________________
ગુર૦ ૧
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા છે ગુરુભક્તિવાળાં ભજનોમાં.
અંજવાળું. હવે અંજવાળું. ગુર આજ તમ આવ્ય રે મારે અંજવ. ટેક સદ્ગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો, ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. જ્ઞાન ગરીબી, સંતની સેવા, પ્રેમભક્તિનો સંગ હવે પાનું.
ગુરૂ૦ ૨ ખીમ ને ભાણ રવિ રમતા રામ, તેજતત્ત્વમાં ગુર, તમને ભાળું.
ગુરુ૦ ૩ દાસીજીવણ સત ભીમનાં ચરણાં, અવર દૂજો ધણી નહીં ધારું.
ગુર૦૪ અહીં દાસીજીવણે ગુરુમહિમા ગાયો છે. દાસીજીવણને ભીમસાહેબ ગુરુરૂપે પ્રાપ્ત થયાં. સંદેશો સતલોકનો પત્રરૂપે મળ્યો, એકબીજાની ઓળખ થઈ ગઈ અને જે આંતરદર્શન થયું તેની પ્રસન્નતાનો આનંદોદ્ગાર છે આ ભજનરચના.
અજવાળું એટલે માત્ર પ્રકાશ નહીં, પણ એવો પ્રકાશ કે જેને કારણે ખરી વસ્તુનો, વિગતનો ખયાલ આવે, એની ખરી ઓળખ થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિના નિર્માણ માટેનું આ અજવાળું છે. જે અધ્યાત્મ સંદર્ભે અર્થનિર્દેશ છે. એટલે કહે છે કે ગુરુ તમે પ્રાપ્ત થયા એટલે મારું અજ્ઞાન-અંધારું ટળી ગયું. ‘ભાંગ્યું ભ્રમનું તાળું - પરમાત્મા ક્યાંક બહાર છે એવી મારી ભ્રમણા નાશ પામી. મારી અનેક શંકા-કુશંકાઓ તથા આશંકાઓ હતી તે બધી જ નાશ પામી. જ્ઞાનનો અહમ્ નહીં, પણ જ્ઞાન-ગરીબી, તેમાંથી પ્રગટતી નમ્રતા અહીં દષ્ટિગોચર થાય છે. સાધુ-સંતોની સેવા અને અખંડ પ્રેમભક્તિ પ્રાપ્ત થઈ. ખીમસાહેબ, ભાણસાહેબની સાથોસાથ સળંગ રામરટણ કરતા દેખાયા. જે તેજતત્ત્વની અનુભૂતિ થઈ એમાં માત્ર ગુર જ દેખાય છે. ગુરુ સિવાય અન્ય કશું હવે દેખાતું નથી. અહીં ગુમાં જ પરમાત્માને જોવાની વાતનો નિર્દેશ છે. ગુરજીનાં આવાં પરિબળ અને પીઠબળને કારણે અન્ય ગુર ધારણ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. દાસીજીવણની ગુખોજની પૂર્ણાહતિની વિગતોને આલેખતું આ ભજન ભારે માર્મિક છે. અહીં અજવાળું શબ્દ સ્થૂળરૂપે પ્રકાશનો નિર્દેશ કરતો નથી એમાં અધ્યાત્મતેજની વાત નિહિત છે. બેથી ત્રણ વખત અજવાળું શબ્દ પ્રયોજાયો એ પણ સાર્થક છે. અભ્યાસ દઢીકરણની પ્રતીતિ છે. ગુરભીમસાહેબ દાસીજીવણને ઘરે સ્વયં પધારેલા. ત્યાં ભીતરની
૧૦૩
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા મૂંઝવણનો ઉકેલ આવ્યો અને એ ઉકેલની ગુરુચાવીથી પ્રાપ્ત પ્રસન્નતાની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ એટલે દાસીજીવણનું આ ભજન. ગુરપ્રાપ્તિના આવા આનંદોદ્ગાર કે પરમતૃપ્તિના ઓડકાર સમું આ ભજન સંતસાહિત્યને સમજવા માટેની ચાવી સમાન પણ છે.
ગુરુપ્રાપ્તિની અનુભૂતિનો ઉદ્ગારઃ પ્યાલોભજના ભજનના ભાવસંદર્ભને આધારે એનાં નામકરણ એના રચયિતાઓએ જ કયાં છે. એવું એક નામકરણ પ્યાલો ભજનપ્રકાર છે. ભજનકર્તા એની લેખન કૌશલ્યકળાને પોતાની ગૂંઢ અનુભૂતિને અભિવ્યક્ત કરવા માટે ખપમાં લે ત્યારે કેવું પરિણામ આવે એનું ઉદાહરણ પ્યાલાભજનો છે.
શ્રી ડોલરરાય માંકડ તળપદાં ભજનોના સ્વરૂપની ચર્ચા ભારે સૂઝથી કરી છે. તેમણે પ્યાલોપ્રકારની ભજનરચનાઓ વિષયે ‘ગુજરાતી કાવ્યપ્રકારો'માં લખ્યું છે કે ‘પ્યાલો એ સંતોની પ્રેમની ખુમારી’ સાથે જ્ઞાનમિશ્રિત સ્થિતિનું નિરૂપણ બતાવે છે. ‘પ્યાલો પાવો એ કંઠી બાંધવી’, ‘પરમોદવું અથવા ‘ગુરુમંત્ર ફૂંકવા' જેવી જ સંતસમાજની એક ક્રિયા છે. શિષ્ય ગુરુ પાસે થોડો સમય કસોટીકાળનો પસાર કરે છે. પછી શિષ્યને ગુરુ રીતસરનો પ્યાલો પાય છે. ક્યાંક ક્યાંક તો ગુનો ચાખેલો પ્યાલો પણ શિષ્યને પાવામાં આવે છે. પ્યાલો પાતી વખતે ગુરુ શિષ્યને પોતાના પંથનું આંતરિક જ્ઞાન આપે છે. આ જ્ઞાન મેળવવા શિષ્યમંડળમાં જે લાયક ગણાય એ પોતાને બડભાગી માને. એ લાયકાતનો સ્વીકાર એ જ શિષ્યને મન નવજીવનનો દિવસ.
પ્યાલોભજનમાં મોટે ભાગે પ્રથમ જ કડીમાં ભજનિક ‘સદગુરચરણે’ એટલું ગાઈ અટકે છે, પણ બીજી કડીમાં એ જ શબ્દો લઈને ‘સદ્ગુરુચરણે મેં આયો’ બોલીને જે ઝટક મારે છે તે ઠેઠ ‘મન મતવાલો પ્યાલો પ્રેમનો’ સુધી આવીએ ત્યાં સુધી કાયમ રહે છે. આવી ઝટક લગભગ ઘણાખરા ‘પ્યાલા’માં દેખાય છે. બીજા કેટલાક ‘પ્યાલા'નો ઢાળ ધીરાની કાફી જેવો છે, પણ ધીરાની કાફી દીપચંદી તાલમાં લાંબા લયમાં ચાલે છે. જ્યારે આ ઢાળ ત્રિતાલની ચલતીમાં ચાલે છે. એમાંય સાખી તો ધીરાની કાફી જેવી હોય છે, પણ ધીરાની કાફીની સાખી પૂરી થતાં મૂળ ભજનમાં હળવેથી ચાલ્યા જવાય છે, જ્યારે આ ભજનમાં તો સાખી પૂરી થતાં, ચલતી આવીને જાણે ઝટક મારીને જ ભજનને તોળી લે છે.
એ ઝટક સૌથી વિશેષ કબીરસાહેબના પ્રેમરસ કા ભરપૂર પિયાલામાં દેખાય છે. એમાં તો એકસાથે હરિરસ કા ભરપૂર પીઓ કોઈ ઘટાક, ઘટાક, ઘટાફ, - 'એમ ત્રણ વખત ઘટક બોલાઈને ચોથી વખત ઊલટ મારે છે કે ‘ઘટાક પીએ કોઈ ..
૧૦૪