમહિમા - -ડૉ. ભરત પંડચા. (વડોદરાસ્થિત ડૉ. ભરતભાઈ આસિ. પ્રોફેસર ગુજરાતી વિભાગ એમ. એસ. યુનિવર્સિટી નવલકથાઓમાં રચના રીતિના પ્રયોગો પર Ph. D. કર્યું છે. ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. કચ્છ બન્ની વિસ્તારના માલધારીઓનાં લોકજીવન, લોકકલા અને લોકસાહિત્યનું સાંસ્કૃતિક અધ્યયન કરી રહ્યા છે). રામસાગર અને મંજીરાંના તાલે ગળતી રાતોમાં - સૂરોમાં રેલાતી ભજનવાણી આપણી અમૂલ્ય મિરાત છે. કંઠોપકંઠ જળવાઈ રહેલી આ સંતવાણી જ્ઞાન, ભક્તિ, યોગ અને કથારૂપે ગૂંજી રહી છે. ડૉ. નિરંજન રાજ્યગુરુ કહે છે તેમ “સૌરાષ્ટ્રની તમામ સંતપરંપરાની સાધનાધારાઓ અને સંતવાણી તરફ નજર માંડીએ ત્યારે સૌથી વિશેષ પ્રભાવકપણે એકસમાન લક્ષણ તરી આવે છે, એ છે ગુરુમહિમાનું.'' અને મેં ગંગાસતીની રચનાઓમાં જોવા મળતા ગુરુમહિમાને કેન્દ્રસ્થ રાખી મારો વિષય ચર્ચવા ધાર્યો છે, તેમાં સૌપ્રથમ ગંગાસતીનાં જીવન-સર્જન વિષયક અને ત્યાર બાદ તેમનાં ભજનોમાંથી પ્રગટ થતાં ગુરુમહિમા વિશે ચર્ચા કરવાનો ઉપક્રમ છે. ગંગાસતીનું જીવન ભક્તિનો મર્મ ઉદ્ઘાટિત કરતાં બાવન ભજનથી જ લોકમુખે અમર બનેલાં ગંગાસતીનાં જીવન વિશેની નક્કર વિગતો આપણને મળે છે. આમ તો તેમને ગઈ સદીનાં-અર્વાચીન યુગનાં જ સંત કવયિત્રી કહી શકાય. પાલિતાણાથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલા રાજપરા ગામે ભાઈજીભી સરવૈયાને ત્યાં તેમનો જન્મ થયો. ચાર નાના ભાઈ સાથે તેઓ કુટુંબનાં મોટાં પુત્રી હતાં. નાનપણમાં તેઓ હીરબાના લાડકા નામે ઓળખાતાં હતાં. આ જ રાજપરા ગામમાં હમીરભાઈ પઢિયારને ત્યાં પાનબાઈ નામની પુત્રી હતી. પાનબાઈ અને ગંગાબા બન્ને નાનપણથી જ સહિયર હતાં. બન્નેમાં ભકિતભાવ નાનપણથી જ ખૂબ પ્રબળ હતો. સમઢિયાળાના કહળસંગ ભગત સાથે ગંગાબાનો વિવાહ થયો. કહળસંગને યુવાન ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૧૪

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121